________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮ ]
- શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ ત્યાર પછી કુશાન વંશ સત્તા ઉપર આવ્યું.
ચીનની વાયવ્ય સરહદ પર ઈયુચિ નામની બર્બર જાતિ હતી તે હિંગુન એટલે હૂણોના મારથી પિતાનું વહાલું વતન છેડી પશ્ચિમ તરફ પ્રયાણ કરી વસુના કિનારે આવી વસીતેણે પ્રથમ ત્યાંના શકેને જીતી ત્યાંનું રાજ્ય મેળવ્યું. અને પછી ધીમે ધીમે વાહીક ઉપર પણ પિતાની સત્તા જમાવી. અને ત્યાં તે પાંચ વિભાગમાં વહેંચાઈ ગઈ. ઈયુચી જતિની કુઈ-શુયાડ શાખાના અધિપતિ “કિઉચિઉકિG’ કે જેના બીજા નામે યુલિસ, યુલકદફીસ અને કુજુલકદફીસ છે તેણે પાંચે વિભાગોને સહયોગ સાધી વિક્રમ પૂર્વે બીજી સદીના અંતમાં શુંગોના રાજ્યકાળમાં હિન્દુકુશ પર્વતના પૂર્વ પ્રદેશમાં પિતાને અધિકાર સ્થાપ્યો. અને તેના પુત્ર “એનકાઉચિગતાઈએ પોતાની સત્તા ભારતના ઉત્તર વિભાગમાં આગળ વધારી, ત્યાંના ઘણું પ્રદેશનો કબજો મેળવ્યો. આ “કુઈ સુયાડ” શાખા એ જ “કુશાન’ વંશ છે. તે વંશના કડફસીઝ, કનિષ્ક, વસિષ્ક, હવિષ્ક અને વસુદેવ ઇત્યાદિ રાજાઓએ મથુરા વગેરેમાં રાજ્ય કર્યું છે.
કાશ્મીરપતિ હૂણ રાજા તરમાણે માળવા અને રાજપુતાનાને પણું પોતાની સત્તામાં લીધા હતા. તેની માળવામાંથી આઠ આની અને મારવાડમાંથી અનેક મુદ્રાઓ મળેલ છે. (‘ગંગા’-પુરાતત્ત્વાંક) .
કાશમીરના બિગિલ અરમાણુ અને મિહિરકુલ એ નામાંક્તિ રાજાઓ છે (પ્રાચીનમુદ્રા પૂ. ર૫૧). ગુપ્તસમ્રાટ બીજો ચંદ્રગુપ્ત આ પ્રણો સાથે લાવ્યો હતો. રાજા સ્કંદગુપ્ત તો હુણોના યુદ્ધમાં જ કામ આવેલ છે, અને માળવાના રાજા યશોધમેં તેઓને છતી મહાન યા સંપાદન કર્યો હતો. વિદ્વાનો કહે છે કે –તુષાર અને ગભિલ્લ પણ બર્નર જાતિના શકે છે. (પ્રાચીન મુદ્રા પૃ.૭૪).(માળવાને દર્પણ ગઈ ભિલ્લ તે આ ગર્દશિલ્લોથી ભિન્ન રાજ છે.) આ ઉપરાંત મલય, પલ્હવાઝ, આભીર, મેદ અને બીજી ભટકતી જાતોએ બ્રાટિયામાંથી આવી હિન્દુસ્તાનમાં જુદાં જુદાં રાજ્ય સ્થાપ્યાં હતાં. અવન્તીપતિ દર્પણ-ગર્દભિલ્લના વખતે આમાંના ઘણા રાજવંશે સત્તા પર હતા, પરંતુ ગર્દભિલો સામનો કરી શકે એવી તાકાત તેઓ ત્યારે ધરાવતા ન હતા. વિક્રમ પૂર્વેના બીજા દશકા સુધીને પરદેશી રાજાઓને આ ઈતિહાસ છે. શકો આવે છે
ઈરાનના બાદશાહે એક વાર ગુસ્સામાં આવી પોતાના તાબાના શાહી–સત્ર ઉપર તાકીદે હુકમ મોકલ્યો કે-“તમારે તમારા માથાં કાપીને બાદશાહ સલામતને ચરણે ધરીમોકલી દેવા.” આ હુકમ વાંચતાં જ શાહી રાજાઓના મેં ઊતરી ગયાં. તેઓ બાદશાહને હુકમ ન માને તો તેઓનાં જાન, માલ, મિલકત અને કુટુંબ પણ ખતરામાં આવી પડે તેમ હતું. એટલે તે રાજાએ આપઘાત કરવાને તૈયાર થયા. આ. શ્રી કાલિકે આ સમયે તેઓને સમજાવ્યા કે—શા માટે આપઘાત કરે છે? ભારતવર્ષમાં ચાલે. ત્યાં તમને દરેક રીતે ઠીક રહેશે. આ સલાહ દરેકને પસંદ પડી અને જોતજોતામાં તો ૯૬ શાહી રાજાઓ તૈયાર થઈ આ. શ્રી કાલિક સાથે હિંદ આવવાને રવાના થયા. તેઓને ખુલ્કી રસ્તે આવવું પાલવે તેમ ન હતું એટલે ત્યાંથી વહાણ દ્વારા જ નીકળ્યા અને ઈરાનને અખાત, ઓમાનને અખાત અને અરબી સમુદ્રમાં થઈને સીધા કાઠિયાવાડમાં આવી પહોંચ્યા.
ઈતિહાસયુગને આ પહેલવહેલે પરદેશી રાજ્ય કાફલો છે કે જેણે સમુદ્ર માર્ગે
For Private And Personal Use Only