SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ–વિશેષાંક 1 ભારતીય ઇતિહાસ અને જૈનાચાર્ય કાલક [ ર૭૭ પરદેશી અમલ ભારતવર્ષ વિક્રમ પૂર્વે ૨૫૦ વર્ષ તે યુનાની બ્રાટિયન (ગ્રીક), પાથયન, પારદ, ૫હવાઝ, બર્બર, કુશાન, શક અને હુણ રાજાઓની રંગભૂમિ જ બની રહ્યું હતું. ઇતિહાસ કહે છે કે–વિક્રમપૂર્વે પાંચમી સદીમાં ભારતની વાયવ્ય ખૂણાની સરહદ ફારસ રાજ્યમાં મળી ગઈ હતી. તે સમયે ખુરૂષ, દરિયાવુષ અને હાખામાનિષીય એ ત્રણ પારસી–સમ્રાટોનો અધિકાર પૂર્વીય ભૂમધ્ય સાગરથી પંજાબની પશ્ચિમી સરહદ સુધી પથરાયો હતો. જમણી તરફથી ડાબી તરફ લખાતી ખરષ્ટ્રી લિપિ' હિંદમાં ત્યારથી દાખલ થઈ છે. | વિક્રમ પૂર્વે ત્રીજી સદીમાં યુનાની બાદશાહ સિકંદરે ભારત પર આક્રમણ કર્યું અને પુનઃ તેના સેનાપતિએ પણ આક્રમણ કર્યું, પરંતુ મૌએ તેને સામને કરી સેલ્યુકસને હિંદની બહાર તગડી મૂક્યો હતો. સેલ્યુક્સવંશી રાજાઓએ સિરિયામાં મેટું સામ્રાજ્ય જમાવ્યું હતું. તેના રાજ્યના ટુકડા થયા અને પારસ દેશમાં પારદ રાજય અને દિયદાતનું યુનાની રાજ્ય પ્રધાનપદે આવ્યાં. વળી બીજા દિદાતે મૌર્ય કાળમાં કપિશા (અફઘાનિસ્તાન) ઉદ્યાન અને ગંધાર છતી પંચનદના પશ્ચિમી ભાગ ઉપર પોતાને અડ્ડો જમાવ્યું. તેના વંશમાં પ્રથમ યુથિદિમ પછી તેનો પુત્ર દિમિત્રિય રાજા થયો. તેણે સિક્કાઓ પર સૌથી પ્રથમ ભારતીય ભાષાને ઉપયોગ કર્યો છે. એશિયાની જંગલી જાતિએ રાજ હેલિક્રિયના આખરી રાજ્યકાળમાં વાલ્હીક જીતી લીધું અને ત્યાંથી યુનાની રાજવંશનો પગદંડે ઉખાડી નાખ્યો. દિમિત્રિયથી પ્રારંભીને હેલિયક્રિય પછીના ચોથા હેરમય સુધીના યુનાની રાજાઓએ હિંદનાં વાયવ્ય પ્રાંતમાં રાજ્ય કર્યું છે, તેથી તેઓ ભારતીય-યુનાની તરીકે પણ ઓળખાય છે. - યુનાની પછી ભારતમાં શકાએ પગ મૂક્યો. શકઠીપ એટલે ભારતવર્ષથી ઈરાન સુધીને પ્રદેશ, એક દિવસે શકઠીપનો આ અર્થ થતો હતો. અને ત્યાંના રાજાઓ “શક' તરીકે ઓળખાતા હતા, જેના ત્રણ વિભાગે પડે છે. ૧ શક, ૨ પારદ અને ૩ કુશાન. ભારતના ઈતિહાસમાં જે પ્રાચીન શક તરીકે પ્રસિદ્ધ છે તે જાતિ પહેલાં ચીનની સરહદ પર રહેતી હતી. ઈયુચિ નામની બર્બર જાતિએ તેને ત્યાંથી વસુ (OXUS) નદી તરફ તગડી મૂકી, એટલે આ શક જાતિએ વક્ષના ઉત્તર કિનારે વસવાટ જમાવ્યો. આ જ કારણે વને ઉત્તર કિનારે “શકઠીપ’ તરીકે વિખ્યાત થયો છે. ફારસના તમામખાનીય રાજાના વંશજો અને યુનાની રાજાએ તેની ઉપર અવારનવાર ચડી આવતા હતા, પણ વિક્રમની બીજી સદીમાં તે ઇયુચિ જાતિએ જ આ શકો પર હલે કર્યો, એટલે શકે ત્યાંથી હટી વાલ્હીક અને બ્રાકિટયામાં આવી વસ્યા. અને ત્યાંના યુનાની રાજાઓને જીતી ત્યાંના રાજા બન્યા. આ રીતે તેઓ હિંદના વાયવ્ય ખૂણામાં આવી પહોંચ્યા. વિદ્વાને આ કાફલાને “પારદવંશી–શક” તરીકે ઓળખે છે. આ જાતિમાં મોઅ (મગ), વન, અય, અચિલિષ અને ગુદકર એ નામાંકિત રાજાઓ થયા છે. અયના નામથી એક સંવત ચાલ્યો છે, જેના સિ. ૧૩૫ માં કુશાન રાજ્યકાળમાં બુદ્ધને શરીરાંશ સ્થાપિત કર્યાનો એક શિલાલેખ તક્ષશિલામાંથી પ્રાપ્ત થયો છે. ઈશખ્રીસ્તના શિષ્ય રામસે હેમપ્રવાદ (Legenda Aurea-Golden Legend ) નામને ધર્મપ્રચાર ગ્રંથ બનાવ્યો.. છે તેમાં ગુદફરનું નામ મળે છે. તેમજ તખ્ત–બહાઈમાંથી મળેલ સ. ૧૦૩ ના શિલાલેખમાં પણ ગુદુકરનું રાજ્ય વર્ષ ૨૬ બતાવ્યું છે. આ રીતે પારદવંશના શકે--ક્ષત્ર હિંદમાં આવ્યા હતા, જેમણે સમય જતાં માળવા અને સૌરાષ્ટ્ર ઉપર પણ પિતાને અધિકાર સ્થાપ્યો હતે. For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy