________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬ ].
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ તાને રોષ વહેરી લીધું. બીજી તરફ ઉત્તરના યુનાની, પૂર્વના ખારવેલ અને દક્ષિણના આંધ્ર રાજાઓએ તેના ઉપર આક્રમણ કર્યું અને પુષ્યમિત્રને નબળો પાડ. ફલસ્વરૂપ એ આખો શૃંગવંશ આંધ્રભૂત્ય (માંડલિક) બની ગયો. એક વર્ષ પછી ઉજજૈન આભીર (અથવા માલવા) જાતિના હાથમાં ગયું. અને વિક્રમ પૂર્વે બીજા દશકામાં દર્પણ નામને રાજા ભરુચ અને ધારના રાજાઓની સહાયથી ઉજજેનપતિ બન્યો. ગદભિલ અભિમાનથી ભૂલ કરી બેસે છે
આ દર્પણ રાજાએ ગર્દભી વિદ્યા સાધી હતી, જેના પ્રતાપે તે યુદ્ધમાં અજેય મનાતો હતો અને એ જ વિદ્યાના કારણે તે ગર્દભિલ્લ તરીકે પણ વિખ્યાતિ પામ્યો હતો. આ રાજા બહુ જ વ્યભિચારી હતા, એક ઉલેખ પ્રમાણે તે તેણે પિતાની બેનને પણ અંતઃપુરમાં દાખલ કરી દીધી હતી. પ્રજા ગાઠ્ઠિ ગાદિ પિકારવા લાગી, પણ તેને ઉગરવાનો એક પણ ઉપાય ન હતો. તે સમયે ઉજજેનની ઉત્તરે યુનાનીઓ તથા કુશાન, પૂર્વમાં શુંગો પછીના રાજવંશો અને દક્ષિણે આંધો રાજસત્તા પર હતા. જો કે તેઓ માળવા ઉપર મીટ માંડીને બેઠા હતા, કિન્તુ ગર્દભી વિદ્યાના કારણે તેઓ પણ મૌન હતા અને ખાસ પ્રસંગની રાહ જોતા હતા. એમાં એકાએક ગર્દભિલની બુદ્ધિએ દગો દીધે અને તે અક્ષમ્ય ભૂલ કરી બેઠે. એક દિવસે રાજા દર્પણ પરમ સતી સાધ્વી સરસ્વતીને દેખી કામાંધ બન્યો અને તેને ઉપાડી લાવી પોતાના રાણીવાસમાં દાખલ કરી દીધી. તેને ત્યારે જરાય ખ્યાલ ન હતો કે-“આ દુર્ઘટનાને બદલે મને એક યોગી તરફથી સખ્ત રીતે મળશે.”
આ. શ્રી કાલકને ખબર મળ્યા કે રાજા અનીતિને છેલ્લે પાટલે જઈ બેઠા છે; તેણે ગુરુસ્થાને પૂજવા લાયક પરમ પવિત્ર સાધ્વીને બળાત્કારે રાણીવાસમાં દાખલ કરી છે. એટલે આચાર્યે વિચાર્યું કે, “ આ રોજા મનુષ્ય છે, ભૂલ કરે, પણ તેને શાંતિથી સમજાવીને રસ્તા પર લાવવો જોઈએ.” એટલે તેઓએ રાજાને સમજાવવા પૂરી કોશિશ કરી. મહાજન મારફત પણ ખાસ પ્રયત્નો કર્યા, પરંતુ રાજા તો એમ જ માની બેઠા હતો કે “આ ભીખારી મને શું કરી શકવાનો છે?એટલે રાજા એકનો બે ન થયું. કાલકાચાર્યની ભીષણ પ્રતિજ્ઞા
આ. શ્રી કાલિક સાચા નરવીર હતા અને બુદ્ધિનિધાન હતા. હવે તેમનું ક્ષત્રિય લેહી સળવળવા લાગ્યું, મગજમાં ક્રાન્તિની લહેરે પ્રગટી, અનાચાર સામે તુમૂલ બંડ ઊઠયું અને તે જ ક્ષણે તેઓએ એવી પ્રતિજ્ઞા કરી કે-“જે હું ગર્દભિલ્લને મૂળમાંથી ન ઊખેડું તે મારે માથે ધર્મવિનાશક અને તેની ઉપેક્ષા કરનારનું પાપ.” બસ ! પ્રતિજ્ઞા તે પ્રતિજ્ઞા. હવે તેને પાર કેમ પાડવી તે માટે આચાર્યશ્રીએ પ્રયત્ન આરંભ્યો. તેઓએ શરૂમાં તે ઉજ્જૈનના પાડોશી રાજાઓને ચકાસી જોયા, પણ તેમાં કંઈ સંત દેખાયો નહીં એટલે તેઓ વિહાર કરતા કરતા પંજાબ પહોંચ્યા અને ત્યાંની જનતાને જૈનધર્મ આપો. પંજાબના જેનો પાછળથી આ. કાલકસૂરિના સંતાનીય આ. ભાવસૂરિના નામથી “ભાવડાર” તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આજે પણ પંજાબના જેને ભાવતાર તરીકે ઓળખાય છે.
- આચાર્યશ્રીએ પિતાને વિહાર પંજાબની આગળ લંબાવ્યું અને તેઓ ઈરાનમાં જઈ પહોંચ્યા. ત્યાં તેઓએ શાહી અને સત્રપ કે જે ઇરાની પરગણુના હાકેમે-રાજ્યના પાલકે હતા તેઓને ઉપદેશ અને નિમિત્ત જ્ઞાન વડે રંજીત કરી પોતાના ભક્ત બનાવ્યા.
For Private And Personal Use Only