________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય ઇતિહાસ અને જૈનાચાર્ય કાલક
લેખકઃ પૂજ્ય મુનિ મહારાજ શ્રી દશનવિજ્યજી ભાઈ-બહેનનું યુગલ
જૈનાચાર્ય શ્રી કાલિક એ તે વખતના મહાન અતિહાસિક પુરુષ છે. તેઓને ભૂલી જઈએ તો તે વખતનું ઈતિહાસ–ઘડતર અધૂરું જ રહે. તેઓ ન થયા હેત તો એ અંધાધુંધીના યુગમાં આપણને વીર વિક્રમ કે વિક્રમ સંવત કદાચ જ પ્રાપ્ત થાત. ભવિષ્યમાં પણ હિંદમાં અત્યાચાર સામે ઝુઝનારા જે જે વિક્રમાદિત્યો ઉત્પન્ન થયા છે તે દરેકનું બીજ આ આચાર્ય છે. તેઓ ક્ષત્રિયકુમાર હતા. તેમને સરસ્વતી નામે બહેન હતી, ભાઈ-બહેન બનેએ બાળવયમાં જ આ અસાર સંસારને તજી જૈન દીક્ષાનો સ્વીકાર કર્યો. થોડા સમયમાં જ તેઓ શિષ્ય-પરિવારથી સમૃદ્ધ થયા અને આચાર્યપદથી વિભૂષિત થયા. તે બુદ્ધિમાન હતા, વિદ્વાન હતા, પરંતુ શિષ્યો તેમની પાસે વધુ સમય ટકતા ન હતા. આથી તેમણે દક્ષિણના વિહારમાં આજીવિકેટ પાસેથી નિમિત્તશાસ્ત્રનું જ્ઞાન સંપાદન કર્યું અને એક સફળ નિમિત્તવેદી બન્યા. તેઓ વિહાર કરતા કરતા ઉજજૈનમાં પધાર્યા; સાધ્વી સરસ્વતી પણ તેઓની સાથે જ હતાં. સરસ્વતી સાધ્વી પણ વિદુષી અને પરમ લાવણ્યવતી હતાં અને તેના ઓજસમાં શુદ્ધ બ્રહ્મચર્યના પ્રતાપે બહુ જ વધારો થયો હતો. આ ભાઈબેન તે સમયે રૂ૫, ગુણ, બુદ્ધિ અને સચ્ચારિત્રનો આદર્શ મનાતા હતા. ઉજજૈનમાં સૌ કોઈ તેમની યશગાથા ગાતા હતા. તેમની પ્રશંસાના ભણકારા રાજાના કાન સુધી પહોંચ્યા. પલટાતા રાજવંશ
ભારતીય ઇતિહાસમાં ઘણી રાજક્રાન્તિઓ નોંધાઈ છે. વિક્રમ પૂર્વે ૫૦૦ વર્ષમાં તે અનેક રાજવંશે ઊગ્યા અને આથમી ગયા. ઉજજૈનના તખ્ત પર પણ ઘણું રાજવંશાએ પલટા લીધા છે. ઈતિહાસ કહે છે કે–ભગવાન શ્રી મહાવીરસ્વામીના સમયમાં વિશાલા, રાજગૃહી, ચંપા, પટણું, કૌશામ્બી, અવન્તી, શ્રાવસ્તી, હસ્તિનાપુર અને વીતભયનગર એમ સંખ્યાબંધ રાજ્યો હતાં. તે પૈકીનાં વિશાલા, રાજગૃહ અને ચંપાનાં રાજ્યો તો પટણામાં સમાઈ ગયાં અને અવન્તી તથા કશામ્બી એક સત્તા નીચે આવી ગયાં. ભગવાનના નિર્વાણ પછી એક બે દશકા વર્ષ જતાં પટણ નદીના હાથમાં આવ્યું, ૬૦ વર્ષ જતાં રાજગૃહ અને સવાસો વર્ષ જતાં અવન્તી પણ તેના અધિકારી નીચે આવી ગયાં. નંદાએ સામ્રાજ્યને વિશાળ બનાવ્યું, પરંતુ પાછળના નંદે નબળા પડ્યા અને શકપાળ જેવા વિચક્ષણ મંત્રીઓ મરી ગયા એટલે એ સામ્રાજ્ય સીધી રીતે મૌના ખોળામાં જઈ પડયું. માર્યશાસન પણ જોરદાર બન્યું. તે અરસામાં સિકંદર બાદશાહ તથા સેલ્યુકસે ભારત પર આક્રમણ કર્યું, પરંતુ મૌર્યની સંગીન વ્યવસ્થા સામે તેઓ ફાવી શક્યા નહીં.
સમ્રાટ સંપ્રતિએ તો યુવરાજ અવસ્થામાં જ સૌરાષ્ટ્ર, કાવડ અને આંધ્રને સર કરી મૌર્યસત્તા નીચે આણ્યાં. અશોકના મરણ પછી અને સંપ્રતિના જમ્યા પહેલાં જે રાજકુમાર યુવરાજ પદે હતા તેના કદાગ્રહને કારણે મૌર્યશાસન કમજોર બનતું ચાલ્યું અને સમ્રાટ સંપ્રતિ પછી તો મૌર્ય રાજાઓને નબળા પડતાં દેખી શુંગાએ તેનું રાજ્ય ખુંચવી લીધું. શુંગાને પ્રથમ રાજા પુષ્યમિત્ર કુશળ સેનાપતિ હતા, પણ વિચક્ષણ રાજકર્તા ન હતા. તે નામનાને ભૂખ્યા હતા, પણ ન્યાયપ્રેમી ન હતો. એટલે વિભિન્ન ધર્મો પર આક્રમણ કરી તેણે જન
For Private And Personal Use Only