________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧૨ જૈનાચાર્યની બીજી જીવન-ઘટનાઓ
આ. શ્રી કાલકે માળવામાં રાજ્યપલટો કરાવ્યો છે તેમ જૈનસંઘમાં પણ સંવત્સરી પર્વને માટે તિથિ પલટે કરાવ્યો છે. તેઓએ રાજા બલમિત્રની બહેન ભાનુશ્રીના પુત્ર બળભાનુને દીક્ષા આપી આથી રાજાને આચાર્યદેવ ઉપર કંઈક અપ્રીતિ થઈ. બીજી તરફથી રાજપુરોહિત પણ આ આચાર્યના તેજને સહી શકતા ન હતા. આવા કારણે આ શ્રી કાલક ત્યાંથી વિહાર કરી દક્ષિણમાં “પઠન' જઈ પહોંચ્યા.
જૈનસંધ આજસુધી ભારુ શુ૫ની સાંજે સંવત્સરી પર્વ ની આરાધના કરતા હતા. આ સાલ પણ એ જ રીતે આરાધના થવાની હતી, કિન્તુ રાજા શાલિવાહને આચાર્યશ્રીને વિનંતી કરી કે, તે દિવસે ઇન્દ્રમહોત્સવ નીકળે છે, માટે તેમાં કાનુવૃત્તિથી સામેલ થવું પડશે. આથી હું તે દિવસે પર્વારાધન નહિ કરી શકું, તે કૃપા કરીને ઠે અને તેમ ન બને તે અનન્તર થે સંવત્સરી પર્વની આરાધના કરે. આચાર્યશ્રીએ તે વિનતિને ધ્યાનમાં રાખીને ભાદરવા શુદિ પાંચમની અનન્તર એથે સાંજે શ્રીસંઘ સાથે સંવત્સરી પ્રતિક્રમણ કર્યું. દક્ષિણી પ્રજામાં ત્યારથી ભા૦ ૪ ને દિવસે ગણેશ ચેાથ મનાવવાની પ્રવૃત્તિ ચાલુ થઈ છે. આચાર્યશ્રી તે બીજે વર્ષે પણ ભા. શુ. ૪ ની સાંજે ૩૬૦ દિવસ થતા હોવાથી તે જ સાંજે સંવત્સરી પ્રતિક્રમણ કરે તેમ હતું, અને આરાધનાની રૂએ ભવિષ્યમાં પણ તે વાતે ફારફેર કરી શકાય તેમ ન હતું, આથી દરેક ગામના શ્રી ચતુર્વિધ સંઘે બીજા વર્ષથી હંમેશને માટે આ યુગપ્રધાનને પગલે ચાલીને ભા. શુ૫ થી અનંતર ભા. શુ ૪ ની સાંજે સંવત્સરી પર્વ આરાધવાનો નિર્ણય કર્યો. શ્રીસંઘ આ નિર્ણયને વિક્રમના હજાર વર્ષ સુધી તો બરાબર વફાદાર રહ્યો છે, પછી સમય જતાં તેમાં કૈક ફેરફાર થયો છે.
આ૦ શ્રી કાલકના શિષ્યો આ ગુરુદેવની શક્તિને સંપાદિત કરી શકે તેમ હતું જ નહીં એટલે તેઓ પઠન પાઠન આદિમાં કૈકકેક બેદરકાર રહેવા લાગ્યા. આચાર્ય એક વાર પિતાના શિષ્યોને વધુ પ્રમાદી થતાં જોઈ તેમને ઊંઘતા છોડી સ્વર્ણભૂમિમાં પિતાના પ્રશિષ્ય આસાગરચંદ્ર પાસે ચાલ્યા ગયા.શિષ્યો સવારે જાગ્યા, ઘણું લજિત થયા અને ફરી વાર આવી ભૂલ ન કરવી એમ અચૂક નિર્ણય કરી આચાર્યદેવ પાસે જઈ માફી માગવા લાગ્યા. આ રીતે તેઓએ શિષ્યોને પણ યોગ્ય ઉપાય વડે સન્માર્ગ માં સ્થાપિત કર્યા.
આ૦ સાગરચંદ્રસૂરિ સમર્થ જ્ઞાની હતા, પણ તેમાં કંઈક અભિમાનની માત્રા આવી ગઈ હતી. આ૦ શ્રી કાલિકે તેઓને આવી ભૂલ ન કરવાનું સમજાવી સાચા ગીતાર્ય બનાવ્યા.
આ૦ શ્રી કાલમેં પ્રથમાનુયોગ, ચંડિકાનુયોગ અને કાલસંહિતા પ્રમુખ ગ્રંથ બનાવ્યા હતા, જે હાલ ઉપલબ્ધ નથી. અંતિમ અભ્યર્થના - જેનાચાર્ય કાલકસૂરિ એટલે પ્રચંડ ત્યાગમતિ, પ્રતિજ્ઞા પાલનની જ્વલંત પ્રતિભા, અગ્રુત્થાનાય ઘરચનું સાચું પ્રતીક, મહાન કાતિકાર નરવીર, અને તત્કાલીન ઇતિહાસને ચમકતે જ્યોતિ જ હતા.
યુગેયુગે આવા મહર્ષિઓ જ્યવંત વર્તો એ જ મહેચ્છા. વિ. સં. ૨૦૦૦, . . ૮, તા. ૨-૩-૧૯૪૪ ગુરુવાર ક, થા. સં, ર૬: નરેડા (અમદાવાદ)
For Private And Personal Use Only