________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૪]
શ્રી જન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ રુ સેનસંવત-બંગાલના સેનવંશી રાજા બલ્લાલસેનના પુત્ર લક્ષ્મણસેને ગુ.વિ. સં. ૧૧૭૬ ના કા. શુ. ૧ થી શરૂ કરેલ છે, જે આજે મિથિલાદેશમાં પ્રચલિત છે. '
સિદ્ધહેમકુમારસંવત–આ સંવત ગુજરાતના રાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહના ઉતરાધિકારી અને ક. સ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરના ઉપાસક પરમહંત ગુર્જરેશ્વર કુમાપાળે વિ. સં. ૧૧૯૯ અથવા વિ. સં. ૧૨૧૬ થી શરૂ કરેલ છે, જેનો શિલાલેખ સં. ૪નો મળે છે અને તત્કાલીન ગ્રંથાલેખ ગણું મળે છે.૧૩
વિટાદિકન–બીજાપુર (દક્ષિણ)ના બાદશાહ શિયા સમ્પ્રદાયના યુસુફ આદિલ શાહે વિ. સં. ૧૩૧૩ થી શરૂ કર્યો હતો.
ggiાન–વિ. સં. ૧૩૯૭ માં કોચીનની ઉત્તરમાં “બીપીન” ટાપુ નીકળે છે જેની યાદગીરીમાં પુડુ (નવી-વસ્તી) સંવત શરૂ થયો હતો. કાચીન રાજય અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સંધિપત્રોમાં “પુડુપ્પ સં. ૩૨૨ મીન” (તા.૨૨-૩-૧૬૬૩) લખેલ છે.
વિન્ટર્ણવત્ત–ઉત્કલના રાજ કપિલેશ્વરદેવે વિ.સં.૧૪૯૧-૯૨ ઈ.સ. ૧૪૩૫ થી આ સંવત ચલાવ્યો હતો.
ઢાદીતવા--મેગલ સમ્રાટ બાદશાહ અકબર વિ.સં.૧૬૧૨ને મહા વદ ૪ તા.૧૪-૨૧૫૫૬ શુક્રવાર તા. ૨ રબી ઉસ્સાની હી. સં. ૯૯૨ માં ગાદીએ બેઠે ત્યાર પછી ૨૫ દિવસ એટલે વિ. સં. ૧૬૧૨ ફાટ વ૦ અમાસ તા. ૧૧-૩-૧૫૫૬ તા. ૨૯ રબી ઉસ્સાની હી. ૯૯૨થી “તારીખ-ઈ-ઇલાહી' સંવત પ્રારંભ ગણાય છે. બાદશાહ અકબરે “દીન-ઈઇલાહી” ધર્મ ચલાવ્યા પછી એટલે પિતાના ગાદીનશીન થયાના દિવસો ગણીને રાજ્ય વર્ષ ૨૯ માં આ સંવતને વ્યવસ્થિતરૂપ આપ્યું છે, જે સૌર વર્ષ છે, જેમાં ઈરાની નામેવાળા ૧૨ મહિના અને ૧ થી ૩૨ સુધીની તારીખે રાખેલ છે. જેનો પ્રારંભ સાયન મેષથી છે. ઘણી જિન પ્રતિમાઓના પરિકર અને ગાદી નીચે પણ આ સંવત નેંધાયેલે મળે છે. ( શિવાજીરાજ-મરાઠા રાજ્યના પ્રતિષ્ઠાપક મહારાજા શિવાજીને.ગુ. વિ. સં. ૧૭૩૦ ના જેઠ શુદિ ૧૩ (તા.૪-૬-૧૬૭૪)ને દિવસે રાજ્યાભિષેક થયો છે, તેની યાદગીરીમાં આ સંવત શરૂ થયો છે, જેના બીજાં નામે “શિવસંવત” અને “રાજ્યાભિષેકર્સવ’ પણ છે.
આ ઉપરાંત વિસં. ૧૬૯૯ થી તુલસી સં, ૧૯૪૦ કા. શ૦ ૧ થી દયાનન્દાબ, ૧૯૫ર પ્ર. જે. ૮ થી આત્મ સં., ૧૯૭૪ આ૦ વ૧૦ થી કમલચારિત્ર સં. અને ૧૯૬૮ ને ભાદરવા સુદ ૧૪ થી ધર્મસંવત ઈત્યાદિ સાંપ્રદાયિક સંવત શરૂ થયા છે અને કઈ કઈ સ્થાને નાના નાના વર્તમાં પ્રચલિત છે. ઠ. નાગજી ભૂધરની પિળ, અમદાવાદ
વિ. સં. ૨૦૦૦ મહા શુદિ ૧૦ ગુરૂવાર, ક. ચા. સં. ૨૬, તા. ૩-૨-૧૯૪૪ ૧૩ જુઓ “શ્રી જૈન સત્ય પ્રકાશ” ક્રમાંક ૯૩, ૯૪ તથા ૯૮
ક. સ. શ્રી હેમચંદ્રાચાર્ય “અભિધાન ચિંતામણિ' કષ કાં. ૬ છેક ૧૭૧ ની ટીકામાં લખે છે. ચા-વિરમસંવત્, સિદ્ધપુમારસંહિતિ
For Private And Personal Use Only