________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ આ સંવતના જ બીજાં નામે છે. ૩
વન–-ઈ. સ. પૂર્વે ૭૫૩ થી રમનસંવત’ શરૂ થયો હતો, જે શરૂમાં ૧૦ મહિના અને ૩૦૪ દિવસનો જ હતો. ઈ. સ. પૂર્વે ૭૧૫થી૬૭૨ ના વચગાળામાં રાજા નુના પાંપલિય?’ તેમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી એ બે મહિના વધાર્યા. વળી ઈ. સ. પૂ. ૪૬ માં “જૂલીયસ સીઝરે' તેમાં ૯૦ દિવસનો ઉમેરો કર્યો અને “કિવન્કલીસને બદલે જુલાઈ માસ દાખલ કર્યો. એ જ રીતે રોમના પ્રથમ બાદશાહ “અગષ્ટ' સેકસ્ટાઈલીસને સ્થાને “ઓગષ્ટ માસ દાખલ કર્યો, અને અંતે તેરમા પિપ ગ્રેગરીએ તા. ૨-૨-૧૫૮૨માં એવું ફરમાન કાવ્યું કે આગામી તા. ૫-૧૦–૧૫૮૨ને તા. ૧૫-૧૦–૮૨ તરીકે માનવી અને તે જ હિસાબે આગળની તારીખે લેવી તથા વર્ષારંભ તા.૧ જાન્યુઆરીથી માન. જો કે શરૂમાં તો આ ફરમાનને સ્વીકાર રોમન કેથેલિક દેશોએ જ કર્યો હતો, પરંતુ બીજા ૨૦૦-૩૦૦ વર્ષ જતાં તે આખા ય યુરોપે એ ફરમાનને અપનાવી લીધું છે.
ઈસ્વીસન આ રોમન સંવતના ધોરણે જ ચાલુ થયો છે. રામ નગરના પાદરી ડાયોનિસિઅસે' ઈસુ સંવત ચલાવવાનો મનસુબે કર્યો અને તા. ૨૫ માર્ચથી હિસાબ લગાવી ઈસુથી પિતાના સુધીના વર્ષો ગણી ઈસવી સનની ઈ. સ. પરમાં મર્યાદા નક્કી કરી છે. ઈસ્વી સન આ રીતે શરૂ થયો છે.
વર્ષારંભ તો પિપ ગ્રેગરીના સમયથી જાન્યુઆરીની પહેલી તારીખથી જ શરૂ મનાય છે. આજના વિદ્વાન માને છે કે ઈ. સ. ને પ્રારંભકાળ તે વાસ્તવિક રીતે વિ. સં. ને પિષ મહિને અને ઈસુ ક્રાઈષ્ટના જન્મથી ૩૫ વર્ષ જતાં તા. ૧ ની મધ્ય રાત્રિ છે.
આ સંવત યુરોપમાં વપરાય છે. અને અંગ્રેજી રાજ્ય આવ્યા પછી હિન્દુસ્તાનમાં પણ વપરાય છે.
મૌર્યસંવત-મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્ત વિ. સં. પૂર્વે ૩૧૫ અને પાશ્ચાત્યમતે ૨૬૫ના કા. શુ. ૧ થી પિતાના રાજ્યાભિષેકની સાલથી આ સંવત્ શરૂ કર્યા છે. જેન સમ્રાટ ખારવેલના હાથીગુફાના શિલાલેખમાં મૌ. સં. ૧૬૫ ખોદાયેલ છે.'
રઘુવર-યુનાની બાદશાહ સિકંદરના સેનાપતિ સૅલ્યુકસે તા. ૧-૧૦ ઈ. સ. પૂર્વે ૩૧ર એટલે વિ.પૂર્વે ૨૫૬થી આ સંવત્ શરૂ કર્યો છે. જેને ઉલ્લેખ સિક્કાઓમાં મળે છે.
પાધિથનાર--વિ. સં પૂર્વે ૧૯૦, ઈ. સ. પૂ. ૨૪૩ ના એપ્રીલથી આ સંવત્ શરૂ થયેલ છે. તખ્તીવહી (પંજાબ)ને રાજા ગાંડે ફરાસના રાજ્ય વર્ષ ૨૬ ના શિલા
૩ A છે. ત્રિ. લ. શાહ માલવસંવતની શરૂઆત ઈ. સ. ૫૩૧-૩૩ એટલે વિ. સં. પિ૮૭-૫૮૯ માં પૂણેને હરાવ્યા ત્યારથી બતાવે છે. પ્રાચીન ભારતવર્ષ ભા.૪ પૃ. ૧૬)
B ડે. ભાઉ દાજી જણાવે છે કે વિક્રમ સંવત જેનેએ દાખલ કર્યો છે. –(જ. . ધંચ, ૉ. એ. સે. પુ. ૮, પૃ. ૨૩૩; પ્રા. ભા. વ. ભા. ૪ પૃ. ૪૩)
૪ હિંદ બહારના કેટલાએક સંતે આ પ્રમાણે છે. સૃષ્ટિ સં. ઈ. સ. પૂ. ૧, ૯૭, ૨૮, ૪૭, ૮૦૧માં; ચીની સં. ઈ. સ. પૂર્વે ૯, ૬૦,૦૦, ૪૯૯માં; ગ્રીક પૃથ્વી સં. ઈ. સ. પૂર્વે ૪૦૭૮માં અને ઓલિંપિયડ ઈ. સ. પૂ. ૭૭૬ માં શરૂ થએલ છે.
–(ગંગા જાન્યુઆરી ૧૯૩૩ નો પુરાતત્ત્વાક) ५. पनंतरीय सठि वस सते राजमुरिय काले ।
(પં. ભગવાનદાસજીનું “હાથી ગુફા એન્ડ શ્રી અધર ઇસ્ક્રીપ્શન્સ, ભારતીય પ્રાચીન લિપિમાલા.)
For Private And Personal Use Only