________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતવર્ષના ભિન્ન ભિન્ન સંવતો
લેખક : પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી
વર્ષ–આ વર્ષ મેષ આદિ બાર રાશિને સૂર્ય ભોગવી લે ત્યાં સુધીનું એટલે ૩૬૬ દિવસ ( સૂર્યસિદ્ધાત પ્રમાણે ૩૬૫ દિન, ૧૫ ઘડી, ૩૧ પલ અને ૩૦ વિપલ અને ઈ. સ. હિસાબે ૩૬૫ દિન)નું મનાય છે. તેને પ્રારંભ મેષ સંક્રાનિતથી થાય છે. તેને બારમો ભાગ તે સાર માસ કહેવાય છે. જે ક્રમશઃ મેષાદિના નામથી તેમજ ચૈત્રાદિના નામથી ઓળખાય છે. બંગાલ, પંજાબ અને પહાડી પ્રદેશમાં આ વર્ષને વિશેષ પ્રચાર છે. દક્ષિણને કલમસંવત પણ સૌરવર્ષવાળો છે. પાંચ સૌરવર્ષના ૬૦ મહિનાએને ૧ યુગસંવત્સર થાય છે.
વાવર્ષ–પખવાડીયાનો એક મહિને, એવા બાર મહિનાનું એક ચાંદ્રવર્ષ થાય છે. એને કાળ ૩૫૪ દિવસ (સૂર્યસિદ્ધાન્તને હિસાબે ૩૫૪ દિન, ૨૨ ઘડી, ૧૫લ, ૨૪ વિપલ) પ્રમાણ મનાય છે. તેના મહિનાઓ શુદિ એકમથી શરૂ થઈ અમાસે પૂરા થાય છે. અધિક માસ અને ચિત્રાદિ વર્ષારંભના હિસાબે આ માન્યતા વાસ્તવિક છે. ઉત્તર ભારતમાં મહિનાઓ વદિ ૧ થી ૧૫ સુધીના મનાય છે.
એક યુગસંવત્સરના સૌર માસ ૬૦ થાય, ત્યારે ચાંદ્ર માસ દૂર થાય છે. એટલે વધારાના બન્ને મહિનાને અધિકમાસ માની તે બને વર્ષને સરખાં કરવામાં આવે છે. એટલે તે યુગના વર્ષારંભમાં સૌર અને ચાંદ્ર એ બન્ને વર્ષો જોડાઈ જાય છે.
હિન્દુઓની ધાર્મિક ક્રિયાઓ આ ચાંદ્ર વર્ષના મહિના અને તિથિઓના હિસાબે આરાધાય છે. આથી સૌર પંચાંગમાં પણ સૌર દિવસોની સાથે ચાંદ્ર તિથિઓ લખવી પડે છે.
વાદસ્પતિરસંવત્સર–આ સંવત્સર બૃહસ્પતિ સંપૂર્ણ નક્ષત્રચક્રને ભોગવી લે ત્યાં સુધી એટલે “૧૨ વર્ષને હોય છે, જેના વર્ષો શ્રાવણ ભાદરવાના નામથી ઓળખાય છે (ચંદપન્નતિ ).ખાસ કરીને ગુરુ અસ્ત થયા પછી ઉદય પામે ત્યારે તે કૃતિકા, મૃગશિર્ષ વગેરે જે નક્ષત્ર ઉપર ઊગે છે, તે નક્ષત્રના નામ અનુસાર તે વર્ષ કાર્તિક, માગશર વગેરે નામથી ઓળખાય છે. પરંતુ આ સંવત્સરને પ્રચાર આજે દેખાતો નથી. - શનિવરિ–આ સંવત્સર શનિ ગ્રહ સંપૂર્ણ નક્ષત્ર ચક્રને ભોગવી લે, ત્યાં સુધીનો એટલે “ ૨૦ વર્ષ અને હોય છે (વરાત્તિ ). આનો પ્રચાર પણુ આજે દેખાતો નથી.
પ્રમવારંવત્સર-આ સંવત્સર બે પ્રકારની મળે છે— - ૧-બહસ્પતિ બાર રાશિ ઉપર ૩૬૧ દિન, ૨ ઘડી અને ૫ પલ સુધી રહે છે એટલે તે સૌર વર્ષથી ૪ દિવસ, ૧૩ ઘડી, ૨૬ પલ અને ૩૦ વિપળ ના હોય છે. ૮૫ વર્ષ એક સંવત્સરને ક્ષય કરવાથી તે બન્નેની સમાનતા થઈ જાય છે અને તેથી જ આ સંવત્સર બૃહસ્પતિની ગતિના આધારે લેવાય છે. આ બૃહસ્પતિ સંવત્સરનું ચક્ર ૬૦ વર્ષે પૂરું થાય છે. જેના નામે પ્રભવ સંવત્સર વગેરે મળે છે. T -પ્રભવાદિ સંવત્સર સૌરવર્ષના પ્રમાણને હોય છે, જે પ્રભવ, વિભવ વગેરે ૬૦ નામો વડે ૬૦ વર્ષ પર્યન્ત ચાલે છે. ત્યારબાદ પુનઃ પ્રભવ, વિભવ વગેરે નામથી તેનું બીજું ચક્ર ગણાય છે. ઈષ્ટગત સંવત્સરમાં ૧૨ મેળવી તેને ૬૦ થી ભાગવાથી શેષમાં રહેલ આંક પ્રમાણે પ્રભવાદિ સંવત્સરને આંક આવે છે.
સપ્તર્વિસંવત્સર સપ્તર્ષિના સાત તારાઓ અકેક નક્ષત્ર સો-સો વર્ષ સુધી ભગવે
For Private And Personal Use Only