________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬૬
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦–૧–૨
સૂતા હતા અને થાડા સુપ્ત અવસ્થામાં અને જાગૃતાવસ્થામાં આવ્યે કે તુરત જ ઉપર રહેલા ઘરના પાટડામાંથી જાણે અકસ્માત અવાજ આવ્યા કે ‘પડું છું, પડું છું.’ આવી ભયમય વાણી સાંભળતાં જ 'ત પડ' એમ ખેલી હું ત્યાંથી પલાયન કરી ગયા. ખીજે દિવસે પણ આ પ્રમાણે જ બન્યું. ત્રીજે ચેાથે દિવસે પણ એ જ થયું, એટલે ગ્રહકાર્યમાં નિમિત્તઆઓને તેમજ અન્યાને શાંતિ થાય તે માટે પૂજાપેા આદિ આપીને નાહકને જ દડાયેા, પણ કશું વળ્યું નહિ ! હે રાજન્ ! આ દુ:ખનું નિરાકરણ કરવામાં સાહસવીર એવા આપ જ સમર્થ છે, અન્યની અપેક્ષા વૃથા છે. આ વૃત્તાંત સાંભળી સારી રીતે પોતાના મનમાં ધારી, અને ઘરનું મૂલ્ય ત્રણ લાખ આપીને તે શેડને વિદાય કર્યાં અને સંધ્યાકાલના સમયે પેાતાના માનેલ ધવલહવાસમાં વિક્રમરાજા દૃઢ વિશ્વાસથી અને કુતૂહલ જોવાની અપેક્ષા રાખીને સુખથી સૂતા. રાત્રીના મધ્ય પહેાર થતાં અકસ્માત તામિ’ ‘હું પડું છું” એવી વાણી સંભળાવા લાગી. એ સાંભળી રાજા ખેાથ્યા, ‘સત્વ પત’ ‘તું જલ્દી પડે.' એવા અવાજ આવ્યું. આ જવાબ સાંભળતાંની સાથે જ ઉપરથી અધિષ્ઠાયક દેવતા પ્રેરિત સુવર્ણ પુરુષ નીચે પડયેા. વિચક્ષણ રાજા વિક્રમે તેને પકડી લીધેા અને પોતાના રાજ્યાવાસમાં સવિધિ સ્થાપત કર્યો અને પેાતાના બળથી એ પુરુષની સિદ્ધિ કરી. વિક્રમ રાજાની આ સિદ્ધિમાં મુખ્ય નિદાન તા સાહસ જ મનાય. આ સ્થાળમાં એ ધરના શ્રેષ્ઠીએ તે ‘શું પડશે’ એ વિચારની ભ્રાન્તિ અને ભયમાં જ ગૃહત્યાગ કર્યો, અને ઘરનાં ભારે ઉપદ્રવ માની રાજાને એ ધર સુપ્રત કર્યું. જ્યારે રાજા વિક્રમે પેાતાના સાહસથી એ ઘરમાંથી અમૂલ્ય લાભ મેળવ્યેા. રાજા વિક્રમના સ્મૃતિહાસને બારીકાઇથી જોઇએ તા આવા એક નહિ પણ સેકડે। પ્રસંગેા એવા મળે છે કે, જે ઘણાંખરાં સાહસિકતાથી જ પૂર્ણ કરેલાં છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બસ, જે માણસ વિક્રમ રાજાનેા સાહસિકતાને આ એક જ ગુણ મેળવે તે દુનિયામાં તેમના માટે અશક્ય અગર દુષ્ટ શું રહે ? અર્થાત્ ત્રણે ભુવનમાં તે જેતા અને નેતા ખતી શકે.
શ્રી જૈન સત્ય પ્રકાશના મે ઉપયાગી અ
[૧] ક્રમાંક ૪૩–જૈન દશ નમાં માંસાહાર હાવાના આક્ષેપાના યુક્તિ અને શાસ્ર દૃષ્ટિએ સચેટ જવામ આપતા લેખેાથી સમૃદ્ધ અંક, મૂલ્ય ૭–૪-૦.
[૨] ક્રમાંક ૪૫––કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના જીવનસંબધી વિવિધ લેખાથી સમૃદ્ધ અંક, મૂલ્ય ૦-૩-૦
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી, ઘીકાંટા-અમ વ
For Private And Personal Use Only