________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહસશૂર વિક્રમાદિત્ય
લેખક-કમાટી
-
-
ભૂમિપટના ભૂષણસમા અનેકાનેક નરવીરની જનેતા ભારતભૂમિ જગતના ઈતિહાસનાં સુવર્ણ પૃષ્ઠોમાં વિશ્રત છે. સંસારમાંના સર્વ જીવોમાં માનવજાતિનું સ્થાન સર્વોચ્ચિ અને સર્વાદરણીય છે. આ રીતે માનવજાતિને એટલી બધી ઉચ્ચ માનવાને ખાસ હેતુ તો એક જ નજરમાં આવે છે અને એ તે જ છે કે, અનેક સુગુણોના ભંડાર સમી પણ આ જ જાતિ છે. માનવામાં અનેક સુગુણોને સંચય હોવા છતાંય જે એક સર્વશ્રેષ્ઠ ગુણ ન હોય તો તે બધાય ગુણો, પાયા વિનાની સાત માળવાળી ઈમારતની જેમ, ખીલતા કે વધતા નથી. આદમી દાન દેવાની ભાવનાવાળો હોવા છતાંય જે તે લક્ષ્મીને ત્યાગ કરવાનું સાહસ ન કરે તે તે ભાવના, મનમાં પરણ્યા અને મનમાં જ રાંધ્યાની જેમ, હદયમાં જ સંકેલાઈ જાય. શીલવત પાળવાની ભાવનાનાળે સ્ત્રી ત્યાગની હિંમત ન રાખે છે તે ભાવના પણ જલપરપોટાની જેમ જ વિલયતાને પામે. તપભાવને ગમે તેટલી હોય, પણ જે માણસના મનમાં આહારને ત્યાગ કરવાની હિંમત ન હોય તે તે ગગનકુસુમની જેમ નિષ્ફલતાને જ પામે. ભાવના પણ હિંમત સિવાય ક્યાંથી સફળ થાય ? એટલા માટે સઘળાય ગુણોને ખીલવવા કે વધારવા માટે પહેલા દરજજાની ભૂમિ કહો, શકુનસંકેત કહે કે મંગલાચરણરૂપ કહે તો તે એક સાહસનો ગુણ જ ગણી શકાય.
આજે હું અવંતીપતિ વિક્રમ રાજાના અનેક ગુણો પૈકીને એક સાહસ ગુણ કેટલી ઉચ્ચ ભૂમિકાએ પહેઓ હતા તે દર્શાવવા ઈચ્છું છું. આ વિશ્વવિખ્યાત વિક્રમ રાજાને સભા ભરવાને ઘણો જ શોખ હતો. આવી સભામાં મુખ્યત્વે ભાગ ભજવનાર પંડિતવર્ગ સાથેના વિવિધ પ્રસંગોને વિનોદ હમેશાં ચાલ્યા જ કરતો. રાજા અને વિદ્યાવિનોદ એ સહજ વાત ન મનાય; રાજા અને વિલાસ એ તો નૈસંગિક સહયોગ અનુભવાય છે; પણ રાજા વિક્રમને માત્ર વિદ્યાવિનોદનો જ શોખ હતો. એટલું જ નહીં પણ નવા નવા લેકે સંભલાવનાર વિદ્વાનોને પારિતોષિક તરીકે હજારો લાખો નહિ પણ કરે સોના મહોર દેવાતી. ખરેખર, ભિક્ષુકના રૂપમાં રાજદ્વાર આગળ આવીને ઊભા રહેનાર સર્વજ્ઞપુત્ર તરીકે વિખ્યાત સિદ્ધસેન દિવાકરજી મહારાજને કાવ્યકલાના બદલામાં એક એક લેકના પારિતવિક તરીકે ચારેય દિશાનું રાજ્ય પ્રદાન કરનાર સાહસિકાગ્રણી આ વિક્રમરાજા જ પંકાએલે છે.
એક સમયે રાજા વિક્રમ પંડિતની સભા ભરીને બેઠે હતો, સભાની અંદર એ જ અવંતી નગરને વાસીદાંત નામને શ્રેષ્ઠી રાજસભામાં આવી, રાજાને યોગ્ય ભેંટણું ધરી, નમસ્કાર કરીને સવિનય કહેવા લાગ્યો કે, “હે સ્વામિન્ ! આપ ઘણુય દરિદ્રીઓનું દારિદ્ર ચૂરો છો, ઘણું હતાશોને ઉત્સાહી બનાવી આશાના શુભ કિરણેથી દીપ્તિમાન બનાવે છે, તે મારી પણ એક અરજ છે તે સાંભળી મારી નિરાશા દૂર કર. મેં એક સુંદર મહેલ બનાવ્યે છે. એ મહેલ બનાવવામાં સારામાં સારા કારીગરે રોક્યા હતા. મહેલ સુંદર થાય તે માટે દ્રવ્યનો વ્યય કરવામાં જરા પણ પાછી પાની નથી કરી. મકાન તૈયાર થતાં સુંદર મુહૂર્તમાં મહત્સવની સાથે તેમાં પ્રવેશ પણ કર્યો, પરંતુ કોઈ દુષ્ટ ગ્રહના ઉદયથી તે જ દિવસે રાત્રિના સમયે મધ્ય ભાગમાં એક સુંદર પલંગ ઉપર હું
For Private And Personal Use Only