________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ તેને પડુ પડું એવો અવાજ સંભળાય છે. રાજા કહે છે ભલે પડ! એટલે એક સુવર્ણ પુરુષ પડે છે. પણ તે શેઠને આપતાં કહે છે આ તમારા ભાગ્યનો છે. શેઠ ના પાડે છે અને સાથે જ પિતાની પદ્મિની કન્યા પણું પરણુવે છે. આ સાંભળી ભોજરાજ પિતાના મહેલે જાય છે.
૩૨ બત્રીસમી-છેલી પૂતળી--પઢિની ભોજરાજાને સિંહાસને બેસવાની ના પાડતાં કહે છે-ભોજરાજ, વિક્રમના જેવો કઈ થયો નથી ને થનાર નથી. તેમણે રાજ્ય તર્યું, દેશ તને, સામંત, કેશ, અશ્વ, પદાતિ, હસ્તિ, આદિ તજ્યાં; રાણુઓ, પુત્રવૃંદને દેવ શુદ્ધાં તયા, પણ સત્વ કદાપિ તજયું નહિ. અવન્તીમાં જે માલ આવતો તે પ્રજા ખરીદી લેતી, પરંતુ કોઈ ન ધે ત્યારે રાજા પોતે તે ખરીદાવી લેતા. એકવાર એક શ્રીમંત મનુષ્ય દારિદ્ય નામની લોહ પૂતળી વેચવા અવન્તીમાં આવે છે. એને કોઈ ખરીદતું નથી. રાજાને ખબર પડે છે એટલે તેના એક હજાર દીનાર ઠરાવી રાજા તે ખરીદી લે છે, અને ભંડારમાં મુકાવે છે. રાત્રે તેની રાજ્યલક્ષ્મી જતી જતી કહેતી જાય છે કે દારિદ્ધને રજા આપે. રાજા ના પાડે છે. રાજલક્ષ્મી જતાં વિવેક, લજજા, શાંતિ, કીર્તિ, સત્ય, સુખ, યશ એ બધાં જવા માંડે છે. એટલે સર્વ જાય છે. રાજા તેને ના પાડે છે. અને તરવાર લઈ મરવા ઉઘુકત થાય છે એટલે સત્ત્વ રહી જાય છે. સત્ત્વ રહેતા બધા ગુણો પાછા આવે છે, અને દારિદ્ર પિતાની મેળે શત્રુને ત્યાં ચાલ્યું જાય છે. હે ભોજરાજ ! આવાં ત્યાગ સાહસ અને ઔદાર્ય તારામાં છે ખરાં? વિક્રમાદિત્યના સત્ત્વની આ કથા સાંભળી ભોજરાજ પિતાના મહેલે જાય છે.
આ રીતે આ બત્રીસ પૂતળીઓની કથાઓ પૂર્ણ થતાં આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી કહે છે કે ક્ષેમકર મુનિએ રચેલું ચરિત્ર જેઈ સ્મરણ રહે તે પાટે મેં આ આખું ચરિત્ર પદ્યમાં રચ્યું છે. વિ. સં. ૧૪૯૦માં આ ચરિત્ર બનાવ્યું. જ્યાં સુધી પૃથ્વી, મેરુ, ચંદ્ર, તારા, સૂર્ય, ધ્રુવ, દિવસ અને રાત્રિ એટલા પ્રમાણે છે ત્યાં સુધી આ વિક્રમચરિત્ર પૃથ્વી ઉપર વંચાઓ અને વિજય પામો!
ખરેખર આ ચરિત્ર બહુ જ રસિક છે. ગ્રંથíની પ્રવીણતા અદ્દભુત છે. વાંચતાં મનમાં પ્રમોદ થાય છે, સાથે જ વિક્રમના ન્યાય, ધર્મ પ્રેમ, સાહસ, પરાક્રમ, ઔદાર્ય, ગાંભીર્ય, દાનશરતા આદિ ગુણો આપણને આકર્ષે છે. આ કથાઓ એકલી કથારૂપે ન વાંચતાં વિક્રમના ગુણોને પ્રતિબિંબિત કરનાર અરીસારૂપે વાંચવી જોઈએ. મંયકારે સ્થાને સ્થાન પર સુલલિત પદ્યો આપ્યાં છે તે પણ ચિત્તાકર્ષક અને પ્રમોદ આપે તેવાં છે. વાચકે તે વાંચી તેને લાભ લઈ તેવા થવા પ્રયત્ન કરે એ જ શુભેચ્છા છે.
For Private And Personal Use Only