________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય
- ૨૬૩ ૨૭ સત્તાવીસમી પૂતળી– ચંદ્રકાંતા ભોજને ના પાડતાં વિક્રમની પ્રશંસા કરે છે. વિક્રમાદિત્ય એક ઘુતકારની ઈચ્છા પૂર્ણ કરવા સાહસ કરી બે પહાડની વચ્ચેથી જલ લાવી પોતાના શિરનું બલિદાન આપી, દેવીને પ્રસન્ન કરી ઘુતકારને વરદાન અપાવે છે આ સાંભળી રાજા ભોજ પોતાના મહેલે ગયો. - ર૮ અઠ્ઠાવીસમી પૂતળી–પકાંતા ભેજને સિંહાસને બેસવાની ના પાડતા કહેવા લાગી, “આ સિંહાસન પર બેસવાની ઈચ્છા જ હોય તે વિક્રમાદિત્ય જેવો થાઓ.” એક વખત વિક્રમે દેવીના મંદિરમાં બલાત્કારે બલિદાન માટે લેવાઈ ગયેલા મનુષ્યને બદલે પોતે જ બલિદાન માટે હાજર થઈ તે મનુષ્યને બચાવ્યો. દેવી પ્રસન્ન થતાં સર્વ છે માટે અભયદાનની માંગણી કરી. દેવીએ એને સ્વીકારી. છેવટે વરદાન આપવા માંડયું તો પિતાની સાથેના ચાર માનવીઓને વરદાન અપાવો સુખી કર્યો.
૨૯ ઓગણત્રીસમી પૂતળી-સુરપ્રિયા ભોજરાજને ના પાડતાં કહે છે “એના ઉપર તે વિક્રમાદિત્ય જ શેભે, અન્ય નહિ. એક વાર એક જ્યોતિષી સામુદ્રિક શાસ્ત્ર ભણીને આવ્યો. અવન્તી બહાર તેણે એક બત્રીસલક્ષણ પુરૂષને દુઃખી અને લાકડાંનો ભારે ઉપાડતાં જે. સામુદ્રિકે અવન્તીમાં આવી રાજાના અંગે સામુદ્રિક જોવા માંડયું તો એકે લક્ષણ જ જણાયું નહિ. તેને થયું બત્રીસલક્ષણો દુખી છે અને આ નિલક્ષણી રાજા છે. સામુદ્રિક શાસ્ત્ર જ બેઠું છે. પછી તેને રાજાએ પૂછ્યું, ભાઈ, શું વિચાર કરે છે? તેણે વાત કરી. રાજા કહે છેસામાન્ય શાસ્ત્ર કરતાં વિશેષ બળવાન હોય છે. પછી સામુદ્રિક શોધી કાઢયું કે બત્રીસ લક્ષણાપુરુષને તાલવામાં કાક ચિહ્ન હોય તે તે દરિદ્ર રહે છે અને લક્ષણ રહિતના આંતરડાં કાબરચિતરાં હોય તો તે સુખી હેય. પેલા દરિદ્રીની પરીક્ષા કરી છે તે પ્રમાણે જ હતું. હવે રાજા પિતાની પરીક્ષા ખાતર આંતરડાં કાઢવા તૈયાર થાય છે. મુખ છેદી એટલે જતિષીએ ના પાડી અને કહ્યું આપનાં આંતરડાં કાબરચિત્રાં જ છે.” ભોજરાજ આ સાંભળી ચાલ્યો ગયો.
૩૦ ત્રીશમી પૂતળી-દેવાંગના રાજાભોજને સિંહાસને બેસતાં અટકાવી કહે છેઆ સિંહાસન પર ઈદ્ધ કે વિક્રમ સિવાય બીજો કોઈ બેસી શકે નહિ. એકવાર એક જ્યોતિષી રાજાને ભવિષ્યવાણી કહેતાં કહે છે કે હમણું મહાભય થશે. આ વખતે એક વિદ્યાધર પિતાની સ્વરૂપવતી સ્ત્રી રાજાને ભળાવીને જાય છે. આકાશમાં માયાથી બે વિદ્યાધરના યુદ્ધમાં એ સ્ત્રીના પતિનાં અંગોપાંગ કપાય છે. પેલી સ્ત્રી સતી થાય છે, પાછો વિદ્યાધર આવે છે અને સ્ત્રી માગે છે. બધી હકીકત જાણ્યા છતાં વિદ્યાધર કહે છે-મારી પત્ની તારા, અંતઃપુરમાં છે. રાજા કહે છે એમ બને તે હું માથું આપું, વિદ્યાધર માયાથી સ્ત્રીને લાવે છે. વિક્રમાદિત્ય માથું આપે છે. બસ ત્યાં તે દેવતા વિક્રમાદિત્યના સાહસ ઉપર આક્રીન પિકારી પુષ્પવૃષ્ટિ કરે છે. આ સાંભળી ભોજરાજ ચાલ્યો જાય છે.
- ૩૧ એકત્રીસમી પૂતળી--પદ્માવતી રાજા ભોજને કહે છે–હે રાજેન્દ્ર, આ સિંહાસને બેસે નહીં. એક ગૃહસ્થ પોતાનું મકાન નવું બંધાવી જિનમંદિરાદિથી વિભૂષિત બનાવે છે. શુભ મુહૂર્વે તેમાં જાય છે. પણ ત્યાં જ કંઈક-પડુ પડુ એવો અવાજ થાય છે. પોતે રાજા પાસે ફરિયાદે જાય છે. રાજા તે ખરીદી લે છે. પછી રાજા જ પિતે સૂવા જાય છે.
For Private And Personal Use Only