________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦–૧–૨
કહે છે-આ સિંહાસન તે! [સહની ગુફ્રા જાણવું. એના ઉપર તેા રાજા વિક્રમ જ શાભે. પછી પૂતળી શાલીવાહનની કથા કહે છે. રાન્ન વિક્રમ શાલિવાહનને ખેલાવવા દૂત મેકલે છે, શાલિવાહન નથી જતા, આખરે પ્રતિષ્ઠાનપુરના રાજા પાસે તેની માગણી થાય છે. છતાંયે તે નથી જતા એટલે વિક્રમાદિત્ય સૈન્ય લઇને આવે છે. શાલિવાહનને દેવતા સહાય કરે છે અને તેથી એ વિક્રમના સૈન્યને મૂતિ કરી દે છે. વિક્રમ રાજા વાસુકી નાગનું આરાધન કરે છે. નાગરાજ પ્રત્યક્ષ થાય છે અને તેને અમૃતકુપ દેવા પાતાલમાં લઈ જાય છે. વિક્રમ અમૃતકુપ લઇને આવે છે, ત્યાં રસ્તામાં શાલિવાહને માકલેલા છે ચાકરા અમૃતપતી યાચના કરે છે. મહાપરાપકારી વિક્રમ પેાતાના મૂôિત સૈન્યની પણ પરવા કર્યાં વગર યાચક્રને અમૃતપ આપે છે. વાસુકીનાગ વિક્રમની આ દાનશૂરતા જોઇ બીજો અમૃતકુપ આપે છે. વિક્રમાનું સૈન્ય જીવિત થાય છે અને શાલિવાહન રાજા પણ વિક્રમાદિત્યનું ઔદાય જોઇ તેની પાસે આવીને નમે છે. આ કથા સાંભળી ભાજરાજા નિરાશ થઈ પાો જાય છે.
આ પચીસમી કથામાં જરૂરી જ્યાતિષ જ્ઞાન ગ્રંથકારે આપ્યું છે. સક્ષેપમાં બહુ જ ઉત્તમ વસ્તુ રજી કરી છે, જેથી ગ્રંથકાર ઉત્તમ જ્યાતિષી હશે એમ સિદ્ધ થાય છે.
૨૫ પચીસમી પૂતળી-વિદ્યુત્પ્રભા કહે છે “જે વિક્રમાદિત્ય જેવા હોય તે અહીં બેસે. એક વાર એક અપૂર્વી જ્યાતિષર્વિદ્ પડિતે વિક્રમ રાજાને કહ્યું, અમુક યોગાથી બાર વર્ષને ભયંકર અકાલ માલવ દેશમાં પડશે. ચેમાસ આવે છે. વરસાદનું ટીપુંયે પડતું નથી. પ્રજામાં હાહાકાર મચી રહ્યો છે. દાન પૂજા આદિ થયાં. આખરે એક દેવે કહ્યું, પ ખત્રીસાનું બલિદાન આપવામાં આવે તે તે પ્રસન્ન થઇ વરસાદ વરસાવે. વિક્રમરાજા પર્જન્યદેવને આરાધી પેાતાનું બલિદાન આપવા જાય છે. ત્યાં દેવતા પ્રસન્ન વર્લ્ડ વરસાદ વરસાવે છે, યાગ લેપ થાય છે અને પૃથ્વી આખી જલમય થઈ સુકાળ થાય છે.” આ સાંભળી ભાજરાજ મહેલે જતે રહે છે,
દેવને
૨૬ છવ્વીસમી પૂતળી-આનંદપ્રભા ભોજરાજાતે ના પાડતાં કહે છે: “જોવિક્રમાદિત્ય જેવું સાહસ હાય તેા હે માલવેશ્વર ! આ સિહાસને સુખે બેસે. એક વાર ઈંદ્રે વિક્રમાદિત્યના સાહસની પ્રશસા કરી. એ દેવ તેની પરીક્ષા કરવા આવે છે. નગર બહાર વ્રુદ્ધ ગાયનું સ્વરૂપ બતાવે છે. ઠં‘ડી સખત પડે છે. સિંહગર્જના સામે થઈ રહી છે. ગાયને બચાવવા વિક્રમાદિત્ય ઊભા રહે છે. ઠંડીમાં પેાતાનાં વસ્ત્ર ગાયને એટાડે છે અને સિહુથી ગાયની રક્ષા કરે છે.
આ વખતે એક શુક આવી રાજાને કહે છે, એક ગાયને માટે તારું અમૂલ્ય જીવન શા માટે આપે છે ? વિક્રમ કહે છે, શુકરાજ તમે તમારા સ્થાને જાએ. આ ગાયની રક્ષા માટે મારા પ્રાણ આપીશ. છેવટે દેવતા પ્રસન્ન થઈ કામદુધા ગાય વિક્રમને ભેટ આપે છે. વિક્રમ કામદુધા લઈ મહેલે જાય છે. ત્યાં રસ્તમાં એક ગરીબ બ્રાહ્મણ યાચના કરે છે અને થાળુ વિક્રમ એ ગાય બ્રાહ્મણને દાનમાં આપી દે છે.” ભોજરાજ વિક્રમનું આ ઔદાર્ય સાંભળી મહેલે ચાલ્યે
જાય છે.
For Private And Personal Use Only