________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| [ ૨૬૧
વિક્રમ–વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય દિત્ય એક ગ્લૅક સાંભળી વિદેશમાં જાય છે. ત્યાં અદ્દભુત આશ્ચર્ય અને અનેક તીર્થો જેતે પદ્મપુરનગરમાં જાય છે. ત્યાંના જિનમંદિરમાં વર્ધમાન જિનને નમી રંગમંડપમાં જાય છે. ત્યારે ત્યાં ચાર કાપેટિકે, ચાર ચાર દિશાઓમાં ફરીને આવ્યા છે તે દરેક પોતપોતાનાં આશ્ચર્ય કહે છે. તેમાં ચોથ કહે છે- એક અદ્દભુત ગીંદ્ર છે, પણ હું તેમની પાસે જઈ શકયો નહિ, ત્યાં જવામાં બહુ કષ્ટ છે. રાજા વિક્રમ ત્યાં જાય છે અને યોગીરાજને નમન કરે છે. આથી યોગીરાજ વિક્રમ ઉપર પ્રસન્ન થઈ અદ્દભુત શક્તિવાળા સિદ્ધદંડ, કંથા, અને ચાંખડી આપે છે. રાજા એ લઈ અવંતીમાં આવે છે. રસ્તામાં એક રાજવીને મત્યુ પામતે જોઈ તેને બચાવી રાજ્ય મેળવવા ઉપર્યુક્ત ત્રણે વસ્તુઓ દાનમાં આપી દે છે. ધન્ય છે તેની દાનવીરતાને !” આ સાંભળી ભેજરાજ પિતાના મહેલે જાય છે.
૧૧ એકવીસમી પૂતળી–-લાવણ્યવતી રાજા ભોજને વિક્રમના સિંહાસન પર બેસવાની ના પાડતાં કહે છે-“જે વિક્રમાદિત્યના જેવો ઔદાર્ય ગુણ હોય તો આ આસને બેસે. રાજા વિક્રમ મંત્રીપુત્રના કહેવાથી એક જિનમંદિરમાં જાય છે. ત્યાં અણિમા, મહિમા, લધિમાં, ગરિમા, ઈશિત્વ, વશિત્વ, પ્રાકામ્ય, પ્રભુતા, નામની આઠ મહાસિદ્ધી દેવીઓ દર્શને આવે છે. વિક્રમ પણ તેમની પાછળ જઈ ઉકળતા તેલની કઢાઈમાં દેવીઓની પાછળ પડે છે. ત્યાં તો દેવતા હાજર થાય છે. દેવીએ પ્રસન્ન થઈ રાજાને મહાપ્રભાવશાલી આઠ રત્નો આપે છે. રાજા તે લઈ અવંતી તરફ આવે છે. રસ્તામાં એક દારિદ્રશેખર પંડિત, દારિદ્રયના તાપથી તાપિત થઈ ઘર બહાર નીકળ્યો છે. તે રાજાને મળે છે. રાજા એ આઠ રત્નો તેને ભેટ આપી દે છે.” આ સાંભળી રાજા ભેજ જતો રહે છે.
૨૨ બાવીસમી પૂતળી--સૌભાગ્યમંજરી પૂતળી રાજાને કહે છે, “તમે જે વિક્રમાદિત્ય જેવા હે તે સુખે આ સિંહાસન પર બેસે. રાજા વિક્રમાદિત્ય બ્રમણ કરતે એક દિવસ ઋષભદેવ પ્રભુના મંદિરમાં ગયા છે. ત્યાં એને એક પરદેશી મિત્ર મલે છે, જે એક રાજા છે. બન્નેને પરિચય થાય છે. પરદેશી રાજા વિક્રમને કામાખ્ય દેવીની કથા કહે છે અને ત્યાં રહેલ રસકુપિંકા લેવા પિતે ગયાની અને તે પ્રાપ્ત ન થઈ તે વાત જણાવે છે. વિક્રમ તે માટે ત્યાં જાય છે અને પિતાનું બલિદાન આપવા તત્પર થાય છે. છેવટે દેવી પ્રસન્ન થાય છે, અને રસસિદ્ધિ પિતાના મિત્રને અપાવે છે.” ભોજરાજ આ સાંભળી ચાલ્યા જાય છે.
ર૩ તેવીસમી પૂતળી– ચંદ્રિકા કહે છે-“હે ભોજ રાજા ! તમારે અહીં બેસવું યોગ્ય નથી. રાજા વિક્રમ જૈનધર્મનો પરમ ઉપાસક બને છે, નિરંતર જિનપૂજા, તત્ત્વશ્રવણ, સાધુસંગ, દાન, દયા આદિ કરે છે. એક વાર સુરેંદ્ર તેની પ્રશંસા કરતાં કહે
ત્રણ જગતમાં વિક્રમ જેવો સાહસી, પરાક્રમી, દાનેશ્વરી, ધર્મપરાયણ બીજા કેઈ નથી.” ઇન્દ્રનું આવું વચન સાંભળી એક દેવ તેની પરીક્ષા કરવા નીચે આવે છે રાજાને દુઃસ્વપ્ન આપે છે. રાજા રાજભંડારનું દાન કરે છે અને છેવટે રાજ્ય પણ બીજાને આપી પોતે ચાલી નીકળે છે. દેવતા રાજાનું આ સાહસ જોઈ પ્રસન્ન થઈ રાજાને તેનું રાજ્ય પાછું આપે છે.” આ સાંભળી ભોજરાજ મહેલે ચાલ્યો જાય છે. - ૨૪ ચોવીસમી પૂતળી–હંસગમના ભોજરાજાને સિહાસને બેસવાની ના પાડતાં
For Private And Personal Use Only