________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ આભૂષણ, ધાન્યસંચય, પાંડિત્ય, ભૂજબલ, વકતૃત્વ, કુલ અને ઉત્તમ ગુણ એ બધાં શા કામનાં જે સંસારરૂપી કારાગૃહમાંથી આત્માને છોડાવ્યો નહિ તો ?” આ સાંભળી રાજા વિરાગ પામે છે અને પંડિતને પાંચસો ગામ અને સલટી સુવર્ણ દાનમાં આપે છે. આ સાંભળી ભેજ રાજા ચકિત થઈ રાજમહેલે ગયે.
૧૭ સત્તરમી પૂતળી–એક વાર રાજા ભોજ છાને માને સિંહાસને બેસવા જાય છે ત્યારે પ્રભાવતી પૂતળી કહે છે– હે માલવાધીશ! આજે ચેરની પેઠે કેમ આવ્યો છે? આમ કહી એક ધૂત વણિકની, દેવોને પણ ઠગ્યાની, રસપ્રદ કથા કહે છે. પછી રાજા વિક્રમે એક ભાટને અદ્દભુત દાન આપ્યું તે કથા કહે છે. આ ભાટ પૃથ્વીમાત્રનું ઋણ છેદનાર, દ્રારિદ્રને તાપ ઓલવનાર, પિતાના જીવનને પણ આપી દેનાર, શત્રુને પણ સમૃદ્ધિ આપનાર વિક્રમ રાજાની સ્તુતિ ચંદ્રશેખર રાજા પાસે કરે છે. ચંદ્રશેખર રાજા દેવીને આરાધી વિક્રમ જેવા થવાનું વરદાન મેળવે છે. દેવી તેને એક શરતે વચન આપે છે કે તારે રોજ અગ્નિમાં બળવું. રાજા વિક્રમ પિતાના પ્રતિસ્પર્ધિની આ વાત સાંભળી પિતે આવી અગ્નિમાં બળવાનું દેવી પાસે બંધ કરાવે છે અને પ્રતિસ્પદ્ધિને પણ ગુણી બનવામાં સહાયક થાય છે. હે રાજા ભોજ ! આ ગુણ તારામાં છે? આ સાંભળી ભોજરાજ ચાલ્યો જાય છે.
૧૮ અઢાર 1 પૂતળી–આ ચંદ્રમુખી નામની પૂતળી પણ રાજા ભોજનેસિંહાસન પર બેસવાની મના કરતાં કહે છે:-“હે માલવ ભૂપાલ! તારે આ આસનને તો અડકવું પણ નહિ.” પછી પૂતળી–રાજા વિક્રમે એક અદ્દભૂત સરોવરમાં જઈ, સૂર્યના સ્થંભ ઉપર ચઢી તેની પ્રસન્નતાથી, મળેલા બે ઉત્તમ કુંડલ કે જેમાંથી રોજ બે ભાર સુવર્ણ મલે તેમ હતું, એવાં ઉત્તમ કુંડલે પણું યાચકને આપી દીધાં, એ કથા કહે છે. એ સાંભળી ભેજરાજા મહેલમાં જાય છે. - ૧૯ ઓગણીસમી પૂતળા–અનંગધ્વજા રાજા ભોજને ના પાડતાં કહે છે વિક્રમાદિત્ય જેવા ગુણ તમારામાં હોય તે બેસો. વિક્રમ રાજા મહાપરાક્રમી, સત્યવકતા, ધર્મનિષ્ઠ અને દાતા હતો. તેના રાજ્યમાં પાત્રને દાન, દીનને મદદ અને અતિથિને સત્કાર મળતો. સર્વત્ર દારિદ્રનો નાશ થઈ ગયો હતો. એક વાર એક મહર્ષિ રાજા પાસે આવી કહે છે કે એક વરાહ અમારા આશ્રમ, યજ્ઞકુંડે, ઉદ્યાનનો નાશ કરે છે તેથી અમારું રક્ષણ કર. રાજા આ સાંભળી ત્યાં જાય છે. વરાહ નાસે છે અને પાતાલમાં જાય છે.
ત્યાં બધા દેવો મળે છે. છેલ્લે બલિરાજા મળે છે. વિક્રમને ઓળખી પિતાના અર્ધ સિંહાસન પર બેસાડી હર્ષથી તેની ખૂબ પ્રશંસા કરી તેને શીધ્રસાયનરૂપ રસ, જેનાથી સુવર્ણ અને નિરોગતા થાય તે આપે છે. રાજ આ લઈ પાછો આવે છે. રસ્તામાં ચાચકને જોઈ આ અણમૂલ વસ્તુ વાચકને આપી દઈ પ્રસન્ન મને ઘેર આવે છે.” રાજાભોજ વિક્રમાદિત્યનું આ સાહસ અને દાનગુણ સાંભળી પાછો આવે છે. - ૨૦ વીસમી પૂતળી--રાજાભોજને કુરંગનયના પૂતળી કહે છે, “હે સ્વામિન! આ સિંહાસન પર તારે બેસવું યોગ્ય નથી. વિક્રમાર્ક ભૂપાલને ઇન્ડે આ સર્વતોભદ્ર નામનું આસન આપેલું છે. આ સિંહાસન ઉપર વિક્રમાદિત્ય વિના અન્ય શેભે તેમ નથી. વિક્રમા
For Private And Personal Use Only