________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦-૧-૨
राज्यं ६० वर्षाणि दधिवाहनराज्यं ४० | तदा ४१६। तदा च देवपत्तने चंद्रप्रभजिनभुवनं भविष्यति । अथ, गर्द भिल्लराज्यं वर्ष ४४ तदनु वर्ष ५० शकवंशा राजानो जीवदयारता, जिनभक्ताश्च भविष्यन्ति । श्रीवीरात् ४७०
66
कालंतरेण केण वि, उप्पाडित्ता : सगाण तं वंसं । होही मालवराया, नामेणं विकमाइच्च ॥ १ ॥ तो सत्तनवर ९७ वासा पालेहि विकमा रज्जं । अरिणत्तणेण सो विहु, विहए संवच्छरं नियं ॥ २ ॥ संवच्छरं तुलत्तं तस्मि सययंमि गणनाह । श्रीविरात् ५५० विक्रमवंशः, तदनु वर्ष ३८ शून्यावंशः श्री वीरात् ६०५ शकसंवत्सरः । इति मेरुतुंगाचार्यविचारश्रेणी |
આ ગાથાઓ પ્રમાણે શકાનેા નાશ કરી માલવામાં વિક્રમ રાજા થશે, પૃથ્વીને અટ્ટણી કરી પેાતાના નામને સંવત્સર ચલાવશે, તેમજ વી. સં. ૬૦૫ માં શક રાજા થશે.
[૪]વિક્રમાદિત્યની યશોગાથા
આપણે વિક્રમાદિત્યચરિત્ર અને તેના અસ્તિત્વ માટે મળતી ઐતિહાસિક સામગ્રીનું નિરીક્ષણ કરી ગયા. હવે તેના યશદેહ જોઇએ. આજે વિક્રમાદિત્યનું અસ્તિત્વ નથી, પરન્તુ તેને યશદેહ તે સમસ્ત ભારત વ્યાપી વિદ્યમાન જ છે. શકરાજાઓની-વિદેશીઓની ધુંસરીમાંથી ભારતને આઝાદ બનાવનાર રાજવી તરીકે તેનું મહત્ત્વ જેવું તેવું નથી. જે વખતે ભારત ઉપર વિદેશીઓના દાર જામતા જતા હતા અને નાનાં રાજ્યેા જુદાં જુદાં વહેંચાઈ ગયાં હતાં તે વખતે વિદેશીઓને હાંકી કાઢી ભારતને એક તે અખંડ બનાપવાની ૫ના આ વીર પુરુષને થયેલી.
αγ
આ સિવાય તેનાં દાન, પરાક્રમ, સાહસ અને પરદુઃખભંજનપણાની કથાએ સમસ્ત ભારતવ્યાપી બની છે તે પણુ એ જ સૂચવે છે કે તેની કાઔંદી બહુ જ યશસ્વી અને ઉજજવલ હતી. વિક્રમાદિત્ય માટે અનેક ભાષાઓમાં અનેકવિધ સાહિત્ય ઉપલબ્ધ થાય છે. તેના નામ પાછળ ચમત્કાર, આશ્રય અને સાહસની અનેક કથાઅે સંસ્કૃત, પ્રાકૃત, મરાઠી, ગુજરાતી આદિ અનેક ભાષાઓમાં વિદ્યમાન છે. અને એટલે જ આજના ઇતિહાસને એમાથી નક્કર ઇતિહાસ શોધતાં મુંઝાય છે.
મત્રોશ પૂતળીઓની કથાઓના સક્ષેપ
શ્રી રામચંદ્રસૂરિકૃત 'વિક્રમચરિત્ર'માં ખત્રીશ પૂતળીઓએ ધારાપતિ ભાજતે સિંહાસન પર બેસવાની ના પાડી અને વિક્રમાદિત્યના જેવા થવા જણાવ્યું છે. હવે વિક્રમાદિત્ય કવા ગુણુસ'પન્ન છે તે વર્ણવવા સાથે ક્યાંક ક્યાંય ઇતિહાસ અને ભૂગોળ ઉપર પ્રકાશ ફેંકનારી વાત પણ જણાવી છે, જે હું અતિસંક્ષેપમાં અનુક્રમે પૂતળીવાર રજુ કરુ છું.
૧. પહેલી પૂતળી—આનું નામ જયા છે, તે રાખ્ત ભેજને કહે છે કે આ સિંહાસનનાં અમે સૌં અધિષ્ઠાતા છીએ, માટે દેવાધિકૃિત આ સિંહાસન પર તમારે બેસવું યુક્ત નથી. “કાઇ સામાન્ય રાજા કિંચિત ભાગ્યયુક્ત હાય, કે એકાદ દેશની પ્રભુતાવાળા હાય તે અત્ર એક શિયાળ જેવા હાઈ ખેસવા યોગ્ય નથી.” આ પછી ભેાજરાજા પોતાની
For Private And Personal Use Only