SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય [ ૨૫૫ બતાવે, અને શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિબ પ્રગટાવ્યું ત્યાર પછી જ રાજાની જેનધર્મ ઉપર શ્રદ્ધા થઈ છે. તેણે અનુક્રમે ધર્મમાં સ્થિર બની બાર વૃતાદિ લીધા અને શત્રુંજયનો સંધ કાઢો, તીર્થોદ્ધાર પણ કરાવ્યું, જેનધર્મનો સારી રીતે પ્રચાર કર્યો, જેથી આકર્ષાઈને જ જૈનાચાર્યોએ તેમનાં વિસ્તૃત જીવન ચરિત્રો લખ્યાં જે આજે પણ આપણને આફ્લાદ ઉપજાવે છે અને રાજાના ગુણ તરફ આકર્ષે છે. હવે આપણે વિક્રમના નામના જે પ્રાચીન શિલાલેખ મળે છે તે જોઈ લઈએ– ૧. પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ બીજા (મૃ. ૧૮૩)માંને હસ્તિકંડીને આ લેખ છે, આ સ્થાન પણ પ્રાચીન છે. લેખ આ પ્રમાણે છે– સંવત ૯૭૩ ના આષાઢ માસમાં આ પ્રમાણે વિદગ્ધરાજાએ શાસનપત્ર કર્યું હતું અને સં. ૯૯૬ ના માઘમાસની વદિ ૧૧ ના દિવસે મંમટ રાજાએ ફરી તે કર્યું હતું (પૃ. ૨૦૭ વિવેચન). મૂલ લેખ નીચે પ્રમાણે છે.– रामगिरिनंदकलिते विक्रमकाले गते तु शुविमा से] [श्रीम] द्वलभद्रगुराविदग्धराजेन दत्तमिदम् ॥ १९ ॥ नवसु शतेषु गतेषु षण्णवतीसमधिकेषु माघस्य । कृष्णैकादश्यामिह समर्थितं ममटनपेन ॥ २० ॥ ૨. બીજો લેખ જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભા-૧ માંને કડીની ધાતુપ્રતિમા ઉપર છે, જે શક સંવત ૯૧૦ ને છે. આ લેખ અહીં બહુ ઉપયોગી નથી, પણ શક પહેલાં વિક્રમાદિત્ય થયેલ છે તે સમજવા પૂરતો આ લેખ છે. શકસંવત ૯૧૦ ગણોનાની ફીમાજિ.પäિgwrળ (પૃ. ૧૩૨) બીજા કેટલાક ઉપયોગી ઉલેખો આ પ્રમાણે મળે છે૧. સિરિદુસમકાલસમણુસંધથય (કર્તા શ્રી ધર્મઘોષસૂરિ)ની અવચૂરિમાં– ગર્દ (ભિલ)નિવસુત વિક્રમાદિત્ય૬૦, ધર્માદિત્ય ૪૦, ભાઈલ્લ ૧૧, આમાં ગણુધરાવલી અને રાજ્યાવલીનાં મેળવી ૫૮૪ વર્ષ ગણવ્યાં છે. વચ્ચે ધર્માચાર્યના શિષ્ય સિદ્ધસેનને પ્રભાવક તરીકે વર્ણવ્યા છે. આ કયા સિદ્ધસેન એ વિચારવા જેવું છે. २. पंचसए पणसीए विकमकालाउ डु (झ) त्तिअथमिओ। हरिभद्धसूरिसूरा, भविआणं दिसउ कल्लाणं ॥ જે વિક્રમ પછી ૫૮ વર્ષે આચાર્ય શ્રી હરિભદ્રસૂરિરૂપી સૂર્ય આથો (સ્વર્ગવાસ થયો) તે આચાર્યશ્રી ભવિ જીવોના કલ્યાણ માટે થાઓ. (પઢાવલીસમુચ્ચય પૃ. ૧૭–૧૮) ૩. જે સ્ત્રો વગેરે ત્રણ પ્રચલિત ગાથાઓ મુજબ પાલકનાં ૬૦, નરનાં ૧૫૫, મૌર્યનાં ૧૦૮, પુષ્યાંમત્રનો ૩૦, બલમિત્ર-ભાનુમિત્રનાં ૬૦, નહપાન ૪૦ ગઈ. ભિલ્લ ૧૩, શક ૪ મળી કુલ ૪૭૦ વર્ષ થાય છે. આ ગણના મુજબ છેલ્લા શક રાજાને હરાવી વીરનિર્વાણુ સં. ૪૭૦ માં વિક્રમ ગાદીએ બેઠો અને ત્યારથી વિક્રમસંવચ્છર શરૂ થયો. પટ્ટાવલીસમુચ્ચય ભા. ૧ ના પરિશિષ્ટ ત્રીજામાં રાજ્યત્વકાલગણના આપી છે श्रीवीरनिर्वाणत् विशालायां पालकराज्यं २० वर्षाणि एतेन सहितं सर्वनंदराज्यं १७८ । १०८ वर्षाणि मौर्यराज्ये, वर्ष ३० पुष्यमित्राणां, बलमित्र-भानुमित्र For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy