SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય [ ૨૫૩ તેમણે ખારવેલની ગુફાના લેખના આધારે ખૂબ પ્રમાણ પૂર્વક સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે કે વિ. સં પૂર્વે જ નહિ પરંતુ ૪૮૮ વર્ષ પૂર્વે શ્રી વીરનિર્વાણ થયું છે, કારણ કે પટ્ટાવલી વગેરેમાં જે ૪૭૦ વર્ષ લખ્યાં છે તે વિક્રમને રાજ્યારોહણ સુધીનાં નથી, પરંતુ જન્મ સુધીનાં છે. વિક્રમ પિતાના જન્મથી ૧૮મે વર્ષે ગાદીએ બેઠે હતો અને ત્યારથી તેને સંવત ચાલ્યો છે. તેથી વિક્રમ સંવતની શરૂઆત પહેલાં ૪૮૮ વર્ષ ઉપર મહાવીરનું નિર્વાણ થયું હતું એ સિદ્ધ થાય છે. વળી તેઓ લખે છે કે “બ્રાહ્મણ સામ્રાજ્ય” નામના મહારા લેખમાં મહે સાબીત કર્યું છે કે જેનો વિક્રમ નામથી સાતકણું બીજાને ઓળખે છે, (જે નહપાનને તાબે કરનાર હતો) કે જે લગભગ ઈ. સ. પૂર્વે ૫૭ વર્ષે મૃત્યુ પામે; અથવા તો તેનો પુત્ર પુલુમાયિ કે જે તેના પછી તે જ વર્ષે ગાદીએ બેઠા. અને મહારા પિતાના મત પ્રમાણે તો હવે પુલુમાયિ એ જ જેનો ખરો વિક્રમ છે. (કારણ કે લેકમાં તેનું બીજું અને ઘણું કરીને વધારે પ્રચલિત નામ “વિલવય” હતું (કરૂ=રાજા), સરખાવો સિક્કાનું નામ “વિવિલક' (A) વિલવ’ (I) પુરાણોનો વિલક (W. And. H. V. p. 452 n). આ જ વિલવ (વિડવ) અથવા પિલવને, ૬, “લ” (૩) થઈ ગયેલે સમજી જેનેએ તેને વિક્રમ કરી નાખ્યો છે. માલવાના કાર્તિકદિ (કૃષિ) સંવતના પહેલા વર્ષો અને વિલવના રાજ્યારોહણનો સમય એક હોવાથી, અથવા ઘણું કરીને તેઓને પરસ્પર સમાન કાલ હેવાથી તે બન્ને એક જ હોય એમ માની લેવામાં આવ્યું છે. પ્રોફેસર જાયસવાલ આ પછી જેની માન્યતાનુસાર વીરનિર્વાણ પછી ૪૭૦ વર્ષ વિક્રમ થયો તે ગાથાની સંકલના મેળવે છે, અને લખે છે કે - ગાથા મહાવીરના નિર્વાણનું વર્ષ (૧૭+૫૮+૪૭૦) ઈ. સ. પૂર્વે ૫૪૫ મું આપે છે, કે જેને જેને મહાવીર પછી ૪૭૦ વર્ષે વિક્રમજન્મ અને તેના ૧૮ મા વર્ષે વિક્રમરાજ્ય પ્રારંભ એમ જણાવે છે. મહાવીર કાતિક વદી ૧૫ ને દિવસે નિર્વાણ પામ્યા અને વિક્રમના કાર્તિકાદિ સંવતની શરૂઆત થઈ તે વચ્ચે ૪૭૦ અને ૧૮ વર્ષ પૂરેપૂરાં પસાર થઈ ગયાં હતાં. છેલ્લે આ લેખને અન્ને વિદ્વાન પત્રસંપાદક મહાશય નોંધ લખે છે કે " महावीरनिर्वाण और गर्दभिल्ल तक ४७० वर्षका अन्तर पुरानी गाथामें कहा हुआ है કિરે ફિવર શૌર જેતપર ને સૂવા માતે હૈ I x x x સે સિદ્ધ હૈ કિ ૪૭૦ वर्ष जो जैन निर्वाण और गर्दभिल्ल राजाके राज्यान्त तक माने जाते हैं वे विक्रमके जन्म तक हुए (४९२-२२ +४७०) अतः विक्रमजन्म (४७० म. नि.) में १८ और जोडने से निर्वाणका वर्ष विक्रमीय सवतकी गणनामें निकलेगा अर्थात् (४७०+१८) ४८८ वर्ष विक्रमसंवत्से पूर्व अर्हन्त महावीरका निर्वाण हुआ." લેખ પૃ. ૨૦૪ થી પૃ. ૨૧૨ સુધી છે. આ સંબંધી વિદ્વાન ઈતિહાસપ્રેમી પં. શ્રી. કલ્યાણવિજયજી મહારાજ પણ પિતાના “વીરનિર્વાણુસંવત ઔર જેન કાલગણના” નામક વિસ્તૃત લેખમાં લખે છે કે કાલિકાચાર્યજીએ ગર્દભિલ્લને શક દ્વારા હરાવ્યા પછી તેમના ભાણેજ બલમિત્ર ભાનુમિત્ર, કે જેઓ આ યુદ્ધમાં પણ સાથે હતા, તેમણે શકેએ અવનતીમાં ચાર વર્ષ રાજ્ય કર્યા પછી, શકેને યુદ્ધમાં હરાવી ઉજ્જયિનીપર કબજે લીધે. શકેએ ગઈભિલને For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy