________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૨૫૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ કમાંક ૧૦૦-૧-૨ વિદુરસત્તરે થરા વિરનો કાળો ાર ૭મા (નરંવય કર્ધ) વીરનિર્વાણુસંવત ૪૭૦ માં વિક્રમ રાજા થયો. તેમજ "विक्कमरजाणंतर तेरसवासेसु वच्छरपवित्तो। सुन्नमुणिवेयजुत्तो विक्कमकालाओ जिणकालो ।
વિક્રમના રાજ્ય પછી તેર વર્ષ પછી સંવત્સર શરૂ થયો. વીરનિર્વાણ પછી ૪૭૦ વષે વિ. સં. શરૂ થયો. આ જ વસ્તુને સિદ્ધ કરનારી બે ગાથાઓ દિગંબર ગ્રંથમાં પણ ઉપલબ્ધ થાય છે.
१पणिवाणे वीरजीणे छवाससदेसु पंचवरिसेसु ।। પુનાણુ , સગા વાળિ અવા (
તિયપત્તિ). વીરનિર્વાણ પછી ૬૦૫ વર્ષ અને પાંચ મહિના પછી શક રાજા થયો (અથવાથી ગ્રંથકાર બીજા મતે રજુ કરે છે. પણ અહીં તે બિનઉપયોગી છે.)
આ જ વાત સિદ્ધાંતચક્રવર્તી આ. નેમિચંદ્રજી પોતાના તિલેયસારમાં કહે છે “पणछस्सयवस्सपणमासजुदंगमीयवीरणिव्वुइदो सगराजो"
વીરનિર્વાણ પછી ૬૦૫ વર્ષ અને પાંચ માસ પછી શક રાજા થશે. (ઉત્તરાર્ધમાં કી રાજાનો ઉલ્લેખ છે જે અહીં અનુપયોગી છે.)
શકસંવત ૧૩૫ વર્ષ પૂર્વ વિક્રમ સંવત શરૂ થયો છે. ૪૭૦+૧૩૫=૬૫ થાય છે. એટલે શકસંવત પહેલાં ૧૪૫ વર્ષ પૂર્વે વિક્રમસંવત્સર ચલાવનાર રાજા થયો હતો એ તે બરાબર સિદ્ધ જ છે.
શ્રીયુત વેંકટેશ્વર કેટલીક પ્રાચીન જૈન ગાથાઓના આધારે વીરનિર્વાણ સં.૪૭૦ વર્ષ પછી વિક્રમ સંવત શરૂ થયાનું સ્વીકારે છે. એ જ પ્રાચીન ગાથાઓ અને જૈનાચાર્યોના મતને શ્રી. કે. પી. જયસ્વાલ પણ માને છે અને તે સંબંધી તેમનું ભવ્ય હું અડી આપું છું. તેમજ સાથે તંત્રીનેધ પણ જેમની તેમ આપું છું. સુજ્ઞ વાચકે જોઈ શકશે કે જૈનાચાર્યોએ જે સાલવારી આપી છે તે તદ્દન સાચી છે.
શ્રી. જાયસવાલ ૪૭૦ માં ૧૮ વર્ષ ઉમેરવાનું જણાવે છે. અને તેનું કારણ આપતાં તેઓ એમ કહે છે કે ૪૭૦ માં વિક્રમાદિત્યનો જન્મ થયો અને ત્યાર પછી ૧૮ વર્ષે તેણે સંવત ચલાવ્યું. પણ આપણે આ વિવાદાસ્પદ મુદ્દા તરફ અત્યારે લક્ષ ન આપતાં વીર સં.૪૭૦ પછી વિક્રમાદિત્ય થયો અને તેણે સંવત્સર ચલાવ્યો એટલું જ લક્ષમાં લેવા જેવું છે.
જેન સાહિત્ય સંશોધક વર્ષ ૧ અંક ૪, પૃ. ૨૦૪ માં, મહાવીરનિર્વાણને સમયવિચાર શીર્ષક જાર્લ ચારપેટિયરને “ઇડિય એન્ટીકરી” ૧૯૧૪ ના જુન જુલાઈ અને ઓગસ્ટ માસના અંકમાં લેખ છે, તેમાં મહાવીરનિર્વાણ વિક્રમ સંવત પૂર્વે ૪૭૦ વર્ષે નહિ પરંતુ ૪૧૦ વર્ષે (ઈ.સ.૪૬ ૭ પૂર્વે) થયું હતું અને પરંપરા પ્રમાણે જે ગણના ગણવામાં આવે છે તેમાં ૬૦ વર્ષ વધારે છે, તે કમી કરવાં જોઈએ એમ જણાવ્યું છે. " કે. પી. જાયસ્વાલે ઈ. સ. ૧૯૧૫ ના રીસા રીસર્ચ સોસાયટીના સપ્ટેમ્બર માસના જર્નલમાં શૈશુનાક અને મૌર્યકાલગણનાના લેખમાં ૬૦ વર્ષ કમી કરવાના નથી એમ સિદ્ધ કર્યું છે, જેમાં તેમણે જૈન બૌદ્ધ અને હિન્દુ ગ્રંથના પ્રામાણિક આધાર રજુ કર્યા છે.
૧૫ “વીરનિર્વાણુસંવત ઔર જેન કાલગણના” લે. પં. શ્રી. કલ્યાણવિજયછે.
For Private And Personal Use Only