________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦ ]
શ્રી જેન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦–૧-૨ આ પ્રસંગ નિર્ણયસાગર પ્રેસ મુદ્રિત પુસ્તકના પૃ. ૫૬૬ થી ૫૯૬ સુધીમાં પાંચતરંગમાં આપેલ છે. આખી કથામાં સ્ત્રીચરિત્ર, કુતૂહલ, સાહસ, પરાક્રમ ચમત્કારની જ વાત છે. ખાસ ત્રીચરિત્રો વધુ છે.
૩. જ્યોતિર્વિદાભરણુ જ્યોતિષને ગ્રંથ છે, જે વિક્રમ સંવત ૨૩ માં બન્યાની માન્યતા છે. એ ગ્રંથની માન્યતા મુજબ “વિક્રમાદિત્ય મહાપરાક્રમી, પરદુઃખભંજન અને પરમ દાનવીર રાજા થયો છે. તેની પાસે ત્રણ કોડની પાયદળ સેના, એક કરોડ ઘેડેસ્વાર, ચાર લાખ નૌકાસેના અને ૨૩૦૦ હાથી હતા. (જેનધ્વજ પૃ. ૩ તા. ૬-૧-૪૪ ના અંકમાં) તેમજ એ જ્યોતિર્વિદાભરણની ગાથાં ક–
"धन्वन्तरिक्षपणकोऽमरसिंहशंकुवेतालभट्टघटखपरकालिदासाः। ख्यातो वराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिर्नव विक्रमस्य ॥
આ ગાથાના આધારે ક્ષપણુક એ સિદ્ધસેન દિવાકર છે એમ છે. સતીશચંદ્ર વિદ્યાભૂષણ માને છે. વિક્રમની સભાનાં નવરો પૈકીના તેઓ એક છે એમ છે. વિદ્યાભૂષણે સિદ્ધ કર્યું છે, પરંતુ કેટલાક વિદ્વાન, વરરુચિ, વરાહમિહિર અને કાલિદાસાદિનાં નામો ઈઆ શ્લોકને બહુ મહત્ત્વવાળે નથી માનતા.
આ સિવાય અગ્નિપુરાણુ, સુબન્ધકૃત વાસવદત્તા,વેતાલપચ્ચીશી,સિંહાસનબત્રીશી આદિમાં પણુ રાજા વિક્રમાદિત્યના અસ્તિત્વની કથાઓ છે, જેમાં તેના દાનાદિ ગુણોનું સુંદર વર્ણન છે. એ ગ્રંથાએ પિતાની માન્યતાનુસાર વિક્રમાદિત્યને પરમમાહેધર વર્ણવ્યો છે. પરંતુ પ્રાચીન અર્વાચીન જૈન ગ્રંથોના આધારે તે આતપાસક જૈન હતો એમ સિદ્ધ થાય છે. હા, પહેલાં તે જૈનધમ ન હતું; મહાદેવજીના ઉપાસક હતા, પરંતુ શ્રી સિદ્ધસેન દિવાકરના પ્રતિબોધ પછી તે જૈનધમી થયાના અને શત્રુદ્ધાર-શત્રુંજયનો વિશાલ સંઘ કાઢી સંધપતિ બન્યાના અને બાર ત્રતાદિ સ્વીકાર્યાના એટલા બધા ઉલ્લેખ મળે છે કે જેથી તેને જૈન ધમાં માનવો જ પડે છે.
[૩] પ્રમાણેની આલોચના આપણે જેન અને અર્જુન ગ્રંથકારોના પ્રમાણે જયાં તેથી એટલું તે નિર્વિવાદ સિદ્ધ થાય છે કે રાજા વિક્રમાદિત્ય જરૂર થયા છે, તેમના નામને સંવત્સર ચાલે છે તે તેમણે જ ચલાવ્યો છે, તેમજ તેમણે જૈનધર્મ સ્વીકારી શ્રી સિદ્ધસેન દિવાકર આચાર્યનું શિષ્યત્વ પ્રાપ્ત કર્યું હતું.
આ સંબંધી આપણે થોડાં જરૂરી તારણ જોઈ લઈએ.
૧. આવશ્યકચૂણિ જેવા પ્રાચીન ગ્રંથના આધારે એટલું તો સિદ્ધ થાય છે કે અવની બહાર મહાકાલનું મંદિર હતું. આ જ વસ્તુને ભવિષ્યપુરાણને પણ ટેકે છે. .
૨. શ્રી સિદ્ધસેન દિવાકર એક શાસનપ્રભાવક જૈનાચાર્ય હતા, અને તેમણે મહાકાલમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પ્રતિમાજી પ્રગટ કર્યા હતાં તેનાં પણ વિપુલ પ્રમાણે છે. ચૂર્ણિકાર શ્રી જિનદાસગણિમહત્તર નિશીથચૂર્ણિમાં આ શ્રી સિદ્ધસેન દિવાકરકૃત સન્મતિતને દર્શન પ્રભાવક ગ્રંથ ગણવે છે-જૂઓ
(अ) “दसणगाही दसणणाणप्पभावगाणि सत्थाणि सिद्धिविणिच्छयસંમતિમાહિદ્દેતો” (નિશીથચૂર્ણિ, લિખિત ઉ. ૧ ૫. ૧)
For Private And Personal Use Only