________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય
( [ ૨૪૭ આપણે પ્રભાવક ચરિત્ર અને પરિશિષ્ટપર્વ વગેરેના મહત્વના ચરિત્ર ભાગને જોઈ ગયા. હવે થડા વધુ ગ્રંથોના આધારે વિક્રમાદિત્ય થયા હતા અને તેમણે જૈનધર્મ અપનાવી શત્રુંજોદ્ધાર કરાવ્યો હતો તે વસ્તુ રજુ કરું છું.
૧. પુરાતન પ્રબંધ સંગ્રહની માન્યતાનુસાર વિ.સં.૧૦૮ માં શત્રુંજય તીર્થનો ઉદ્ધાર જાવડ શાહે કરાવ્યો. રાજા વિક્રમાદિત્ય દૂણવંશના અને ગંધર્વસેનના પુત્ર હતા. તેમજ તેમણે સુવર્ણપુરુષ પ્રાપ્ત કરી પૃથ્વીને અણ બનાવી હતી. સિદ્ધસેન્ન દિનાકરસૂરિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ પ્રગટાવી તે વગેરે સંક્ષેપમાં આપ્યું છે. તેમજ વિક્રમાદિત્યનું મૃત્યુ માંદગીથી થયાનો ઉલ્લેખ પણ આ પ્રબંધકારે આપ્યો છે.
૨. પ્રબંધ ચિન્તામણિમાં ઉલ્લેખ છે કે-મહારાજા કુમારપાલ માલવદેશમાં અવન્તી બહાર રહેલ કુડગેશ્વરના મંદિરમાં એક ઐતિહાસિક ગાથા વાંચે છે કે.. पुन्ने वाससहस्से सयम्मि परिसाण नवनवइअहिए ।
होहो कुमरनरिन्दो तुह विक्कमराय सारित्थो ॥
હે વિક્રમ! તારી પછી ૧૧૯૯ વર્ષે તારા સરિખ કુમારપાલ રાજા થશે. ત્યાર પછી વીરનિર્વાણ પછી ૪૭૦ વર્ષે વિક્રમ રાજા થશે તે લખ્યું છે. પછી વિક્રમાદિત્યે સંવત્સર પ્રવર્તાવ્યાનો ઉલ્લેખ છે. આચાર્ય શ્રી સિદ્ધસેન રાજાને ભવિષ્યમાં થનાર કુમારપાલ સંબંધી ગાથા કહે છે તે લખ્યું છે. છેલ્લે રાજા વિક્રમાદિત્ય પિતાનું ભવિષ્ય પૂછે છે અને શાલીવાહન, તેની પછી રાજ થશે એમ કહે છે એટલે તે તેને જીતવા જાય છે. તેમાં વિક્રમાદિત્ય હારે છે, તેની સાથે સંધિ કરે છે, અને શાલિવાલન પિતાને સંવત્સર ચલાવે છે તેને ઉલ્લેખ છે.
૩. પ્રબંધચિન્તામણિના કર્તા શ્રી મેર તુંગાચાર્યત સ્થવિરાવલીમાં વિક્રમાદિત્યનું સંવત્સરપ્રવર્તન, શ્રી વીરનિર્વાણ પછી ૪૭૦ વર્ષે વિક્રમ સંવત્સર ચલાવ્યો તે તેમજ વીર પ્રભુના સંવત્સરી દાનથી ૫૧૨ વર્ષે વિક્રમાદિત્યે સંવત્સર પ્રવર્તાવ્યો આ ઉલ્લેખ મળે છે. ત્યારપછી વિરનિર્વાણ પછી ૬૦૫ વર્ષે શસંવત પ્રવર્તનને ઉલ્લેખ છે. ત્યારપછી બહુ જ ઉપયોગી અતિહાસિક સાલવારી આપી છે. અને છેલ્લે વિ. સં. ૮૨૧ માં અણુહિલ્લપુરની સ્થાપના વનરાજે કરી તે આપ્યું છે. વાચકે આ એતિહાસિક પ્રબંધ લક્ષપૂર્વક વાંચશે તે બરાબર સમજાશે કે વિક્રમાદિત્ય નામક રાજા થયા છે, અને જેનપરંપરા પ્રમાણે તેણે જે કર્યું છે તે યથાર્થ જ છે
૪. આ જિનપ્રભસૂરિકૃત વિવિધતીર્થકલ્પમાંના ૧ અપાપાક૫માંથી; ૨ સત્યપુરી તીર્થ કપમાંથી; ૩ શત્રુંજય૩૯પમાંથી; ૪ અશ્વાવબેધકપમાંથી; ૫ પાટણના શ્રીઅરિષ્ટનેમિના કપમાંથી; ૬ પ્રતિષ્ઠાનપુરકપમાંથી, ૭ તીર્થનામ સંગ્રહમાંથી અને ૮ કુડંગેશ્વર નાભયદેવકલ્પમાંથી વિક્રમાદિત્ય સંબંધી મહત્ત્વના ઉલ્લેખ મળે છે તે અનુક્રમે આ પ્રમાણે છે
(૧) માં–વીરનિર્વાણ પછી ૪૭૦ વર્ષે વિક્રમાદિત્ય થયાનો ઉલ્લેખ છે. આખી રાજાવલી ગણવી છે. . (૨) માં-વિક્રમરાજાના સંવત પછી ૮૪૫ વર્ષ વલભીના ભંગનો ઉલ્લેખ છે
(૩) માં-વિક્રમાદિત્યનાં ૧૦૮ વર્ષ પછી જાવડશાહે બહુ દ્રવ્ય વ્યય કરી શત્રુંજયને તીર્થોદ્ધાર કરાવ્યા પાઠ છે. તેમ રાજા સંપ્રત્તિ, વિક્રમાદિત્ય, સાતવાહન, વાગભટ વગેરે રાજા અને મંત્રી વગેરેએ શત્રુ જોદ્ધાર કરાવ્યાની ગાથા છે.
For Private And Personal Use Only