________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [કમાંક ૧૦૦-૧-૨ વિદ્યમાન રાખ્યા છે. વિક્રમચરિત્ર જાવડ શાહના સંઘમાં, સંઘ સહિત જાય છે અને જાવડશાહ શ્રીવજીસ્વામીની ૧૧ સહાયતાથી શત્રુંજયને ઉદ્ધાર કરે છે વગેરે વર્ણન છે. આમાં ઇતિહાસ કરતાં કથારસનું પ્રમાણ વિશેષ છે.
[૨] વિક્રમાદિત્ય સંબંધી ઉલ્લેખ
જૈન ગ્રંથસ્થ ઉ૯લેખ આપણે વિક્રમાદિત્યનું ચરિત્ર સંક્ષેપમાં જોઈ ગયા. હવે આ સંબંધી પ્રાચીન અર્વાચીન ગ્રંર્થોમાં જે જે ઉલ્લેખ મળે છે તે જોઈ લઈએ—
પ્રભાવકચરિત્રમાંના શ્રીવૃદ્ધવાદિસૂરિ પ્રબંધમાં–શ્રીસિદ્ધસેન દિવાકરને વિક્રમાદિત્યને પ્રતિબોધ, મહાકાલના મંદિરમાંથી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિનું પ્રાગટ, રાજાની રક્ષા વગેરે ઉલ્લેખ છે. અને દેવસૂરિપ્રબંધમાં, વિક્રમાદિત્ય પિતાનું નામ સંવત્સર ચલાવે છે, વાયના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવે છે, તે પ્રસંગ ખાસ મહત્વ છે.
ભદ્રેશ્વરસૂરિની કથાવલીમાં સિદ્ધસેન દિવાકરને ગદ્ય પ્રબંધ છે. તેમાં ઘણું હકીકતો તે પ્રચલિત છે તે જ છે. રાજા વિક્રમને પ્રતિબોધ તેમજ અજ્ઞાત વેશમાં કુગેશ્વરની રસ્તુતિ અને બત્રીશીઓ વડે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા પ્રગટ થયાં એ ઉલ્લેખ છે.
ચતુવિંશતિપ્રબંધમાં પ્રભાવરિત્રને મળતી જ કથા છે. પરંતુ મહાકાલ પ્રાસાદની ઉત્પત્તિનું વર્ણન અને પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાના પ્રાગટયનું સૂચન છે. સાથે કારનગરમાં જૈનમંદિરની સ્થાપના રાજા પાસે કરાવ્યાને ઉલ્લેખ છે.
પરિશિષ્ટ પર્વ માં અગિયારમાં સર્ગમાં અવંતીકુમાલનું વર્ણન આ પ્રમાણે છે– અવંતીમાં જીવન્ત સ્વામીની મૂર્તિનાં દર્શન કરવા આચાર્ય સુહસ્તિસૂરિ પધાર્યા છે. ત્યાં ભદ્રા શેઠાણીના મકાનમાં ઊતર્યા છે. તેમણે નલિની ગુલ્મવિમાનનું અધ્યયન શરૂ કર્યું છે. તેમનો પુત્ર અવતીકુમાત પિતાની બત્રીશ સ્ત્રીઓ સાથે આનંદ કરી રહેલ છે. તેણે તે સાંભળ્યું. તે સાંભળી તે નીચે આવે છે; વિચારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. સૂરિ જીને નમી પિતે ત્યાંથી આવ્યાનું જણાવી ત્યાં જવા માટે દીક્ષાની માગણી કરે છે. રજા ન મળવાથી પોતાની મેળે સાધુવેશ સ્વીકારે છે. પછી સૂરિજી દીક્ષાવિધિ કરાવે છે, અવન્તીસકમાલ રાત્રે જ રમશાન ભૂમિમાં જઈ અનશન કરે છે. ત્યાં પૂર્વભવની વૈરિણી શિયાળ આવી ત્યારે પહેરમાં તેનું આખું શરીર ભક્ષિત કરી જાય છે. સવારે ભદ્રા શેઠાણી અને તેની પુત્રવધુઓ આ સાંભળી ત્યાં જઈ જઈ દુઃખી થાય છે અને ક્ષિપ્રા નદીના કાંઠે કરુણ રુદન કરે છે. આખરે એક ગર્ભવતી સ્ત્રી સિવાય બધાં દીક્ષા લે છે. અને એ ગર્ભવતી સ્ત્રીથી ઉત્પન્ન થયેલ પુત્ર પોતાના પિતાના અનશનસ્થાને દેવમંદિર ચણાવે છે જે શરૂમાં અવંતીપાર્શ્વનાથમંદિરના નામે અને પાછળથી મહાકાલપ્રાસાદના નામે વિખ્યાત થાય છે.
૧૧ પ્રભાવક ચરિત્રમાં વજીસ્વામીએ જીર્ણોદ્ધાર કરાવ્યાને ઉલ્લેખ નથી.
૧૨ “કુડગેશ્વર અને મહાકાલ–બને નામ મળે છે. આવશ્યક ચૂર્ણિમાં તથા મારું નાd wોળ પતં” શબ્દો સૂચવે છે કે મહાકાલ શબ્દ પણ પ્રાચીન છે. આ સ્થાનને કુડંગ-ગેશ્વર કહેવાયું છે તેનું કારણ એ છે કે જાળાં વચ્ચે આ સ્થાન છે માટે, તેમજ ક્ષિપ્રાને કાંઠે પણ આ સ્થાન છે એમ પણ કુ વૃક્ષઢતાપટ્ટનમ્ "') ઉલ્લેખ મળે છે.
-( સનમતિની પ્રસ્તાવના આધારે)
For Private And Personal Use Only