________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય
[ ૨૪૫ ભરી પિતાની સ્ત્રીના કારણે રાજ્ય છોડી વનમાં જાય છે. પાછળથી એક વહ્નિવેતાલ રાજગાદીને અધિષ્ઠાતા બની નવા બેસનાર રાજાનો નાશ કરે છે. વિક્રમ ફરતો ફરતો અવન્તોમાં આવે છે, વહ્નિતાલને વશ કરી અવન્તીને અધિપતિ બને છે.
અહીં સિદ્ધસેન દિવાકરની સંક્ષિપ્ત મૂલ કથા આપી છે. પ્રાકૃતને સંસ્કૃતમાં કરવા બદલ પારાંચિત પ્રાયશ્ચિત મહ્યું છે. અવધુતવેશે એકવાર રાજાને મલ્યા, પછી ભૂતલમાં વિચરે છે. પુનઃ અવન્તી પધાર્યા છે. મહાકાલેશ્વરના મંદિરમાં લિંગ સમક્ષ ચરણ કરીને સૂતા છે. પૂજારી આ સંબંધી રાજાને ફરિયાદ કરે છે. રાજા તેમને કોરડાના માર મારવા સૂચવે છે. આ માર તેમના બદલે અંતઃપુરમાં વાગે છે. આથી રાજા પોતે મહાકાલેશ્વરમાં આવે છે અને અવધૂતને કહે છે, “મહાદેવની સ્તુતિ” કરે. સૂરિજી કહે છે–આ દેવ મારી સ્તુતિ નહીં રહી શકે. કાંઈ વિન થશે તેને હું જીમેદાર નથી. “તુત નો વીer દ્વત્રિજ્ઞતા ક્રશિtfમઃપરંતુ “પ્રાદુર્મતિ નો દેવો મહાવરે નિચ્ચાર” પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની સ્તુતિ શરૂ કરી અને કલ્યાણ મંદિરના “ધરવયા” લેક વખતે લિંગ ફાટયું, અને શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિંબ પ્રગટયું. પછી આને પૂર્વ ઈતિહાસ કહે છે. છેલ્લે અવન્તીસુકુમાલના મૃત્યુસ્થાને–
" तस्मिन् स्थाने महच्चैत्यं पार्श्वनाजिनेशितुः । मनोज्ञं कारयामास भद्रश्रेष्ठी धनव्ययात् ॥ ३९ ॥ तस्याऽजनिमहं(हा)ङ्काल १० नामेति विश्रुतं भुवि ।
कालक्रमाद् द्विजैलिगं स्थापितं पार्वतियतेः ॥ ४० ॥ सर्ग ७ વિક્રમસંવત્સર માટે નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે–
ध्यात्वेति विक्रमादित्यः श्रुत्वा दानफलं तदा । स्वर्ण रूप्यमणिदानैरनृणी मेदिनी व्यधात् ॥ २७९ ॥ संवत्सरपरावत कृत्वा वीरजिनेशितुः ।
નિષ પસંવત્સ વ મૂાિને વિરમઃ | ૨૮૦ ૫ (૨૨૦) કઈ સાલમાં સંવત્સર પ્રવર્તાવ્યો તે આમાં નથી, પરંતુ ભાષાંતરકાર લખે છે કે વીરનિર્વાણ પછી ૪૭૦ વર્ષ થયાં ત્યારે વિક્રમાદિત્યે સંવત્સર ચલાવ્યો.
સિદ્ધસેન દિવાકરસૂરિજીના ઉપદેશથી વિક્રમાદિત્ય જૈનધર્મ સ્વીકારે છે અને શત્રુંજયનું માહાસ્ય સાંભળી વિશાલ સંઘ સહિત ગિરિરાજની યાત્રા કરે છે, અને યાત્રા કર્યા પછી ત્યાંના મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવે છે.
આ ચરિત્રમાં સિંહાસન અને પંચદંડની અદ્દભુત કથા છે. કવિકાલિદાસની અદ્ભુત ઉત્પત્તિ કહી છે. છેલ્લે શાલીવાહન સાથેના યુદ્ધમાં વિક્રમનું મૃત્યુ થાય છે. તેમને પુત્ર વિક્રમચરિત્ર શાલિવાહનને હરાવે છે અને રાજા થાય છે. તે સિંહાસન પર બેસવા જાય છે, એટલે સિંહાસનની અધિષ્ઠાયિકાઓ જતી રહે છે. સિંહાસન પ્રભાવવિનાનું થાય છે, અને એના ઉપર વિક્રમચરિત્ર બેસે છે. ગ્રંથકારે વિક્રમચરિત્રના સમયે પણ સિદ્ધસેન દિવાકારને
૧૦ ભાષાંતરકારે એમ જણાવ્યું છે કે અવન્તીસુકુમારના પુત્રનું નામ મહાકાલ હતું, તેથી તેના નામનું મંદિર બનાવ્યું જેથી તે મહાકાલનામથી પ્રસિદ્ધ થયું. તે મંદિર મહાકાલેશ્વર પાર્શ્વનાથજીના નામથી પ્રસિદ્ધિ પામ્યું.
For Private And Personal Use Only