________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦-૧-૨
વિક્રમાદિત્યનું મૃત્યુ પછી ગ્રંથકારે રાજા વિક્રમાદિત્યના દિગવિજય, સાહસ, પરાક્રમ અને દાનધર્મની પ્રશંસા કરી છે. આવો પ્રતાપી રાજા એકવાર પ્રતિષ્ઠાનપુરના સાતવાહન સામે યુદ્ધ ચઢે છે, ત્યાં દેવગે વિક્રમાદિત્યની હાર થાય છે. અને યુદ્ધ ભૂમિમાં જ તે મૃત્યુ પામે છે.
“વિક્રમ મહિપતિ શતાયુ છવિત ભોગવીને જીવથી સ્વર્ગે ગયો, પણ નામથી તે જગતમાં જ રહ્યો.”
- આ પછી વિક્રમાદિત્યને પુત્ર વિક્રમસેન ગાદીએ આવે છે. સિંહાસનના અધિષ્ઠાતા વિક્રમપુત્રને આ સિંહાસન પર બેસવાની મનાઈ કરે છે અને કહે છે કે “આ સિંહાસન પર કોઈને બેસવાનું નથી; અને મહાપ્રભાવવાળા એને પૂજ્ય ગણીને સર્વેએ હવેથી પૂજવું જોઈએ.” ત્યારથી આ સિંહાસન એક ભોંયરામાં પધરાવવામાં આવે છે. અહીં. મૂલ કથા સમાપ્ત થાય છે. અને ભેજરાજ કે જેમને આ સિંહાસન હાથ આવ્યું છે તેમને વિક્રમાદિત્ય જેવા થયા પછી જ આ સિંહાસન પર બેસવાનું કહેવામાં આવે છે. વિક્રમાદિત્ય કે પ્રતાપી, સાહસિક, દાનવીર, ધર્મવીર, કર્મવીર હતા, તે જણાવવા બત્રીસ પૂતળા કથાઓ કહે છે, જે આપણે આ લેખના છેડે સંક્ષેપથી જોઈશું.
શુભશીલગણિત વિક્રમચરિત્ર આ સાથે આ ગ્રંથકારના જ સમકાલીન મહાકવિ શ્રી શુભશીલગણિએ બનાવેલ વિક્રમચરિત્રને તદ્દન સંક્ષિપ્ત પરિચય અહીં આપું છું. શ્રી શુભશીલગણિનું વિક્રમચરિત્ર ૧૪૯૯ માં બન્યું છે. પરંતુ પ્રસ્તાવનાકાર જણાવે છે કે વીરને ઉપાશ્રયના જ્ઞાનભંડારમાંથી મળેલી પ્રતમાં “શ્રીનમાઢાષ નિધિત્નવંશ ૧૪૯૦ ખંભાતમાં આ ચરિત્ર બનાવ્યાનો ઉલ્લેખ છે. બન્ને વિદ્વાનો સમકાલીન છે છતાંયે બન્નેની રચનામાં મહદ્ અંતર છે. આ. શ્રી રામચંદ્રસૂરિજી પિતાના પૂર્વ ગ્રંથકારેને પિતાની સમક્ષ રાખ્યાનું ત્રણ સ્વીકારે છે, જ્યારે શુભશીલ ગણિએ વસ્તુનું રાચન નથી કરતા.
युगादिजिनपुत्रेणावन्तिना वासिता पुरी। अवन्तीत्यभवन्नाम्ना जिनेंद्रालयशालिनी ॥ ९ ॥ मालवावनितन्वङ्गी-भास्वद्भालविभूषणम् ।
अवन्ती विद्यते वर्या पुरी स्वर्गपुरीनिभा ॥ १० ॥ ગંધર્વસેનને પુત્ર વિક્રમાર્ક; બીજામતે ગ€ભિલ્લને પુત્ર વિક્રમાર્ક, ભર્તુહરિ મેં ભાઈ. ગદંભિલ્લના મૃત્યુ પછી ભર્તુહરિ રાજા બને છે.
भूपेन विक्रमादित्योऽपमानं गमितोऽन्यदा ।
एकाकी खड्गमादाय ययौ देशान्तरे क्वचित् ॥ ४२ ॥ ૯ પુરાતન પ્રબંધ સંગ્રહમાં વિક્રમાદિત્યનું માંદગીથી મૃત્યુ થયાનો ઉલ્લેખ છે, જ્યારે પ્રબંધચિન્તામણિમાં દક્ષિણમાં પ્રતિષ્ઠાન નગરના શાલિવાહન સાથે વિક્રમાદિત્યનું યુદ્ધ થયા અને તેમાં શાલિવાહનને દૈવી સહાય મલવાથી તે જીવે છે અને વિક્રમાદિત્ય હારે છે પરંતુ ત્યાં આપસમાં બન્નેની સંધિ થાય છે–એ ઉલ્લેખ છે. ત્યાર પછી શાલિવાહન પિતાના નામથી સંવત ચલાવે છે. શુભશીલગણિ પિતાના વિક્રમાદિત્યચરિત્રમાં વિક્રમાદિત્યનું મૃત્યુ શાલિવાહન સાથેના યુદ્ધમાં થયાનું જણાવે છે.
For Private And Personal Use Only