________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય
[ ૨૪૩ સૂતા. ત્યાં તો રાજા પિતાના સામંતવર્ગ સહિત આવી પહોંચ્યો, અને બે -“હે ગણુાધીશ ! મહાદેવની સ્તુતિ સુખે કરો. ત્યારે સૂરિજીએ પદ્માસને બેસી સ્તુતિ આરંભી. “સાર્થ એવી બત્રીશ ત્રિશિકા થકી સર્વતોમુખ, સર્વજ્ઞ, જગદાધારની સ્તુતિ કરી. તેમાં સ્વયંભૂ, ભૂતરૂપ, સહસ્ત્રનેત્ર, અનેકએકાક્ષરભાવગમ્ય, અમૃત, અવ્યાહત, વિશ્વક, અનાદિમધ્યાંત, પુણપાપરહિત” ઈત્યાદિ સ્તુતિ હતી.
આ સ્તુતિના પ્રથમ કે જ લિંગમાંથી ધૂમાડો નીકળવા માંડ્યું, ત્યારે બ્રાહ્મણોએ કહ્યું-શંભુના તૃતીય નેત્રમાંથી અગ્નિ નીકળે છે. જયાં ધૂમ હોય ત્યાં વહ્નિ હોય આ નિયમ છે. માટે નિશ્ચય આ શુકને અગ્નિ પ્રજવાલશે. પછી વીજળીના જેવું તેજ નીકળ્યું, અને ભયંકર શબ્દ થયો ને શિવલિંગ ફૂટીને આઠ દલયુક્ત કમલ થઈ રહ્યું, જેમાંથી શ્રી પાર્શ્વનાથનું પ્રભાતના સૂર્ય એવું જિનબિંબ પ્રગટ થયું. રાજા, પ્રજા, સામંતાદિ આ જોઈ ચમક્યા. રાજાએ કહ્યું કે-આ તે કઈક અદ્દભુત દેવ જણાય. ત્યારે શ્રી સિદ્ધસેને કહ્યું–આ તે સર્વજ્ઞ, જગદીશ્વર, દેવાધિદેવમુક્ત, મુક્તિદાતા, ચોસઠ સૂરેશથી પૂજિત પરમેશ્વર છે.”
આ સ્તુતિથી રાજા વિક્રમને પ્રતિબોધ થયો અને તે જિનધર્મમાં સ્થિર થયે. અને પૂછયું. આ મંદિર પૂર્વે કોણે બંધાવ્યું હતું? આથી શ્રી સિદ્ધસેન દિવાકરે અવન્તીસુકુમાલની આખી કથા સંભળાવી, જે સાંભળી રાજા બહુ જ ખુશી થાય છે. અને જૈનધર્મમાં વધુ દત બની દશ હજાર ગામ જિનેશ્વરની અગ્ર પૂજા માટે યાવચ્ચદ્રદિવાકરી આપે છે. અને સમ્યકત્વ પૂર્વક બાર શ્રત પીકારીને પરમ ઉપકારી ગુરુ શ્રી સિદ્ધસેનસૂરિજીની સ્તુતિ કરે છે.
વિકમસંવત્સર એકવાર ગુરુદેવે રાજાને દાનધર્મનું મહત્વ સમજાવ્યું, જે સાંભળી રાજા ખૂબ દાન આપવા લાગ્યો. આ દાનથી “પૃથ્વીને તેણે અનુણ કરી સુવર્ણ રત્ન આદિથી ભરી નાંખી, ને સમુદ્ર પર્વત કયાંય દારિદ્રય રહ્યું નહિ, ને એમ તેણે કલિકાલને પણ હઠાવ્યો.” “ચતુર ચિત્તવાળા તેણે પિતાને સંવત્સર ચલાવ્યો, જે શ્રી વીરનિર્વાણુસંવથી ૪૭૧ વર્ષથી ચાલું ચય.” “અનેક પ્રકારે ધર્મ કર્મના નિર્માણમાં વિક્રમ પ્રવર્યો, તેથી સ્વાભાવિક એવા સુખના સંસર્ગથી પૃથ્વી ગર્વ પામી.”
સિંહાસનની પ્રાપ્તિ શ્રી વિક્રમેકના મસ્તક ઉપર પંચ દંડનું, ત્રિભુવનને આનંદ કરનાર, તથા ત્રણ ભુવનને વશ કરનાર છત્ર હતું.” આ છત્રની પ્રતિષ્ઠા સમયે વિક્રમાદિત્યે ઘણા દેશો અને અર્હતની વિધિપૂર્વક પૂજા કરી છે. આ વખતે ઈન્દ્ર મહારાજે “વિક્રમ યોગ્ય સિંહાસન મે કહ્યું.” “ઈન્દ્રના પ્રસાદવાળા તે સિંહાસન ઉપર વિક્રમ રાજા નિચે ઇ-ની પેઠે બેસતો.” | વિક્રમાદિત્યની સભાના પંડિતોનું રસિક વર્ણન વાંચો.
“શ્રી સિદ્ધસેન જેમાં મુખ્ય છે એવા ઘણું તાર્કિક, વૈયાકરણ, સર્વ સિદ્ધાંતના જાણનાર, વેદ સાહિત્ય મંત્રના જાણનાર, સ્માત, અલંકાર પૈરાણિક, વૈઘ, જોશી, ગવૈયા, નાના પ્રકારનાં શાસ્ત્રમાં પ્રવીણ, નાના પ્રકારની ચતુરાઈ જાણનાર, વિવિધ કેતુક કરાવનાર, આશ્ચર્ય પેદા કરનારા, બહોતેર કલાના જાણનારા, ચોસઠ કલાના જાણનારા, બત્રીસ લક્ષણના જાણ, એવા જુદા જુદા પંડિત વિક્રમની સભામાં હતા.”
For Private And Personal Use Only