________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪ર ] શ્રી જૈન સત્ય પ્રકાશ
: ૧૦૦–૧-૨ પ્રભાવના થશે. “મહાકાલ નામનો પ્રાસાદ શ્રીજિનેશ્વરને છે. તેમાં વિક્રમાના બલથી બ્રાહ્મણોએ જેનબિંબ કાઢી શિવની સ્થાપના કરી છે. તેથી એ તીર્થ માહેશ્વર તીર્થને નામે પ્રસિદ્ધિ પામ્યું છે. વિક્રમાદિત્યને બંધ કરી એવું કરો કે જેથી તીર્થ પાછું સુખદ જૈન તીર્થેશ્વર થાય.” સૂરિજી આ સાંભળી અપૂર્વ ચાર શ્લોકે બનાવી રાજા પાસે જાય છે. વિક્રમ પ્રથમ તો કહેવરાવે છેકે–“દશ લક્ષ આપે, ચૌદ શાસન આપ, પછી હાથમાં ચાર શ્લોકવાળો આવે કે જાઓ.” પછી સુરિજી રાજસભામાં જઈ રાજા સમક્ષ લેક બેલે છે. એકએક શ્લોક સાંભળી રાજા તે તે દિશાનું રાજ્ય ત્યાગી, છેલ્લે ચારે દિશાનું રાજ ત્યાગી સૂરિવરને પગે પડે છે. રાજા બહુ જ પ્રસન્ન થાય છે. સૂરિજી પોતાની અનુપમ સાધુતા, ત્યાગ, નિષ્પરિગ્રહિતા બતાવે છે. રાજા આ ત્યાગમૂર્તિ ઉપર વધુ પ્રસન્ન થઈ તેમને પિતાના અર્ધ સિહાસન પર બેસારે છે. ધીમે ધીમે રાજસન્માનમાં લુબ્ધ થઈ સૂરિજી પાલખીમાં બેસી રાજદરબારે જવા લાગે છે. તેમને ગુરુ શ્રીવૃદ્ધવાદિસૂરિજીને આ સમાચાર પહોંચે છે. ગુરુદેવ શિષ્યના ઉદ્ધારાર્થે આવે છે.
એકવાર પ્રસંગ પામી પાલખીમાં સિદ્ધસેન બેઠા છે અને ગુરુજી પાલખી ઉપાડે છે. રસ્તામાં વૃદ્ધ વામનથી પાલખી નમવા લાગી ત્યારે સિદ્ધસેને કહ્યું–તમે ધીમે ધામે ચાલે. વળી બોલ્યા કે-શું બહુ ભારથી તમારે ખભો (વાત) દુઃખે છે. ત્યારે વૃદ્ધ યથા “વાસ્થતિ ' વાઘને એવો જવાબ આપ્યો. આ સાંભળી સિદ્ધસેને કહ્યું –
હે ભારવાહક ! તું શબ્દશાસ્ત્રને જાણનારે દક્ષ છે એટલે તારે કાંઈ સંદેડ હેય તો મને પૂછ. આથી સૂરિજીએ એક ગાથા પૂછી, જેનો અર્થ સિદ્ધસેનને બેઠે નહિ. એટલે તેમણે કહ્યું-ભાઈ તે પૂછેલ ગાથાને અર્થ સમજાય નહિ. પણ વૃદ્ધવાદિસૂરિજીએ જવાબ આપવાને બદલે પાલખીને ડાંડે જ મૂકી દીધા. પાલખી નીચે પડી. સિદ્ધસેન જમીન ઉપર પડ્યા. લેકમાં હાહાકાર થયો. સિદ્ધસેને બેઠા થઈ જોયું, અને ગુરુજીને ઓળખ્યા. વિનય અને પ્રેમથી ગુરુચરણે પડી અપરાધની ક્ષમા માગી જણવ્યું: “હું મહાકાલ મંદિર માં શાસનની પ્રભાવના કરીને આપ ગુરુદેવની સમક્ષ આવી આલોચના કરીશ.” આ સાંભળી પ્રમોદ પામી ગુરુજી બેન્નાતટ જાય છે, અને સિદ્ધસેન દિવાકર રાજસભામાં જાય છે.
મહાકાલેશ્વરમાં શાસનપ્રભાવના એકવાર રાજા વિક્રમાદિત્ય સિદ્ધસેનસૂરિજીને કહ્યું કે, “મહેશ, મહિમાગાર, સુરાસુરવદિત, અવ્યક્ત, ચિંતવ્યા કરતાં અધિક આપનાર ત્રિભુવનેશ્વર એવા મહાકાલ શંભુને નિત્ય નમસ્કાર કરો.”
સિદ્ધસેનસૂરિએ કહ્યું એ તમારા મહેશ્વર મારી શુદ્ધ સ્તુતિને સહી શકે નહીં.
રાજાએ કહ્યું-શું થાય? સૂરિજીએ કહ્યું: તમારા કહેવાથી કદાચ હું સ્તુતિ કરીશ તો હારા પ્રણામથી લિંગ ફૂટી જશે. ફરી રાજાએ કહ્યું-ભલે જે થાય તે જોઈએ, તમે મહાકાલેશ્વરની સ્તુતિ કરે!
આ સાંભળી સૂરિજી મહાકાલેશ્વરના મંદિરમાં ગયા અને ચરણ સન્મુખ રાખીને ૭. શુભશીલગણિત વિકમચરિત્રમાં આ પ્રસંગ જુદી જ રીતે આપે છે. ૮. પ્રભાવકચરિત્ર વગેરેમાં આ પ્રસંગ જુદી રીતે નિરૂપણ કરાયો છે.
For Private And Personal Use Only