________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક 1. મહારાજા વિક્રમાદિત્ય
[ ૨૪૧ પ્રસન્ન થાય છે. આચાર્ય જીત્યા એમ કહે છે. અહીં સૂરિજી કહે છે-એમ નહીં, ચાલો રાજસભામાં છેલ્લે નિર્ણય કરી લઈએ. રાજસભામાં બન્નેને વાદ થાય છે. સરસ્વતીપુત્ર શ્રીવૃદ્ધવાદિસૂરિનો ત્યાં પણ વિજય થાય છે, અને એકવચની સિદ્ધસેન તેમનું શિષ્યત્વ સ્વીકારે છે, અને ગુરુજીને ચરણે બેસી “જેન સિદ્ધાંતમાં પારંગત થયે, મોહ તથા ઈન્દ્રિયોને જીતી ક્રિયામાં કુશલ થયો, ને ગ૭ને ધુરંધર થયો.” શ્રસિદ્ધસેન દિવાકર આચાર્ય થયા.
એકવાર તેમને સમસ્ત જેનસૂસિદ્ધાંતને સંસ્કૃતમાં ઉતારવાનું મન થાય છે. ગુરુજી આગળ આ વાત રજુ કરે છે. સૂરિજી કહે છે-“હે મુશિષ્યાધમ ! પાપી ! આ તે શું કહ્યું? શું તારા જેવા વિદ્વાન પૂર્વે નહિ થયા હોય? માટે જા, મને મેટું ન બતાવીશ. આ તારાં વચનથી તને નિહ્નવ રૂપ માનું છું.” “મને પણ આલેચના લાગી કે તારા જેવા પિતાને સિદ્ધાંત પારંગત માનનારને વગર વિચાર્યું સૂરિપદ આપ્યું.”
આ સાંભળી તે સિદ્ધસેન ગણાધિપને પગે પડ્યા, ને બહુ ભક્તિ પૂર્વક પિતાના દુષ્કતની માફી-ક્ષમા-માનવા લાગ્યા. મે મૂર્ખ અજ્ઞાનના ગે વિરુદ્ધ વચન કહ્યું હોય તે પૂજ્ય ક્ષમા કરો. મને જે યોગ્ય હોય તે આલેચના આપે. કદાપિ પુત્ર કુપુત્ર થાય, પણ પિતા કુપિતા ન થાય.” ધન્ય છે વિનયી જ્ઞાની શિષ્યને ! પછી વૃદ્ધવાદિસૂરિજી આલેચના આપતાં કહે છે-“ઉજજયિનીમાં જિનેશ્વરને મહાકાલ પ્રાસાદ છે, તે (અવની સુકમાલના પુત્રે) ઉંચા તોરણદિથી કરાવે છે.” “કાલક્રમે બ્રાહ્મણોએ તેમાં શિવલિંગ સ્થાપ્યું છે. ને કઈ એમ જાણતું સરખું પણ નથી કે આ મંદિર જેનનું છે. ત્યાં જઈ તારે મહાપ્રભાવ દર્શાવવો કે જેથી તારા નિતંત્રપણાની નિર્જરા તરત થાય.” આઇ શ્રી સિદ્ધસેન દિવાકર શિષ્યો સહિત ઉજજેની જાય છે.
' સૂરિજીનું રાજ સાથે મિલન એકવાર રાજા વિક્રમે સિદ્ધસેન દિવાકરને બહાર ઉદ્યાનમાં જોયા, અને મનથી જ નમસ્કાર કર્યા. સૂરિજીએ હાથ ઊંચો કરી ધર્મલાલા કહ્યા એટલે રાજાએ કહ્યું-મેં આપને વંદના નથી કરી અને આપે કેમ ધર્મલાભ કહ્યા? સૂરિજીએ કહ્યું તમે મનથી વંદના કરી છે. આ સાંભળી રાજા પ્રસન્ન થયા અને ખરે જ આ આચાર્ય સર્વ પુત્ર બિરુદને યોગ્ય જ છે, એમ માન્યું. પછી રાજાએ હાથી પરથી નીચે ઊતરી સૂરિજીને વંદન કરી એક કરેડ સોનામહેરેનું દાન કર્યું. પણ સૂરિજીએ સાફ ના પાડી પિતાનો સાધુધર્મ સમજાવ્યો. રાજા સૂરિજીની આ ત્યાગવૃત્તિથી અતીવ પ્રમુદિત થશે અને સરિજી મતિ તેની ભક્તિ વધી. રાજાએ દાન આપેલું ધન પાછું ન રાખતાં જિનમંદિરનો જીર્ણોદ્ધારમાં તેને સદુપયોગ કરાવ્યો અને મંત્રીદ્વારા લખાવ્યું કે
धर्मलाभ इति प्रोक्ते दूरादुद्धतपाणये।
सूरये सिद्धसेनाय ददौ कोटी नराधिपः ॥ આથી જૈન શાસનની પ્રભાવના થઈ અને શ્રીસંઘે મહોત્સવ પૂર્વક સૂરિજીનો નગરપ્રવેશ કરાવ્યું. ત્યાં શ્રાવકે કહે છે અહીં પહેલાં જૈનમંદિર હતું તેવું કરાવો તેથી શાસન
૫. પ્રભાવચ્ચરિત્રમાં પૃ૦ ૯૫ માં નીચે મુજબ ઉલ્લેખ મળે છે– " तेन द्रव्येण चक्रेऽसौ साधारणसमुद्गकम् । दुःस्थसाधर्मिकस्तोम-चैत्योद्धारादिहेतवे ॥" ૬. પ્રભાવરિત્રમાં પણ આ જ ગાથા છે. -
For Private And Personal Use Only