________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ આ બાજુ એકવાર અભિમાનના પુતળા સરખો સિદ્ધસેન દિવાકર બેનાતટમાં આવે છે, તેનું રસપ્રદ વર્ણન ગ્રંથકાર આપે છે. થોડી વાનગી જુઓ -
તે જાળ કાદાળી નીસરણી અને દિવસે પણ મશાલ એ આદિ અનેક ચિહ્ન લઈને પૃથ્વી ઉપર ફરતો.” “જે હું જાણું છું તે જ બ્રહ્મા પણ જાણી શકે છે; ને જે હું નથી જાણતો તે બ્રહ્મા પણ નથી જ જાણતો.” “ઈન્દ્ર મંદબુદ્ધિ છે, બૃહસ્પતિ બિચારો શું કરી શકે તેમ છે?
જ્યાં હું વાદિસિંહ વાદમાં ઊતરું ત્યાં મહેશ્વર પણ નિરક્ષર થઈ રહે.” “આ મહાગર્વિષ્ટ અને પાંચસો વિદ્યાર્થી સમેત તથા પંચશબ્દ વાદિત્રથી, તેમ છત્ર, ચામર ધરાવી, હું જ વાદીશ્વરરૂપી ચણાને ચાવનાર અશ્વ છું, વાદીશ્વરરૂપી ધાન્યને દળનાર ઘંટ છું (ઘંટી છું), વાદીશ્વરરૂપી અંધકારનો સૂર્ય છું, વાદીશ્વરરૂપી તુને દાવાનલ છું એમ બેલતો હતે.” તેની સાથે પાચસે ગાડાં તે પુસ્તકાનાં ભરેલા હતા. એવો તે વિદૂજન શિરોમણિ હતા.”
પૃથ્વી ઉપર વાદી માત્રનાં ચિત્ર કાઢી તેમના ઉપર એ પોતે મગ મૂકતા ને બેલત કે આ સર્વને મેં દાખ્યા છે.
આ દિવાકર બેનાતટપુર આવ્યા છે. આચાર્ય શ્રી વૃદ્ધવાદિસૂરિ પોતાના શિષ્યરત્ન સાથે બહિમિ ગયા છે. ત્યાં જ દિવાકરને શિષ્ય સાથે પ્રથમ વાદની ઉત્થાનિકા થાય છે. એક બીજા વાવિનોદ કરે છે, વક્રોક્તિથી એકબીજાને જીતવા મળે છે. આ વિવાદ લાંબે ચાલે છે. ત્યાં સિદ્ધસેન મુનિને પૂછે છે તમે કોણ છો? મુનિ કહે છે હું સર્વજ્ઞપુત્ર છું.
સિદ્ધસેને પૂછયું–-આ નગરમાં કાકાકૃતિ કેટલા છે?
મુનિ-તમે, તમારી જાતિના કેટલા અહીં છે એમ પૂછ્યું? કારણ કે કાક, ઘુવડ, શ્વાન, બ્રાહ્મણ એ બધાં એક જાતનાં કહેવાય છે. એટલે તમે તમારી જાતિ કયાં વસે છે તે પૂછયું? તે હું કહું તે સાંભળે--
" सहीसहस्सा कागा इह छिन्ना उपरि वसति । ।
जह उणा चुणिगया अहअहीया पाहुणा आया॥" આવું યુક્તિયુક્ત વચન સાંભળી ત્યાં આ નાવિલાસ સાંભળવા આવી ગયેલા માણસે હહસા લાગ્યા. આ પછી તે પૂછે છે હે પંડિતરાજ, હું તમને પ્રશ્ન પૂછું ? બ્રાહ્મણ કહે છે પૂછ–
___ " एगो काउ दुहा जाउ एगो चिट्ठइ एगो मारी33; " मुएण जीवंतो मारीऊ भण भण माणवक केण हेतुना."
આ ગાથાને અર્થ–મ સિદ્ધસેન નથી જાણી શકતે. મુનિરાજ તેનો જવાબ આપે છે. અને ગરજી આવ્યા એટલે તેમની પાસે જાય છે. દિવાકર તેમની પાછળ જઈ શ્રીવૃદ્ધવાદિસરિજીને શાસ્ત્રાર્થનું આલંાન કરે છે. સૂરિજી કહે છે-ભાઈ, અહીં કોઈ સભ્યો નથી તેમ કાઈ અધ્યક્ષ પણ નથી. એટલે દિવાકરે કહ્યું-આ ભરવાડે છે ને! ભરવાડોની સમક્ષ સિદ્ધસેન ખૂબ જોરથી સંસ્કૃત ભાષામાં પોતાની વિદ્વત્તા બતાવે છે, પરંતુ ભરવાડે તેમાં કાંઈ જ સમજતા નથી અને આ નકામ બરાડા પાડી બકવાદ કરે છે એમ માને છે.
પછી સમયજ્ઞ શ્રીવૃદ્ધવાદસૂરિજી લોકભાષામાં સુંદર ધર્મોપદેશ આપે છે. ભરવાડો
૪ એ ધર્મોપદેશનો સાર એ છે કે કોઈ જીવને મારવા નહિ, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, પરસ્ત્રીને ત્યાગ કરવ, દાન દેવું, કેઇનો મર્મ કહેવાં નહિ, જૂઠી સાક્ષી ન પૂરવો, જાહાં કલંક ન દેવાં, કોઈને ઠગ. નક, કુ, કપટ કરવું નહિ, જીવદયા ઉત્તમ પાળવો વગેરે.
For Private And Personal Use Only