________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ક્રમાંક ૧૦૦-૧-૨ - ટીકા-ટકેર કરી ભાષાંતર કર્યું છે. વચ્ચે વચ્ચે કેટલાક કે તેમને નથીયે બેઠા, પ્રાકૃત ગાથાઓના ઘણાને અર્થ પણ નથી આપ્યા. તેમજ તેમના લખવા મુજબ તેમને સંસ્કૃત ગ્રંથ જે મલ્યા, તે પ્રત અશુદ્ધ હતી. એટલે અર્થમાં પણ ક્યાંક ત્રુટી જણાય છે ખરી.
[૧] વિક્રમાદિત્યનું વાર્તારૂપ ચરિત્ર પ્રારંભમાં ગ્રંથકાર શ્રી ઋષભદેવ પ્રભુને નમસ્કાર કરી, ગણધર શ્રીગૌતમસ્વામીને નમસ્કાર કરે છે. પછી ગુણસાગર ગુરુને સ્તવી તેમની આશીષ માગવા સાથે અભયચંદ્ર ગુરુ પાસે સુભાશીષ માગે છે. પછી મહાકવિ ક્ષેમકરને યાદ કરે છે. પછી ગુરુ પાસે શક્તિ માંગી પિતાની લઘુતા પ્રગટ કરી વિક્રમના ગુણ વર્ણવી “તેવા શ્રી રાજરાજવિક્રમ મહીપતિને પરમાનંદ આપનાર અપૂર્વ પ્રબંધ હું કહું છું” તેમ જણાવે છે. શરૂઆતમાં જ માલવેશ ભેજરાજને બત્રીશ પુતળીયુક્ત સિંહાસન કેવી રીતે મળ્યું તે રસમય વાણીમાં આપ્યું છે. ભોજરાજનું વર્ણન આ પ્રમાણે આપ્યું છે
“કહ્યું છે કે કવિમાં, વાદિમાં, ભોગીમાં, યોગીમાં, દાતામાં, પુરુષના ઉપકાર કરનારમાં, ધનવાનમાં, ધનુષ ધરનારમાં, ધર્મ પાળનારમાં, પૃથ્વી ઉપર ભેજ સમાન નૃપ નથી.” “શું નંદી છે? મુરારિ છે? કામ છે? ચંદ્ર છે? વિધાતા છે? કઈ વિદ્યાધર છે? ઈંદ્ર છે? કુબેર છે? પ્રથમ નથી, દ્વીતિય નથી, તૃતીય નથી, ચતુર્થ નથી, એમ એ નવ માને કેઈ નથી, પણ એ તો પિતાની ઈચ્છાથી ભુવનતલે ક્રીડા કરતો ભૂપતિ શ્રી ભોજદેવ છે.” “ભોજ રાજા માલવેશ છે, ત્યાં બીજા નૃપે માત્ર નામના જ છે. અને લક્ષ્મીના કણ માત્રથી સંતોષ પામી માલવાના સામું પણ જોતા જ નથી.”
ભોજ રાજાનું વર્ણન કરી અવંતીનું વર્ણન આપ્યું છે અને ત્યાંના એક દરિદ્ર બ્રાહ્મણને અવતીની નજીકમાં કેવી રીતે સિંહાસનની ભૂમિ પ્રાપ્ત થઈ તેનું કરુણ વર્ણન આપ્યું છે.
એકવાર માલવેશ ભેજરાજ અવન્તી મહાકાલેશ્વરનાં દર્શન કરવા જાય છે. ત્યાં એ ચમત્કારી ભૂમિનું વર્ણન સાંભળી ત્યાં જાતે જઈ બધા ચમત્કાર જોઈ ભૂમિ બોદાવે છે અને વિધિપૂર્વક પૂજનાદિક કરી દેવતા-આરાધનાદિ કરાવે છે. અને અંદરથી એક સુંદર સિંહાસનનાં દર્શન થાય છે, અને માનવપ્રયત્ન નિષ્ફળ જતાં દેવતાના આરાધનની મળેલ દૈવી સહાયથી એ સિંહાસન બહાર કાઢી મહોત્સવ પૂર્વક ધારાપુરીમાં લાવવામાં આવે છે.
આ પ્રતાપી સિંહાસનના તેજ આગળ ભેજરાજ ઝાંખો પડી જાય છે. સિંહાસનની બહુ વિધ પૂજા થાય છે, અને આખરે એક શુભ દિવસે રાજા ભોજ સિંહાસન પર બેસવા જાય છે, પરંતુ વિજળીનો કડાકે થાય અને માણસ ચમકે તેમ સિહાસનમાં રહેલી એક જયાનામની પુતળી માનવી ભાષામાં રાજા ભેજને સંભળાવે છે કે “ હે રાજન ! તમે ગુણ છે, ને ગુણવાનમાં મુખ્ય છો. જે યોગ્ય હોય તેને જ અત્રે બેસવું ઠીક છે, અયોગ્ય તે કેવળ હાંસી પાત્ર થાય. કહ્યું છે કે ઔદાર્ય, ગાંભીય, સત્ત્વ, સાહસ, બુદ્ધિ એ આદિથી જે સર્વગુણસંપન્ન હોય તેણે આ આસને બેસવું.”
૨ તેમના ગુરુનું નામ ચોક્કસ સમજાતું નથી. “શ્રીમદ્દગુણસાગર ગુરુના પાકને પરમ સુભક્તિથી સ્તવું છું ને સદૈવ સદાચાર વિચારદક્ષ એવા તે સંત મને સુપ્રસન્ન થાઓ.” લખી નીચે મુજબ લખે છેઃ “પૂર્ણિમા પક્ષરૂપ વનના કલ્પદ્રુમ શ્રીસાધુ શ્રીમાન ઉભય (અભય) ચંદ્રા ગુરુ અને શુભ મતિ આપે.” હવે આમાં ચોક્કસ શું સમજાય?
For Private And Personal Use Only