SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા વિક્રમાદિત્ય લેખકઃ પૂજ્ય મુનિમહારાજ શ્રી ન્યાયવિજયચ્છ ( ત્રિપુટી ) આજે સમ્રાટ્ વિક્રમાદિત્ય કાણુ હતા ? કયારે થયા ? કયાં થયા ? તેમના સામ્રાજ્યવિસ્તાર કેટલે હતા ? તેમના નામનેા સંવત્સર કેમ અને કયારે પ્રચલિત થયા ? વગેરે અનેક પ્રશ્નો ઉપર પુરાતત્ત્વવિદે, ઇતિહાસકારા અને સાહિત્યકારા ચર્ચા કરી રહ્યા છે. પરન્તુ આ લેખમાં હું એક પ્રાચીન વિક્રમચરિત્રના આધારે વિક્રમના જીવન અને ગુણાના પરિચય આપવા ધારું છું. આ વાંચ્યા પછી આપણુને જરૂર નિશ્ચય થશે કે-આવા આ સંસ્કૃતિના પરમ ઉપાસક, દાનવીર, ધ`વીર અને કર્મવીર રાજવીના નામથી ચંવત્સર ચાલે છે તે તદ્દન ઉચિત જ છે. ભારતીય પ્રજાએ આ મહાપ્રતાપી અને મહાપંપકારી રાજવીના સંવત્સર પ્રચલિત રાખી ભારતના પ્રતિહાસને ઉજ્જવળ બનાવ્યેા છે એમાં લગારે સહ નથી. યદ્યપિ સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી હકીકત છૂટક છૂટક પ્રબંધ, ત્રૂટક નોંધા, ત્રિ. શ. પુ. ચ. પ ૧૦, પરિશિષ્ટ પર્વ, પુરાતન પ્રબંધ સંગ્રહ, પ્રબંધચિન્તામણિ, પ્રબંધક્રાશ વગેરેમાં ઉપલબ્ધ થાય છે, પરન્તુ હું જે ચરિત્રના આધારે આ લેખ લખું છું તેમાં સમ્રાટ્ વિક્રમાદિત્યના ગુણાને પરિચય આપવા સાથે કેટલાક જરૂરી ઇતિહાસ પણ આપ્યા છે કે જેથી વાચકાને એવી પ્રતીતિ થયા વિના નહીં રહે કે સમ્રાટ્ તેના ગુણેાને લીધે જ ભારતીય ઇતિહાસમાં પુણ્યશ્લેાક રાજવીનું યથાર્થ સ્થાન પામી ગયેલ છે. આ પુસ્તકનું નામ ‘ વિક્રમચરિત્ર ' છે, આ ગ્રંથના કર્તા કવિરત્ન આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી છે. ગ્રંથકાર પેાતાને પરિચય આ પ્રમાણે આપે છે... પૂર્ણિમા પક્ષના ગંગનાંગણુના સૂર્ય જેવા શ્રી અભયચંદ્ર સાધુ; જે સાક્ષાત્ ખૂડસ્પતિ જેવા, મારા ગુરુ છે તે ગુણુસાગર ગુરુના ચરણપ્રસાદથી સ્વશક્તિ વડે શ્રી રામચંદ્રે પદ્યપ્રપાંચ યેજીને આ વિક્રમચરિત્ર બનાવ્યું છે. આ ગ્રંથની રચના વિ. સ. ૧૪૯૦ માં થઈ છે. ' " આ ચરિત્રની રચના પોતે કયા ગ્રંથના આધારે કરી તેને ખુલાસે। અને તેનું સાક્ સારૂં ઋણ સ્વીકારતાં કર્તા જણાવે છે કે “ શ્રી વિક્રમાદિત્ય નરેશનું આ ચિરત્ર પૂર્વ કવિએએ ઉત્તમ એવી મહારાષ્ટ્રી ભાષામાં બાંધેલું હતું તે તે સને અતિ અશ્રકારક હતું. “ વિશ્વોપકારપ્રવણ ગુણથી જેની મહાકીર્તિ પ્રસવેલી એવા ક્ષેમ’કર મુનિએ ઉત્તમ સંસ્કૃત ગદ્યથી યુક્તિપૂર્વક આ ચરિત્ર અમરપડિતને ખુશી કરવા રચેલું હતું. "" .. "6 ક્ષેમ કરમુનિકૃત ચરિત્ર જોઇ, સ્મરણ રહે તે માટે તે આખું મે પદ્યમાં રચ્યું છે. ” આ મૂલ ગ્રંથ ‘વિક્રમચરિત્ર ’’ પાટણના ભંડારમાં વડાદરાનરેશ સ્વર્ગસ્થ સર સયાજીરાવના જોવામાં આવેલ. અને ત્યાંથી આ ગ્રંથ વડાદરા સંસ્કૃત પુસ્તકાલયમાં ગયા, અને તે ઉપરથી વડાદરાના કેળવણી ખાતા તરફથી મણિલાલ નભુભાઈ દ્વિવેદી દ્વારા ભાષાંતર કરાવી, વિ. સ. ૧૯૫૧માં બહાર પાડેલ છે. મણિભાઇએ પેાતાના સ્વભાવ મુજબ ૧ આચાર્યશ્રીના લખવા પ્રમાણે મૂલ મહારાષ્ટ્ર ભાષામાં પ્રાચીન વિક્રમચરિત્ર હતુ, જેના ઉપરથી ક્ષેમ’કર મુનિએ સંસ્કૃત ગદ્યમાં વિક્રમચરિત્ર બનાવ્યું. આ બન્ને ચાત્રા કાઇ ભંડારમાંથી મળી આવે તેા વિક્રમાદિત્ય સંબંધી વધુ તિહાસ મળી શકે. For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy