________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪ ],
"
શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦–૧–૨ રાજ્યને માલીક કણ થશે? ત્યારે નૈમિત્તિકે કહ્યું તમારી પુત્રી પદ્માવતીને પુત્ર આ રાજ્યને પાલક થશે. નૈમિત્તિકની વાત સાંભળીને રાજાને પોતાની પુત્રી પદ્માવતી ઉપર અત્યંત અપ્રીતિ-અભાવ થયો. પિતાની પુત્રીના પુત્રથી રાજ્ય રહે, એ રાજાને ભારે ખેદનું કારણ હતું.
ચંદા માલણ સિવાય રાજારાણી કે પરિવારમાંથી હવે કોઈ પણ પદ્માવતીના મહેલે જતું નથી. ચિન્તાતુર વદને બેઠેલી પદ્માવતીને જોઈ એક વખતે ચંદા માલ ઉદ્વેગનું કારણ પૂછ્યું. ત્યારે રાજપુત્રીએ જણાવ્યું કે–
“ પતિથી વિયોગીણી દિન ગમું, વલી તાત તણું અપમાન;
માતા સામું જુએ નહિ, એ ચિત્તાતણું નિદાન. ” પણ પિતાનાં માતાપિતા કયા કારણથી અપ્રીતિવાળાં થયાં છે તે હજુ પદ્માને ખબર ન હોવાથી તેણીએ ચંદાને પૂછ્યું. ત્યારે ચંદાએ નૈમિત્તિક સાથે થયેલા પ્રશ્નોત્તરે સંભળાવી રાજાના માનસનો ખ્યાલ આપો, અને છેવટે જણાવ્યું કે જન્મ થતાંની સાથે જ તારા પુત્રને મરાવી નાંખવાને રાજ વિચાર કરી રહ્યો છે. પ્રબંધકાર કહે છે –
“ રાજધારક તુજ સુત કહ્યો, તેહથી ઉપન્યો રાષ;
વંશ વિચ્છેદક દુહિતા, તસ હણતાં દેશ.” તે સાંભળી જાણે વજીથી હણાઈ ન ગઈ હોય તેમ પદ્માવતી હદયમાં અપાર દુઃખને પામી,
પ્રસવને સમય નજીક આવતાં શુભ મુહૂર્તે પદ્માવતીએ અનેક શ્રેષ્ઠ લક્ષણથી ભરેલા પુત્રને જન્મ આપે, કે જે ભાવમાં અવનીપતિ થનાર છે.
પુત્રજન્મની કેઈને ખબર પડવા દીધી નહિ. પ્રાણસમાન પિતાનો હાલો પુત્ર પદ્માવતીએ વિશ્વાસપાત્ર સખી ચંદા માલણને સપો. નિર્વાહ માટે રાજપુત્રીએ કેટલુંક ધન પણ તેણીને આપ્યું. બાલકને પુષ્પકરંડકમાં લઈ ચંદા મધ્યરાત્રીએ નગર બહાર ચાલી નીકળી. પાછળથી પદ્માવતી પોતાના હાથે જ પેટમાં કટાર મારી મરણ પામી. પ્રબંધકાર વર્ણવે છે કે
“કની વયણ સા પરિવજી, સુત ધન લેઈ તામ; નીલી અધયણ સમે, મુકી નિજપુર ઠામ. પાછલ પદ્મા -દુખ ભરે, લેઈ કટારી પટ;
યમગૃહ પહોતી કર્મવસ, સુખ તે દુઃખ થયું છે. ” પુત્રીના અકાલ મૃત્યુના સમાચાર સાંભળી રાજા ઘણે શોક કરવા લાગે.
તે પહેલાં પદ્માવતીની સપત્ની રૂપસુંદરીએ પણ શુભ મુહૂર્તે એક પુત્રને જન્મ આ હતું. રાજાએ તેનું નામ ભર્તુહરિ પાડવું. - જેના પિતા વિદ્યાધર ગંધર્વકુમાર વૈતાઢયગિરિ ચાલ્યો ગયો છે અને જેની માતાએ જન્મ થયા પછી થોડા જ સમયમાં પેટમાં કટારી મારી યમસદનને માર્ગ લીધો છે, તે બાલકને કુલના કરંડીયામાં લઈને ચંદા માલણ મધ્ય રાત્રીએ રવાના થઈ હતી. તે ઘણે દર દૂર પરદેશમાં કોઈ ગામડામાં જઈ સુખ પૂર્વક રહેવા લાગી. ત્યાં તે બાલકનું શ્રી વિક્રમ એવું નામ રાખવામાં આવ્યું.
આ રીતે વિક્રમાદિત્યના જન્મની કથા અહીં પૂરી થઈ.
For Private And Personal Use Only