________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિક્રમ-વિશેષાંક
અવન્તીપતિની ઉત્પત્તિ
[ ૨૩૩
કેવી રીતે અપાય ? તેવા પ્રકારની ચિન્તામાં પડેલા રાજાને, મંત્રી તથા પુરાદ્ધિતે, આપેલા વચનની યાદ દેવડાવી અને કહ્યું કે આ માનુષી કાર્ય નથી, ાઈ દેવ કે વિદ્યાધર હાવા ોઇએ. માટે ચિન્તા કરવી યેાગ્ય નથી. ત્યારપછી શું બન્યું તે માટે આ રહ્યા પ્રબંધ કારના શબ્દો.
66
તવ ભૂપતિ કહે મંત્રીને, તેને તેડી લાવે। અત્ર; જિમ કન્યા પરણાવીયે રે, શુભ મુદ્દતે સુનક્ષત્ર. નૃપને કહ્યું જિહાં તિહાં થકી રે, જોવરાવી આપ્યા લબક; જોશી તેડી નૃપ મત્રવી રે, પૂછે લગ્ન મત અભ્યણુ પુન્યજોગે તેડુ દિવસનું રે, આવ્યું તે લગ્ન પવિત્ર; વિધિ સાચવી યથા યોગ્યથી રે, ખર પરણાવ્યા કર્યું વિચિત્ર.”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજકન્યાનું પાણીગ્રહણ રાસભની સાથે થએલું જાણી આખાયે નગરમાં ભારે હાહાકાર થઇ ગયેા. પદ્માવતી પણ પેાતાના પૂર્વીકૃત કર્મના દોષ કાઢતી ભારે ખેદને ધારણ કરવા લાગી. તેટલામાં તે કુમારે રાસલના રૂપના ત્યાગ કરી મૂળ ગાંધવ વિદ્યાધરના રૂપને ધારણ કર્યું. દેવકુમાર સરખા પોતાના પતિના રૂપને જોઇ રાજપુત્રી પદ્માવતી ઘણી ખુશી થઈ, રાજારાણી તથા સર્વે નગરજનેાના આનંદને પાર રહ્યો નહિ. રૂપસુંદરી નામની ખીજી એક પત્ની ગંધ કુમારને હતી. તે માટે પ્રબંધકાર કહે છે;
1
“તિમવલી રાજસુતા સમી, સખી સમ દાસી એક; રૂપસુ દરી નામે છે, રૂપે સુદર હેક. તે દેખી હેમરથ તનુજ, મેાહ પામ્યા અત્યંત; રૂપસુંદરી પણ કુમરથી, તન્મય ચિત્ત ધર`ત. પદ્માવતી ચિત્ત એન્ડ્રુનું, લેખી પ્રીતમને સખી મેળવે, પૂરણ
ધરી સમભાવ; પ્રીતને દાવ.
..
રાજપુત્રી પદ્માવતી અને રૂપસુંદરી એમ બન્ને સ્ત્રીએની સાથે ગધકુમાર સુખપૂર્ણાંક દિવસે નિ`મન કરવા લાગ્યા. કેટલેાક સમય ગયા બાદ રાણી પદ્માવતીએ શુભસ્વપ્નસૂચિત ગ`ને ધારણ કર્યાં. એટલામાં વૈતાઢ-ગિરના કંચનપુર નગરથી હેમરથ રાજાએ મેાકલાવેલ એક વિદ્યાધર ગધવ કુમારને તેડવા માટે ત્યાં આવ્યેા. કુમારે કુશલ સમાચાર પૂછ્યા. આગ ંતુક વિદ્યધરે કહ્યું કે, બીજી' તે સપ્રકારે સુખ છે, પણ એક આપને વિયેાગ એ મહારાજા હેમરથને ભારે દુઃખ આપી રહ્યો છે અને તેથી જ આપને તેડવા માટે મને મેલ્યે છે.
ગધ કુમારે પોતાની બન્ને સ્ત્રીઓને ગુપ્તપણે પાતાના જવાની વાત જણાવી, પાછા આવવાનું આશ્વાસન આપ્યું અને રાજા વગેરેને જણાવ્યા સિવાય એકદમ ત્યાંથી વૈતાઢયગિરિ જવા નીકળ્યા.
પદ્માવતીના પિતા રત્નસિંહને પુત્ર ન હોવાથી ઘણી ચિન્તા રહેતી હતી. એક વખતે કાષ્ટ નૈમિત્તિક રાજસભામાં આવ્યેા. રાજાએ પેાતાને પુત્ર થશે કે નહિ ? એ પ્રશ્ન પૂછ્યા. નૈમિત્તિક કર્યું કે, મહારાજ ! તમારા ભાગ્યમાં પુત્ર નથી. ત્યારે રાજાએ પૂછ્યું કે તે મારા
For Private And Personal Use Only