________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ ( રૂ૫ રાસભનું આદરી રે, ફરે નદી તટ રાન;
ઈચ્છાચારી ખેલતે રે, વિચરતે જાયે સમશાન.” - તે હેમવદ્ધન નગરમાં રત્નસિહ રાજા રાજ્ય કરે છે. તેને રત્નાવતી નામની રાણી અને પદ્માવતી નામની પુત્રી છે. પદ્માવતી પૂર્ણ યૌવનાવસ્થાને પામેલી છે. તેના યોગ્ય વરને માટે રાજાએ મંત્રી દ્વારા ઘણુ શોધ કરાવી, પણ કોઈ સ્થળેથી તેવા વરની પ્રાપ્તિ થઈ નહિ. તેવામાં મહિદ્રી નદીમાં સ્નાન કરી નગરમાં જતા રાજાના પુરોહિતે આકાશ વાણી સાંભળી કે –
“નરપતિ ગૃહ પદ્માવતી કન્યા, તે કિમ નવી પરણાવે રે; - હજીય લગણ નૃપવિલંબ કરે છે, કિમ મનમાંહે ન આવે રે.” તે સાંભળી આસપાસ જેવા છતાં એક રાસભ સિવાય પુરોહિતના જોવામાં કોઈ આવ્યું નહિ. ઘેર જઈ તેણે કોઈને વાત કરી નહિ. બીજે દિવસે પણ તે જ પ્રમાણે આકાશવાણી સાંભળવામાં આવી. તેને પણ આળ જંજાળ સમજી તે હકીક્ત કોઈને જણાવી નહિ. ત્રીજે દિવસે પણું જ્યારે તે જ પ્રમાણે સાંભળ્યું ત્યારે પુરોહિતે નિશ્ચય કર્યો કે આજ તે જરૂર રાજાને જઈને કહીશ. એટલે સંધ્યા સમયે એકાંતમાં જઈ પુરોહિતે રાજાને તે વાત જણાવી. તે સાંભળીને આશ્ચર્ય પામેલા રાજાએ પ્રધાનને તેડાવી પૂછ્યું કે શું આ વાત સાચી હોઈ શકે? પ્રધાને કહ્યું કે મહારાજા! તેની ખાત્રી તે સવારે સાક્ષાત સાંભળવાથી થાય. પ્રભાતે રાજા પ્રધાન, પુરોહિત વગેરે અ૯પપરિવારને સાથે લઈ તે સ્થળે ગયે. તે વખતે પણ તેવી જ વાણી સાંભળી. પ્રબંધકાર કહે છે કે
નરપતિ ગૃહ પદ્માવતી કન્યા, તે કિમ નવિ પરણાવે રે; હજીય લગણ ૫ વિલંબ કરે છે, કિમ મનમાંહે ન આવે રે. વાણી નિસુણી નૃપ પયંપે, કની સમ વર અણુ પામે રે; તવ ફિર થઈ વાણી આકાશે, ‘શી ન્યૂનતા એ ગામે રે. એહવે તે રાસલ તિહાં ફીર, આવી ઉભે નૃપ આગે રે; કહે સમર્ષ સુતા એ ખરને, એહથી અધિક ચો માગે રે.
દુહા વળતું ભૂપતિ ઈમ કહે, એ તુમ વચન પ્રમાણ; પણ કહીએ તે જ કરે, તે મુજ સાચી વાણું. મુજ નગરીએ કરે, તામ્ર તણે ગઢ આજ; નયરીમાં સહુ સૌને, પૂરે ધણ કણ સાજ. પુર પાખલ ખાઈ પ્રબલ, સપ્ત ભૂમિ આવાસ; મણ માણિક મોતી રયણ, રજત કંચનની રાશ. એક યણે ચઉ પહરમેં, કરે એ સઘલાં કામ,
તો મેં કન્યા એને, આપવી પડ્યા નામ.” ત્યારપછી રાજા પ્રમુખ પોતપોતાના સ્થાને ગયા. વિદ્યાધર ગંધર્વકુમારે પિતાની વિદ્યાના બળે એક જ રાત્રીમાં તે બધુંય બનાવી દીધું.
પ્રભાતે ઊઠીને રાજા જુએ છે તે ગઈ કાલે પતે કહેલી શરત પ્રમાણે આખાયે નગરને સુશોજિત બની ગયેલું જોયું અને તેથી તે ઘણા ખુશી થયો પણ રસમને કન્યાં
For Private And Personal Use Only