________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિક્રમ—વિશેષાંક ]
www.kobatirth.org
અવન્તીપતિની ઉત્પત્તિ
× તેહ સુતથી કરિયે કીસ્યું, જેથી પ્રજા દ્રુહવાય રે; બાલ સાવ`ને પહેરવે, જેથી કર્યું ત્રાંડાય રે.
""
માટે તમે સુખે સમાધે અહીં જ રહેા. પુત્રને હું શીખામણ આપીશ, પણ પ્રજાને જરાએ દુ:ખી થવા દઇશ નહિ. આ પ્રમાણે આશ્વાસનથી નિર્ભય બનાવી રાજાએ મહાજનવર્ષોંને વિસર્જન કર્યાં. અને ઘેાડી વારમાં ગંધવકુમાર પિતાજીના ચરણે નમસ્કાર કરવા માટે મિત્રા સહિત રાજસભામાં આવી પહોંચ્યા. કુમાર વિનયપૂર્વક નમસ્કાર કરી એ હાય જોડી રાજા સન્મુખ ઊભે। રહ્યો. પણ રાજાએ તેના તરફ ધ્યાન નહિ આપતાં મુખ ફેરવી નાંખ્યું. હાથ જોડીને ઊભા રહેલા કુમાર પિતાજી પ્રત્યે પેાતાનાથી અજાણતાં પણ અવિનય કે અપરાધ થયા હોય તે તેને ચિન્તાતુર વદને જેટલામાં યાદ કરે છે તેટલામાં તે ક્રોધાગ્નિથી ભભૂકતા રાજા જાણે વહ્નિકણુને જ ન વરસાવતા હાય તેમ ખેાલી ઊઠયોઃ——
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ અરે દુષ્ટ ! તું શા માટે મારી સન્મુખ ઊભા છે ? દૂર થા. તારું મુખ તું મને દુખાડ નહિ. મારા હુકમ છે કે જ્યાં સુધી હું તને તેડાવું નહિ ત્યાં સુધી મારા રાજ્યની સીમાના કાઈ પણુ ભાગમાં તારે રહેવું નહિ. '
કદી પણ નહિ સાંભળેલા એવાં, રાજાના મુખથી નીકળતાં આ વચને સાંભળી કુમારને હૃદયમાં વાધાત સમાન દુઃખ થઈ ગયું. તે પિતાજીને છેલ્લી સલામ કરી તુરત જ ત્યાંથી ચાલી નીકળ્યા. જતાં જતાં ચરપુરુષથી તેણે બધા સમાચાર જાણી લીધા. નગરજનાના દોષને જરાએ તેણે લક્ષમાં લીધે। નિહ, પણ પોતાના જ પૂર્વીકૃત કના પરિણામને વિચાર કરતા કુમાર માતાના મહેલે આવ્યેા, ભાજન કર્યું, પણ ઉપસ્થિત પ્રસંગના ભેદની વાત પેાતાની માતાને કે મિત્રાને તેણે જણાવી નહિ. રાત્રીના પ્રથમ પ્રહર વીતી ગયા બાદ ખગસખા એકાકી કુમાર રાજમહાલયને ત્યાગ કરી નીકળી પડયા. ખેચરી ( આકાશ ગામિની ) વિદ્યાના બળે વૈતાઢચ પર્વતને ઉલ્લંઘી જગતની વિચિત્રતાને નિહાળતા ઘણી ભૂમિ પસાર કરી સાર દેશમાં આવી પહોંચ્યા. અને શ્રી ગિરનાર પર્વતને જોતાંની સાથે જ દીધ` મુસાફરીના શ્રમને પણ ભૂલી જઇ તે ઘણા આન ંદિત બન્યા, ત્યાં સુવર્ણ કળશ અને સુંદર ધ્વજથી સુશોભિત શ્રી નેમિનાય પ્રભુના દેવવિમાન સરખા શ્રી જિનમદિરને તેણે જોયું. પોતાના પુણ્યરૂપ કલ્પવૃક્ષનું જાણે પરિપકવ ફળ જ પ્રાપ્ત ન થયું હોય તેમ શ્રી જિનમદિરને જોઈ ભ્રૂણાજ હર્ષથી તેણે તેમાં પ્રવેશ કર્યાં અને યદુકુલગગનનભામણુ સમા બાવીશમા તીપતિ શ્રી નેમિનાથ ભગવાનને ભાવથી નમસ્કાર અને સ્તુતિ કરી આજના દિવસને તે ધન્ય માનવા લાગ્યા. પછી જિનાલયથી બહાર નીકળી પહાડની રમણીયતાને નિહાળતા એક સ્થળે શુદ્ધ ભૂમિ જોઇ ત્યાં ઊભો રહ્યો. કુમારે ભૂમિને ઉત્તમ સમજી રૂપપરાતિની વિદ્યા સાધવાની શરૂઆત કરી. પુણ્યબલે થાડા જ સમયમાં તે વિદ્યા તેને સિદ્ધ થઈ ગઈ. કેટલાક સમય ત્યાં પસાર કરી પશ્ચિમ દિશા તરફ તેણે પ્રયાણ કર્યું. થાડા દિવસમાં હેમવન નામના નગર પાસે આવી પહોંચ્યા. મહિંદ્રી નદીના કિનારે કામદેવના મંદિરને જોઈ ત્યાં ખેસી વિચાર કરવા લાગ્યા કે સ્વાભાવિક રૂપે રહેવાથી કદાચ મુશ્કેલી આવી જાય, તેથી રૂપ પરાવર્તિની વિદ્યા વડે તેણે રાસલનું રૂપ કર્યું. પ્રબંધકાર કહે છે કે—
સહજ રૂપ રહતાં થકાં ?, હાએ નવલા ૬;
તે ભણી રૂપ પરાવર્તાને રે, રહવું મુજને સ્વછંદ
For Private And Personal Use Only
[ ૨૩૧