________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ . [ કમાંક ૧૦૦-૧–૨ પુત્રને જન્મ મહોત્સવ કરાવ્યો. દશ દિવસે અશુચિ દૂર કર્યા બાદ સ્વજન વર્ગ તથા નગરજનોને પોતાના ઘરને આંગણે નોતરી ભોજન વગેરે કરાવીને સર્વ સમક્ષ બાલકનું ગંધર્વ કુમાર નામ સ્થાપન કરવામાં આવ્યું. અનુક્રમે કુમાર સાત વરસને થયે. રાજાએ આડંબરથી નિશાળે ભણવા મૂકો. બુદ્ધિની અતિશયતાના બળે અ૫ પ્રયાસ માત્રથી છેડા જ સમયમાં કુમાર દરેક કળાઓમાં કુશળ થશે. દર્શનશાસ્ત્ર, શસ્ત્રવિદ્યા, નૃત્ય, છંદ, અલંકાર, શબદ– શાસ્ત્ર અને સંગીત કળામાં તે ઘણો જ હોંશિયાર બન્ય. સૌમ્યાકૃતિ, વિનય અને ગુરજનની સેવામાં પ્રેમ વગેરે કુમારમાં રહેલા ઉત્તમ ગુણોએ સમગ્ર જનતાનું ચિત્ત હરી લીધુ હતું.
ક્રમે કરીને ગંધર્વ કુમાર કંદર્પને કીડા કરવાના આરામ સમાન યુવાન વયને પામ્યો. તેજના અંબાર સમે એ કુમાર જાણે શરીરધારી કામદેવ જ ન હોય તેવો ભવા લાગ્યો. પ્રિય વાચકવૃન્દ! શરૂઆતમાં જણાવેલ કુમાર, કે જેના રૂપની પાછળ નાગરિક સ્ત્રીન્દ મુગ્ધ બન્યો હતો, તે આ જ હેમરથ રાજાને પુત્ર વિદ્યાધર ગંધર્વકુમાર !
કુમારને નિરખવા માટે નિયાદ બનેલ નાગરિક મહિલા સમુહથી કંટાળીને નગરજનોએ હંમેશા માટે આ દુ:ખથી મુક્ત થવા સારૂ મહારાજા હેમરથ પાસે જવાને નિશ્ચય કર્યો હતો. એટલે આજે કંચનપુરનો અગ્રગણ્ય મહાજનવર્ગ સુશોભિત પિશાકમાં સજજ થઈ રાજમહાય તરફ જઈ રહ્યો હતો. એ ત્યાં જઈ મહારાજા હેમરથને પ્રણામ કર્યા. પતિએ પણ તેઓને બહુ આદરમાન આપ્યું અને આવવાનું કારણ પૂછયું, ત્યારે મહાજનવર્ગના પ્રતિનિધસમા એક અગ્રેસરે અરજ કરી કે મહારાજ ! આપના રાજ્યમાં આપની દયાથી અમે સર્વ પ્રકારે સુખી છીએ. રાજભય, ચોરભય કે બીજા કેાઈ પણ પ્રકારના ઉપદ્રવો આપની કૃપાથી અમને નથી. પણ માત્ર એક જ દુઃખ રહેલું છે, અને તે એ કે આપના કુમાર જ્યારે નગરમાં ફરવા નીકળે છે ત્યારે કુમારના રૂપ રૂપી અગ્નિશિખામાં અમારે ત્રીસમૂહ પતંગિયાનું આચરણ કરે છે. આ માટે પ્રબંધકારના શબ્દો જ જોઈએ.
કુમર ઇતિ નામ સુણી યેષિતા, પુંઠે દેડે ન અંદેહ રે; ઘરતણું કામ સહુ પરિહરે, ચમક ખિચે જિમ લોહ રે.. તેહ ભણી ખેદ સહુ લેકને, ચાયે તે કિમ રહેવાય રે,
એક રહેવાસ અહિ મૂષકને, રેહવે સ્યું સુખ થાય રે.” હંમેશની આ પજવણીથી અમો ઘણું કંટાળી ગયા છીએ. અને તેથી આ નગર છોડીને પરદેશ વસવા માટે જવાને વિચાર કરી રહ્યા છીએ. તે કારણથી આપની રજ લેવા માટે આવ્યા છીએ. તે અમારે પરદેશ જવા માટે આપ કૃપાળુ આજ્ઞા ફરમાવામાં આ હકીકત સાંભળી રાજા વિચાર કરે છે કે, જ્યાંથી વહાર આવવી જોઈએ ત્યાંથી જ ધાડ આવવા જેવો આ પ્રસંગ બન્યો છે. પુત્રથી પ્રજા દુઃખી થાય તે પછી રાજ્ય કેવી રીતે રાખી શકાય? જે પ્રજા અનુકૂળ હોય તો જ સકળ સામ્રાજ્ય સુરક્ષિત રહી શકે છે. કારણ કે
દાણા વૃક્ષ: શુકજ્ઞા તારા સૂર્ણ, મુલ્યા પો રા તી શાવાદ તાણા ૨ાષા ક્ષયા, પૂણે ગુણે રાતિ વૃક્ષાર્થ નારદ !
એમ વિચારી રાજાએ કહ્યું કે, મારા પુત્રને કારણે તમને દુભવવા એ વાત બને જ નહિ. પ્રબંધકાર વર્ણવે છે કે -
For Private And Personal Use Only