________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦-૧-૨ અને તે નવે રને સમકાલીન હતાં તેને કશેય પૂરાવો મળતા જ નથી. આ સ્થિતિમાં વિદ્યાભૂષણજીને મત કેમ સાચો મનાય ?
(૨) ડો. હર્મન યાકેબી અને ૫. જુગલકિશોરજી મુખ્તાર માને છે કે બૌદ્ધ આ. ધર્મકીર્તિને “પ્રમાણસમુચ્ચય” કે જેનો સમય ઈ. સ. ૬૩૫ થી ૬૫૦ મનાય છે તેમાં પ્રમાણવ્યવસ્થામાં સ્ત્રારત અને અન્નાના શબ્દો વાપર્યા છે. આ. સિદ્ધસેનજીએ ન્યાયાવતારમાં પણ પ્રમાણચર્ચામાં વ્રત તથા અસ્ત્રા શબ્દો આપ્યા છે (. ૫,૭) જે ઉક્ત બૌદ્ધાચાર્યના છે, માટે આ. સિદ્ધસેન તેમને પછી થયા એ વાત નક્કી છે.
પરંતુ આ નિર્ણય કરવામાં ઉપરના બન્ને વિદ્વાને પણ ભૂલ્યા છે. કારણ કે ગૌતમના ન્યાયસૂત્ર અને તેના વાત્સાયનભાષ્યમાં સ્ત્રારત અર્થવાલે અમચાર શબ્દ વપરાય છે. પ્રો. રૂચી લખે છે કે-દિનાગની પહેલાંના યોગાચાર્યભૂમિશાસ્ત્રમાં અને પ્રકરણચાર્યવાચામાં પણ પરોક્ષ, શાનાપોઢ, નિવવા, અસ્ત્રાત અને મધ્યમચી. વગેરે શબ્દો છે આ યુગાચાર્યના કર્તા ઈસ્વીસનની ચોથી સદીના મધ્યમાં થએલ અસંગતના ગુરુ “મૈત્રેય” છે. વળી ન્યાયાવતાર લે. ૬ માં પ્રત્યક્ષના અબ્રાન્તપણાનું જે વિધાન કર્યું છે તે પ્રત્યક્ષને અબ્રાન્ત માનનાર બૌદ્ધ આ. ધર્મકીર્તિ સામે તે ન જ હોઈ શકે. એ.વિધાન પ્રત્યક્ષને ભ્રાન્ત માનનાર સૌત્રાન્તિક અને વિજ્ઞાનવાદી બૌદ્ધો સામે જ છે. આ રીતે સ્ત્રારત અને અસ્ત્રાવ શબ્દ ઘણાં જ પુરાણું છે.
(૩) ડો. યાકેબી ન્યાયાવતાર (લે. ૧-૧૧ વગેરે) ના સ્વાર્થ અને પ્રાર્થ શબ્દોને પણ પ્રમાણસમુચ્ચયમાંથી લીધેલા માને છે. પરંતુ આ શબ્દો તો તેમની પહેલાંના વૈશેષિક ન્યાયદર્શન બૌદ્ધ ન્યાયમુખ અને બૌદ્ધ ન્યાયપ્રદેશમાં પણ મળે છે. માટે ડે. યાકેબીની તે માન્યતા નિમૂળ છે.
(૪) ૫. જુગલકિશોરજી મુખ્તાર માને છે કે-ન્યાયાવતાર . ૯ મા આ. સમન્તભદ્રના રત્નકરંડ શ્રાવકાચારમાં પણ છે (નવારતા લોક પણ આ. સિદ્ધસેન તથા આ સમન્તભદ્રની કૃતિ રૂપે મળે છે). અને બીજી કૃતિઓમાં પણ શબ્દગત શિલીગત અને વસ્તુગત સામ્ય છે. એટલે આ. સિદ્ધસેનજીએ એ વસ્તુઓ આ. સમન્તભદ્રના ગ્રંથમાંથી લીધી છે.
પરન્તુ આ બન્ને આચાર્યોમાં પહેલા કેણ? અને પછીના કાણ? એટલે કોણે કોનું અનુકરણ કર્યું છે એ પણ એક જટિલ સમસ્યા છે. તથા રત્નકરંડ શ્રાવકાચાર મહાન સ્તુતિકાર આ. સમન્તભદ્રની રચના છે તેના ચોક્કસ પૂરાવા જ મળતા નથી. માટે મુખ્તારની એ માન્યતા પણ કલ્પના ઉપર જ ઊભેલી છે. ઉપર કહેલ વિચારણુઓ અને સમાધાનથી એ નક્કી છે કે–આ. સિદ્ધસેન દિવાકર
આ. સમન્તભદ્રસૂરિ આ. ચંદ્રસૂરિજીના પટ્ટઘર અને વનવાસી ગચ્છના પ્રથમ આચાર્યું છે, જેનો સમય પાવલોને ઓધારે વિક્રમની બીજી સદી છે. વિશેષ માટે જાઓ જેન સત્ય પ્રકાશ” વર્ષ અંક ૯ પૃષ્ઠ ૯૯૧ માંને “ આ. સમતભાઈ” શીર્ષક લેખ.
For Private And Personal Use Only