________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્રાટ્ વિક્રમાદિત્ય
[ ૧૦૭
વિક્રમ—વિશેષાંક ] પૂર્વના ચરિત્રગ્રંથાના આધારે આ. સિદ્ધસેન દિવાકરનું ચરિત્ર પણ આલેખ્યું છે, જેને સાર નીચે મુજબ છે—
આ. સિદ્ધસેન દિવાકરની જ્ઞાતિ ભ્રાહ્મણુ, ગેાત્રકાત્યાપન, પિતા દ્દેવર્ષિ અને માતા દેવશ્રી હતાં. તેઓએ વિદ્યાધર આમ્નાયના આ. પાદલિપ્તસૂરિની પરપરામાં થએલ આ. સ્કંદિલાચાય ના પટધર આ. વૃદ્ધાદિસૂરિ પાસે દીક્ષા લાંધી અને આચાય`પદ પ્રાપ્ત કર્યું.
આ આચાયે મનથી જ પ્રણામ કરનાર રાજાને ઊંચા હાથ કરી ધર્મલાભ આપ્યા તેથી રાન્તએ આયા તે ક્રોડ સ્વર્ગુટકા આપ્યા. પરન્તુ આચાર્ય મહારાજે તે લેવાના ના કહી એટલે રાજાએ તે રકમને શુભ કાર્યમાં લગાવી. આ આચાયે ચિત્તોડના એક ગુપ્ત ગ્રંથભંડારમાંથી સ્વર્ણ સિદ્ધિ અને સરસવની વિદ્યા પ્રાપ્ત કરી હતી. અને તેના વડે પૂર્વદેશના કર્માર નગરના રાજા દેવપાળને તથા ભરુચના રાજા બલમિત્રના પુત્ર ધન ંજયને પુષ્કળ દ્રવ્ય અને સરસવથી ઉત્પન્ન કરેલ સૈનિકાની મદદ કરી શત્રુઓની સામે જય પ્રાપ્ત કરાવ્યા હતા. રાજા દેવપાળે તેા આ ઘટનાથી આચાય મહારાજને “દિવાકર ’’ની પદવીથી વિભૂષિત કર્યાં અને ત્યારથી તેએ સિદ્ધસેન દિવાકર તરીકે વિખ્યાત થયા.૭ આ રીતે ચરિત્રમામાં આચાય સિદ્ધસેન દિવાકર અને રાજા વિક્રમાદિત્યને ગુરુશિષ્ય જેવા ગાઢ સબંધ બતાવ્યા છે. એટલે આપણે હવે શ્રી દિવાકરજીના સમય તરફ નજર નાખીએ, તે માટે ભિન્ન ભિન્ન વિદ્વાનેાની વિચારણાએ અને મીમાંસાએ નીચે મુજબ છેઃ
(૧) ૐા. સતીશચંદ્ર વિદ્યાભૂષણુ માને છે કે. સ. ૧૩૦-૩૫ માં ાને હરાવનાર માળવાતા રાજા યશેાધમ તે વિક્રમ અને નવરત્નાવાલા મ્લાકમાં દર્શાવેલ ક્ષણક તે આ. સિદ્ધસેન દિવાકર. આ રીતે આ આચાય ઈ. સ. ૧૩૦-૩૫ લગભગમાં થયા છે.
વિદ્યાભૂષણુજીના આ નિણુંય ભૂલભરેલા છે. કારણ કે વિક્રમાદિત્ય કયારૅ થયા ? એ પ્રશ્ન તે! ઝઘડામાં જ ઊભા છે. ભિન્ન ભિન્ન વિદ્વાના જુદા જુદા રાજાઓને વિક્રમ માને છે. પૂ. પં. કલ્યાણુવિજયજી મ. ઉજ્જૈનના રાજા ખલમિત્રને જ વિક્રમ તરીકે સાબીત કરે છે. આ સિવાય ‘ ક્ષપણુક ' શબ્દથી આ. સિદ્ધસેનને લેવા એ પણુ કલ્પના જ છે ના ?
૬ વિક્રમની દસમી સદીના આ. ભદ્રેશ્વરસૂરિએ બનાવેલ ગદ્ય-કથાવલી તથા વિ. સ. ૧૨૯૧ માં તાડપત્ર પર લખાએલ દિવાકરજીના પદ્ય પ્રબંધ વગેરે.
૭ એક ગાથામાં “દિવાકર ’ પીવાલા પૂર્વધર જ હોય એવું સૂચન છે. “તેઓ એક વાર રાજ્યભક્તિના મેાહમાં ફસાઈ પડયા હતા. પુનઃ ગુરુ મહારાજે ત્યાં આવી તેઓને પુનઃ શુદ્ધ માર્ગમાં સ્થાપિત કર્યા હતા. તેએએ પ્રાકૃત ભાષામાં રહેલ જૈન સિદ્ધાંતને સંસ્કૃતમાં ઉતારવાના વિચાર કર્યાં અને એના જ પ્રાયશ્ચિત્તમાં વિક્રમાદિત્યને પ્રતિમાધ આપી જૈનધર્મી બનાવ્યા. આ પ્રસ ંગે તેઓએ વીરસ્તુતિ અને કલ્યાણુમદિર સ્તોત્ર નવાં બનાવી તે વડે ઉજ્જૈનના કુડગેશ્વર મહાકાલના મંદિરના શિવલિંગમાંથી અવન્તી. પાશ્વનાથની પ્રતિમા પ્રગટ કરી હતી. તેઓએ સમ્મતિત પ્રકરણુ, ન્યાયાવતાર, બત્રીશીએ અને કલ્યાણુમદિર વગેરે ગ્રંથ બનાવ્યા છે અને તેનું. સ્વČગમન દક્ષિણુના પેટમાં થયું છે. વગેરે વગેરે.
For Private And Personal Use Only