SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવન્તીપતિની ઉત્પત્તિ [ એક રાસના આધારે લખાયેલ વિકમ દિત્યની જન્મકથા] લેખકઃ પૂ. મૂનિ મહારાજ શ્રી પવવિજ્યજી [ પૂ. આ. મ. વિજયલબ્ધિસૂરીશ્વરશિષ્ય ] ઇડરમાંના “શ્રી આત્મ-કમલ-લબ્ધિસૂરીશ્વર શાસ્ત્રસંગ્રહ” નામક ભંડારમાંથી “શ્રી વિક્રમપ્રબંધરાસ” નામક એક હસ્તલિખિત પ્રત મળી આવેલ છે. તેની ભાષા જૂની ગુજરાતી પદ્યમય છે. તેના કર્તા તપાગચ્છીય મુનિરાજ શ્રી પ્રેમવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી ભાનુ (ભાણ) વિજ્યજી છે. ગ્રન્થના અંતે જણાવ્યું છે – “શ્રીવિજયપ્રભસૂરીશ્વરના પદકજ અંતેવાસીજી, ગીતાર્થપદ સાર્થક જેહમાં ગ્યાનામૃતના વિલાસીજી; પંડિત પ્રેમવિજ્યને સેવક ગુરુ આણું શિર ધારી, - ભાણવિજય વિક્રમભૂપતિને રાસ ર સુખકારી.” કર્તાએ વિક્રમ સંવત ૧૮૩૦ ના જેઠ સુવ ૧૦ ને રવિવારે ઔરંગાબાદમાં આ ગ્રન્ય પૂર્ણ કર્યો છે. આ રાસ સ્વકલ્પિત નથી. તેને માટે કર્તા જણાવે છે કે – તેહને રાજ્ય એ રાસ રસીલો, કીધે ગુણીગુણ ગાયાછે; પૂર્વ ચરિત્ર વિક્રમને જોઈ, પૂર્વસૂરિઈ નિરમાયા.” “શ્રીવિક્રમપ્રબંધરાસ” ની આ હરતલિખિત પ્રતમાં ૧૦૦ પાનાં છે, અને તે વાંચનારને રસપ્રદ લાગે તેવો છે. આ કથા એ રાસના આધારે જ લખવામાં આવી છે. આમાંના એતિહાસિક અંશનું પૃથક્કરણ કરવાનું કાર્ય તે વિશ્વના જ્ઞાતા વિદ્વાનને સોંપી આ કથા પ્રારંભ કરું છું – બાલ્યવયથી જ તે કુમારનું રૂપ અદ્દભુત હતું. તેને શરીરની કાતિની હોડમાં કઈ ઊભું રહી શકતું નહિ. બાલ્યવયને ઉ૯લંઘીને યુવાનવયમાં તેણે હમણાં જ પ્રવેશ કરેલ હતા. પુરબહારમાં ખીલી નીકળેલી યુવાવસ્થાએ તેની શારીરિક સુન્દરતામાં અનેકગુણ વધારો કરેલ હતો. ૨૦૦૦ વર્ષ લગભગ વ્યતીત થયાં છે. તેઓ પૂર્વધર હતા, કારણ કે વાચક, દિવાકર, વાદી અને ક્ષમાશ્રમણ આ ચાર ઉપનામ પૂર્વધરને જ અપાય છે. એ આચાર્ય પરમપ્રભાવક હતા. એમણે કલયાણુમંદિર સ્તોત્ર બનાવીને ઉજજૈનમાં મહાકાળના લિંગમાંથી અવંતી પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ કરી હતી. એ સ્તોત્ર અને મૂર્તિ બન્ને મહાપ્રભાવશાળી છે. આ વિક્રમરાજા આવા પ્રભાવશાળી આચાર્યના અને આગીઆ વેતાળ તથા હરસિદ્ધિ દેવીના સાનિધ્યથી શાસનનાં અને પ્રજાનાં અનેક કાર્યો કરી શક્યા છે, અને જગતમાં અદ્વિતીય રાજેશ્વર કહેવાયું છે. એમના ચરિત્રનો મોટો ભાગ આ એકમાં અન્ય લેખક મહાશયના લેખોમાં આવવાનો હેવાથી અહીં વિસ્તાર કરવામાં આવ્યો નથી. આ મહારાજાનું ચરિત્ર જાણવા માટે વિક્રમચરિત્ર વગેરે અનેક ગ્રંથે વિદ્યમાન છે. અન્ય દર્શનમાં બત્રીશ પુતળીની તેમજ પંચદંડની વાર્તા વડે એ પ્રસિદ્ધિ પામેલ છે. પાંચમા આરામાં પણ આવા ઉદાર અને કુમારપાળ મહારાજા જેવા દયાળુ મહારાજાઓ થયેલ હોવાથી અમુક અપેક્ષાએ તેને સુસમાંદુસમા (એ) આર ગણવા યોગ્ય છે. For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy