________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ સંવત ૨૦૦૦
લેખક : શ્રીમાન શેઠ કુંવરજી આણંદજી, ભાવનગર
આ શરૂ થયેલા વર્ષના અંકમાં ત્રણ શૂન્ય આવે છે તેથી તેને કેટલાક અશુભના ચિહ્ન તરીકે માનીને આ વર્ષને બહુ ઉપદ્રવકારી માને છે. પરંતુ મને, મારી માન્યતા પ્રમાણે એમ લાગતું નથી. મને તે એ ત્રણ શૂન્યની અગાઉ બે અંક આવેલ હોવાથી શૂન્યની અશુભતા દૂર થાય છે એમ લાગે છે, અને પ્રસ્તુત વર્ષમાં યુદ્ધ વિરામ થવાનું અને અમુક અપેક્ષાએ શાંતિ પ્રસરવાનું લાગે છે. દરેક બાબતનો અંત હોય જ છે, તે ન્યાયે આ વિગ્રહને પણ હવે અંત આવવાનો સંભવ છે. આ બધી માન્યતા છે. અત્યારે ભવિષ્યનું જ્ઞાન પ્રાયે જણાતું નથી. વર્ષના વર્તારા કેટલાક વિદ્વાનો અથવા તે વિષયના જ્ઞાતાઓ લખે છે, લખતા આવ્યા છે, પરંતુ તે પ્રમાણે બનતું જણાતું નથી તેથી તેના પર વિશ્વાસ આવતો નથી. તો પણ કેટલાક રવભાવે જે અશુભ થવાની આગાહી કરીને લોકોમાં ઉદાસી અને ચિંતાતુરપણું વિસ્તારે છે તે કોઈ પણ રીતે યોગ્ય નથી. માત્ર તે તે એક જાતને એવે સ્વભાવ જ સૂચવે છે. તેના કરતાં શાંતિ થવાની આગાહી બતાવનાર મને તો સારો લાગે છે, કારણ કે તેથી સામાન્ય જનતાના હૃદયમાં કાંઈક શાંતિને ઉદ્દભવ થાય છે.
આ પ્રસંગે વિકમ રાજાના સંબંધમાં કાંઈક વિચારવું એ આવશ્યક છે. વિક્રમ રાજા પ્રતાપી અને પુન્યશાળી રાજા હતા. તેમને “આગીઆ” વેતાળની સહાય હતી, તેથી તેમણે આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવાં કાર્યો કર્યા છે. આખી દુનિયાનું, મોટે ભાગે ભારતવર્ષનું, સર્વ માણસોનું દેવું આપીને સૌને અનુણી બનાવીને તમામનાં ખાતાં સરભર કરાવી તમામના નવા ચોપડા બાકી લેણ વિનાના બનાવવા એ કાંઈ જેવી તેવી વાત નથી. આવું કાઈપણ રાજાએ, બાદશાહએ કે ચક્રવર્તી રાજાઓએ પણ કર્યું નથી. જેમ કુમારપાળ રાજાએ અઢાર દેશોમાં જીવદયા પળાવી તેવી ચોથા આરામાં પણ કેઈએ પળાવી નથી. એવું મહત્ત્વવાળું આ કાર્ય છે. આમાં તમામ મનુષ્યને લાભ થયો છે, કેઈપણ મનુષ્યને નુકશાન થયું નથી. એ વાત ખાસ વિચારવા યોગ્ય છે તે આ પ્રમાણે–
સર્વ વ્યાપારીઓ અને વ્યક્તિઓને લેણું ને દેવું બંને હોય છે. તેમાં જે લેણું જેની જેની પાસે હોય તે વિક્રમ રાજા આપે એટલે લેણું તમામ પતી ગયું. પછી જેનું દેવું હોય તે તેના લેણદારને વિક્રમ રાજા આપે એટલે તે પણ પતી ગયું. આ પ્રમાણે તમામ મનુષ્યોને લેણું દેવાની ઉપાધિ દૂર થવાથી પ્રથમના લેણદેણવાળા ચોપડા બંધ કરી દીધા અને નવા ચેપડામાં વિક્રમ રાજાને ન સંવત દોરાણો. આવું જગતને અનુણી કરવાનું કાર્ય વિક્રમરાજા સિવાય બીજા કેઈએ કર્યું નથી. વિક્રમરાજા પરદુઃખભંજન કહેવાતા હતા, કારણ કે તેમની પાસે કેઈપણ પ્રકારના દુઃખવાળા કેઈપણ મનુષ્ય આવે તે વિક્રમરાજા તે દરેકનું દુઃખ, જે પ્રકારે બની શકે તે પ્રકારે, દૂર કરતા હતા તેથી તેમનું એ ઉપનામ સાર્થક હતું. ત્રીજું વિશેષણ તેમને આદિત્યનું મળ્યું હતું તેથી તે વિક્રમાદિત્ય કહેવાતા હતા. એવું વિશેષણ પણ બીજા કોઈ રાજાને મળ્યું નહોતું. વિક્રમરાજાને ગુરુ તરીકે સિદ્ધસેન દિવાકરસૂરિ મળી ગયા હતા. તેમના ઉપદેશથી તે જૈન બન્યા હતા અને તેને લઈને તેની પ્રજાને મોટા ભાગ પણ જૈન બન્યા હતે.
આ સિદ્ધસેન દિવાકરસૂરિ વીર પરમાત્મા પછી ૪૭૦ વર્ષ થયા છે એટલે તેમને થયાં
For Private And Personal Use Only