________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦–૧–૨
[ ૪ ]
આટલા વિવેચન પછી બલમિત્ર-ભાનુમિત્રને શા ઉપરથી વિક્રમાદિત્ય કહેવામાં આવે છે, તે જોઇએ
મારું માનવું છે કે બમિત્ર-ભામિત્ર ઉજ્જૈનીના સિંહાસને આરુઢ થતાં શકે! પરના વિજયની યાદગારમાં બને ભાઇઓના નામનું સમાનાર્થવાચી એક નામ વિક્રમાદિત્ય તેમણે પ્રચલિત કર્યું. કેમકે બલ અને ભાનુ ક્રમશઃ વિક્રમ અને આદિત્યવાચી છે ( ખલ+ભાનુ= વિક્રમ+આદિત્ય=વિક્રમાદિત્ય ). આથી ભરુચમાં રાજ્ય કરતા હતા ત્યાં સુધી તેએ બન્ને બલમિત્ર-ભાનુમિત્ર એ પ્રકારે એ નામપૂર્વક ઉલ્લેખાયા છે. પશુ ઉજ્જૈનીની ગાદીએ આવતાં જ્યાંત્યાં વિક્રમાદિત્યના નામથી જ તેમની ઘટનાઓના ઉલ્લેખેા થયા છે. વળી જે પ્રથમથી જ બલમિત્ર—ભાનુમિત્ર કહેતા-લખતા આવ્યા છે તેમને આ નવું નામ વ્યવહારમાં લેતાં કૃત્રિમતા લાગી હેાય તે તે જ નામે ઉલ્લેખ્યા હાય, પણ પાછળના લેખકાએ તે તેમને વિક્રમાદિત્ય નામે જ આલેખ્યા છે. આ રીતે બને નામેાની સંગતિ મેસી રહે છે. તેમણે શકાને પરાસ્ત કરેલા હોવાથી ‘શકાર' તરીકે આ જ વિક્રમાદિત્ય કહેવાયા હશે, અને એ વિજયની યાદમાં વિક્રમસંવત પ્રવર્તાવ્યેા હૈાય; એ સ’ભવિત અને યુક્ત લાગે છે.
લેખને પૂર્ણ કરવા પહેલાં વિક્રમાદિત્ય અને આય કાલકની કેટલીક ઐતિહાસિક ઘટનાએ અને કાલ–ગણનાની સ્થૂલ ક્રમ—યેાજના આલેખી દેવી જરૂરી છે.
[૫]
સંપ્રતિ પછી મૌ` સત્તા નબળી પડવા લાગી અને તેમનું સામ્રાજ્ય ધીમે ધીમે તૂટવા લાગ્યું તે સમયે ભારતવર્ષના ચારે મડલામાં નવો શક્તિએ પેાતાનું જોર અજમાવી રહી હતી. ઉત્તરાપથમાં પાર્થિયન, શકા અને અલખના ચૂનાનીઓનાં ટાળાં પશ્ચિમમાં સિંધ અને માળવા સુધી ફેલાવા માંડયા હતાં, દક્ષિણમાં આંધ્રોની સત્તા પ્રબળ બનતી હતી અને લિગમાં ખોરવેલની સત્તાના મધ્યાહ્ને મગધના શુંગવંશી પુષ્યમિત્ર અને દક્ષિણના આંધ્ર પર પેાતાના દાર જમાવ્યા હતા અને મગધમાં પુષ્યમિત્રને અમલ પૂરા થવા આવ્યા હતા ત્યારે લાટ દેશના ભૃગુકચ્છ (ભરુચ)માં ખમિત્ર–ભાનુમિત્રને રાજ્યભિષેક વી. નિ. સ, ૪૦૫ માં થયા. અર્થાત્ ભગવાન મહાવીરના નિર્વાણુ પછી પાલકનાં ૬૦ વર્ષા, નવ નંદાનાં ૧૫૦ (વી. નિ. સ. ૨૧૦), મૌર્યાનાં ૧૬૦ (વી. નિ. સ. ૩૭૦), અને પુષ્ય મિત્રનાં ૩૫ ( વી. નિ. સ. ૪૦૫) વર્ષો વીત્યા પછી ભરુચમાં બલમિત્ર-ભાનુમિત્ર હતા, અને ફરગ્યુસનના કહેવા મુજબ “ Agnimitra the ruler of Vidisha ''વિદિશાને રાજવી અગ્નિમિત્ર હતા. આથી જણાય છે કે ઉજ્જૈની સમીપની વિદિશા પર શુંગવ’શી કે ખીજી સત્તાએ ચાલીસ વષૅ વી. નિ. સં. ૪૪૫મા સુધી રાજ્ય કર્યું હશે. તે પછી દર્પણુ જે ભિલના ખાન નામથી પ્રસિદ્ધ હતા તેણે તેર વર્ષો સુધી માલવા પર રાજ્ય કર્યું. તેણે સાધ્વી સરસ્વતીનું વી. નિ. સ. ૪૫૨ માં અપહરણ કર્યું ન હોત અથવા ભારતીય રાજાએએ આ કાલકને સાથ આપ્યા હાત તા વિદેશી સત્તાએ અહીં પગ મૂકયે ન હેાત. શાએ આવીને સૌથી પહેલાં સૌરાષ્ટ્રને અધિકાર હાથમાં લીધા અને પછીથી ઉજ્જૈનીને સર કરી ચાર વર્ષ સુધી રાજ્ય કર્યું. આ દરમિયાન શક–મડલિકા અને અધિકારી પુરુષાએ શક રાજવીના સાથ છોડી દીધા હાવાથી તેની સત્તા ઘટી ગઈ હતી. આ સ્થિતિને લાભ
For Private And Personal Use Only