SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | વિક્રમ-વિશેષાંક ] સંવત્સરપ્રવર્તક વિક્રમાદિત્ય [ ૨૨૫ લઈ ભરુચના બલમિત્રભાનુમિત્રે ઉજજેની પર પિતાને અધિકાર જમાવી દીધો અને વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું. નપુરમાં “ગાઈભિલ્લનો પુત્ર વિક્રમાદિત્ય ચાલવાને રાજા થશે” એમ કહ્યું છે. “It is said in Agni Purana that the son of Gadharupa should accend the throne of Malwa.” (પ્રીન્સેસ જર્નલ પુ. ૪, પૃ. ૬૮૮). આ ઉલ્લેખ વિરાળ, થાવરી અને તિલ્યોગીપજય ની હકીકતને ટેકો આપે છે. તેણે ઉજજૈનીમાં ૮ વર્ષ રાજ્ય કર્યું, એ મુજબ તેને દેહાંત વી. નિ. સં. ૪૬૫ માં થયો અને તેવાસેતુ સવછાવત્ત તેર વર્ષ પછી એટલે વિક્રમના રાજ્યાભિષેક પછી પાંચ વર્ષ માલવગણસંવતની સાથે વિક્રમ સંવતસરની વી. નિ. સં. ૪૭૦માં પ્રવૃત્તિ થઈ. પણ ઉપરની ગણતરી ગુજબ ગર્દભિલે તેર વર્ષ સુધી એટલે વી. નિ. સં. ૪૫૮ સુધી, શકેએ ચાર વર્ષ એટલે વી. નિ. સં. ૪૬૨ સુધી અને બલમિત્ર–ભાનુમિત્રે આઠ વર્ષ રાજ્ય કર્યું હોય તે વી. નિ. સં. ૪૭૦ નો મેળ પૂરે મળી રહે. અને શકે પરના વિજયમાં વિક્રમસંવત્સરની પ્રવૃત્તિ થયાની હકીક્તની પણ સંગતિ બેસે. પ્રો. રેસન ઠીક જ કહે છે કે: “The foundation of an era must be held to denote the successful establishment of the new power rather than its first beginning or downfall of any." (318-24 axls ધી આંધ ડિનેસ્ટી–પ્રસ્તાવના પૃ૧૬૨). ગભિલ કે ધર્મ પાળતો હશે એ જાણી શકાતું નથી, પણ વિક્રમાદિત્યના રાજ્યમાં કાલકાચાર્ય, ખyટાચાર્ય, છવદેવસૂરિ જેવા મહાવિદ્વાન આચાર્યો વિહરતા હતા અને બલમિત્રભાનુમિત્ર આર્ય કાલકના ભાણેજે થતા હોવાથી માતૃધર્મની અસરતળે આવી જેનધામ બન્યા હશે. જો કે પાછળના લેખકે એ વિક્રમાદિત્ય માટે બતાવેલે પક્ષપાત તેના જેનધમી હોવાના પુરાવારૂપ છે, છતાં સંપ્રતિ કે કુમારપાલ જેવા પરમહંત તેમને કહેવા જેટલી જૈનધર્મ પ્રતિની તેમની કર્તવ્યનિષ્ઠાની કોઈ ઘટના ઉલલેખાયેલી ક્યાંઈ જવાતી નથી. ઊલટું તેમના દુર્વ્યવહારથી કાલભાચાર્યને વર્ષાકાળમાં જ ઉજજૈનીથી વિહાર કરી જેન રાજવી સાતવાહનની રાજધાની પ્રતિષ્ઠાન (પૈઠણ)માં જઈને ચતુથી પર્યુષણ પર્વ વી. સં. ૪૫૭ થી ૪૬૫ વચ્ચે કરવું પડયું હતું. આ ઘટના આપણને એમ માનવા પ્રેરે છે કે બલમિત્રભાનુમિત્રે કાલકાચાર્યના નિર્વાસને પછી સર્વ સાધારણ લોકહિતનાં કાર્ય કરવા માંડ્યાં હશે અને તેથી જૈનેતરોએ પણ વિક્રમાદિત્યની પ્રશસ્તિનાં કવિતા અને ઘટનાઓ રચી કાઢી હશે. તેના વંશમાં સંતાન આદિને કઈ ઉલ્લેખ મળતો નથી પણ તેના ઉત્તરાધિકારી તરીકે નભવાહન કે નભસેનનું નામ મળે છે, તે તેને શું સંબંધી થતો હશે તે જાણી શકાતું નથી. ઉજજૈનીની ગાદીએ આવતાં વિક્રમાદિત્યે આ નવાહનને ભરુચ મંડલિક બનાવ્યું હશે. અને તેથી આવાજ અને રાજૂમાં “સાતવાહનની ચઢાઈ વખતે ભરુચમાં નાહવાહન રાજા હતો” એ ઉલ્લેખને અંડે પણ મળી રહે છે. કાલકાચા તેમના સમયના એક યુગપ્રવર્તક ક્રાંતિકારી પુરુષ હતા. તેમની બધી પ્રવૃત્તિઓ આગળ પડતી હતી, છતાં એ તેમના સંયમ અને જ્ઞાનાબ્ધિની ગંભીરતા વટાવી For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy