________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦-૧-૨ મિ. સ્મિથ હાલના સમય ઈ. સ. ૬૮ (વિ. સં. ૧૨૫) અનુમાને છે. તેથી સ્પષ્ટ થાય છે ઉક્ત સમય પહેલાં જ વિક્રમાદિત્ય થઈ ચૂક્યો હતો અને તે સમયે પણ તે પિતાની દાતશીલતા માટે કવિઓમાં પ્રસિદ્ધિ પામી ચૂક્યો હતો.
હાલના સમકાલીન મહાકવિ ગુણઢયે રચેલો પૈશાચી ભાષાને હતાશા નામને ગ્રંથ, જે અદ્યાપિ પ્રાપ્ત થયો નથી તેના સંસ્કૃત અનુવાદરૂપે સોમદેવભટે આલેખે વૃદ્ધાથામા (લંબક , તરંગ ૧)માં ઉજજોનીના રાજા વિક્રમાદિત્યનું વર્ણન મળે છે.
ઉપર્યુક્ત વિદ્વાનોએ કપેલા વિક્રમાદિત્યની પૂલ રૂપરેખા આ પ્રમાણે આલેખી શકાય | વિક્રમાદિત્ય માલવાને પ્રતાપી અને યશસ્વી રાજા હતો. તેની રાજધાની ધારાઉજજેની હતી. તે સ્વયં વિદ્વાન હતો અને તેની રાજસભામાં અનેક વિદ્વાન અને કવિઓ રહેતા હતા. તેના દરબારમાં આવતા વિદ્વાનોને તે સત્કારતો હતો. શક-સીવિયન પ્રજાને
છતવાથી “શકારિ” તેની ઉપાધિ હતી અને માલવાને શક–સત્તામાંથી છોડાવવાથી એ વિજયની યાદગારમાં તેણે વિક્રમ સંવતની પ્રવર્તતા કરી હતી.
જ્યારે જેન–સાહિત્યમાં વિક્રમાદિત્યની કથા-દંતકથાઓ વિસ્તારથી ઉપલબ્ધ થાય છે. પાશ્ચાત્ય વિદ્વાનોમાં બુહર, ટોની, એડ્વર્ટન, શાપેન્ટિયર, સ્ટેન કેનોવ આદિ અભ્યાસીઓ, જેઓ જેન-કથા-સાહિત્યમાંની ઘટનાઓને એતિહાસિક લેખે છે તેઓ જણાવે છે કે વિક્રમના અસ્તિત્વ અને તેના સંવત્સરને નકારી શકાય તેમ નથી. મિ. સ્મિથને આધુનિક અભિપ્રાય પણ તે જ છે, કેમકે તે જણાવે છે કે “આવ રાજા થયો હોય તે સંભવિત છે.” આ કથાનકમાં વસ્તુતઃ ઐતિહાસિક તત્ત્વ કેટલું છે તે વિદ્વાનોએ શોધી કાઢવું જોઈએ.
હવે જૈન પ્રબંધમાં વિક્રમાદિત્ય સંબંધી જે ઉલેખ મળી આવે છે તે જોઈએ –
કમાવત્રિકાર “છવદેવસૂરિ' પ્રબંધમાં ઉલ્લેખ છે કે–“ અવંતીમાં વિક્રમાદિત્ય રાજા રાજ્ય કરતા હતા. તેણે પૃથ્વીને અણુ રહિત કરતાં પિતાનો સંવત્સર પ્રવર્તાવ્યો. પૃથ્વીનું સાણ ચુકવવા નિમિત્તે તેણે પિતાને મંત્રીઓને દેશદેશ મેકલ્યા, તેમાંથી લિંબા નામને પ્રધાન વાયડ નગરમાં આવ્યું. ત્યાં તેણે મહાવીર–મંદિરનો જીર્ણશીર્ણ જોઈ તેનો ઉદ્ધાર કરાવ્યો અને તેના ધ્વજદંડની પ્રતિષ્ઠા વિ. સં. ૭ માં છવદેવસૂરિના હાથે કરાવી.”
કાલકાચાર્ય' પ્રબંધમાં તે જ ચરિત્રકાર જણાવે છે કે-“ કાલકાચાર્ય ધારાવાસ નગરના રાજા વીરસેનના પુત્ર હતા. અને ભરુચના રાજા બલમિત્ર-ભાનુમિત્રને મામા થતા હતા. તેમણે ગુણકરસૂરિના ઉપદેશથી દીક્ષા લીધી હતી અને તેમની સરસ્વતી નામની બહેને પણ તે જ માર્ગનું અનુસરણ કર્યું હતું. જ્યારે બંને જણાં અવંતી આવ્યાં ત્યારે ત્યાં ગદભિલ રાજા રાજ્ય કરતો હતો. તેણે સરસ્વતી સાધીનું અનુપમ રૂપ જોઈ તેનું અપહરણ કર્યું. આર્ય કાલકે સંઘ સહિત રાજાને સરસ્વતી સાધીને છોડી દેવા ખૂબ વીનવ્યો, પણ તે માન્ય નહિ. આથી ક્રોધે ભરાયેલા આર્ય કાલકે પારસકૂલ-શકકૂલમાં જઈને પિતાના
તિષ વિષયક જ્ઞાનથી ત્યાંના સાહિ-શાક-રાજાઓને પ્રસન્ન કરી ૯૬ રાજાઓને સૌરાષ્ટ્રમાં ઊતાર્યા. અને ચાતુર્માસ વીત્યા પછી ભરૂણ્યના રાજાને સાથે લઈ શક રાજાઓ દ્વારા ગર્દભી વિદ્યાના જાણકાર તે ગર્દભિલને હરાવી પિતાની બહેન સરસ્વતીને છોડાવી.” આ ઘટનાને સમય પશ્ચરરતુલા માં આ પ્રમાણે છે –
For Private And Personal Use Only