________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્સરપ્રવર્તક વિક્રમાદિત્ય
લેખક–શ્રીયુત પં, અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણુતીર્થ નર
ઉત્તર ભારતમાં આજે જેના નામને રાષ્ટ્રીય સંવત પ્રવર્તે છે તે વિક્રમાદિત્યના સમયનો નિર્ણય તો શું પણ અસ્તિત્વ માટે પણ પુરાતત્ત્વોમાં અનેક મતભેદો પ્રવર્તે છે.
ડે. કલહેન જેવા વિદ્વાને જણાવે છે કે વિકમાદિત્ય નામને કેાઈ રાજા થય જ નથી, અને તેને ચલાવેલો કોઈ સંવત્સર પણ નથી. પરંતુ ઈ. સ. ૫૪૪ માં માલવાના પ્રતાપી રાજા યશોધર્માએ સુલતાનની પાસેના કરમાં હુણ રાજા મિહિરકુલને હરાવીને વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી અને પ્રચલિત માનવસંવતને તે સમયથી વિક્રમ સંવતમાં બદલી દઈ તેમાં પ૬ વર્ષને ઊમેરો કરીને ૬૦૦ વર્ષ પુરાણો એ સંવત જાહેર કરવામાં આવ્યો.
ડ, ફલીટ રાજ કનિષ્કને વિક્રમ સંવતના પ્રવર્તક માને છે.
કેટલાક વિદ્વાનો, સમુદ્રગુપ્તના અલહાબાદવાળા લેખમાં બીજી જાતિઓ સાથે માલવોને જીતવાનો ઉલ્લેખ છે તેથી, કટક (જયપુર) થી મળેલા સિક્કાઓમાં માઢવાનાં નાનો સંબંધ આ સમુદ્રગુપ્ત સાથે જોડીને તે જ વિક્રમસંવતના પ્રવર્તક હોવાનો પુરાવો આપે છે,
ડે. ભાંડારકરનું અનુમાન છે કે માનવસંવતને વિક્રમ સંવમાં બદલી નાખનાર ચંદ્રગુપ્ત દ્વિતીય છે; કેમકે ચંદ્રગુપ્ત બીનની મળી આવતા સિક્કાઓમાં વિક્રમાદિત્ય નામનો ઉલ્લેખ પહેલવહેલો મળે છે. તેણે પશ્ચિમી શકેને પરાસ્ત કર્યા હોવાથી “શકારિ ” તરીકે પ્રસિદ્ધ વિક્રમાદિત્ય પણ આ જ હવે સંભવે છે.
સર જોન માર્શલે “અઝીઝ પહેલાધી વિક્રમ સંવત શરૂ થ” એ મત પ્રગટ કર્યો છે.
પં. વેણુસાદ શુકલે “વિક્રમસંવત' નામના લેખમાં પુષ્યમિત્ર વિક્રમાદિત્ય હતા એવા પૂરાવાઓ રજુ કર્યા છે.
શ્રીયુત જાયસવાલે સિદ્ધ કર્યું છે કે-આંબવંશીય ગૌતમીપુત્ર સાતણિ જ પ્રસિદ્ધ વિક્રમાદિત્ય હતા, અને સાતકર્ણ, સાતવાહન, શાલિવાહન એ આ વંશની ઉપાધિઓ હતી.
છે. રેપ્સને ઋષભદત્ત અને ગૌતમીપુત્રના શિલાલેખ અને નહપાનના સિક્કાઓથી નિત કર્યું છે કે નહપાન શકને ગૌતમીપુત્રે જીતીને માલવ–પ્રજાને તેના અધિકારમાંથી છોડાવી હતી, આથી “શકારિ' તરીકે પ્રસિદ્ધિ પામેલ વિક્રમાદિત્ય તે જ છે.
પરંતુ આ બધાં કેવળ અનુમાન જ છે.
વસ્તુતઃ શરૂઆતમાં આ સંવત્સર સાથે વિક્રમનો સંબંધ સંભવતઃ નહિ હોય, પણ એ નામનો કે એ ઉપાધિધારક રાજા થયો જ નથી એમ માનવું અયુક્ત છે, કેમકે તેના અસ્તિત્વના કેટલાક ઉલ્લેખો પણ પ્રાચીન ગ્રંથમાંથી આપણને પ્રાપ્ત થાય છે.
દંતકથાનુસાર આંધવંશના ૧૭ મા રાજા હાલે પ્રાચીન મહારાષ્ટ્રી–પ્રાકૃતમાં જાથાસત્તાતો નામનો ગ્રંથ રચ્યો છે, તેના ૬પ મા શ્લોકમાં વિક્રમાદિત્યની દાનશીલતાનો. ઉલ્લેખ આ પ્રકારે છે –
“संवाहणसुहरसतोसिएण देन्तेण तुह करे लक्खं ।
चलणेण विक्कमाइच्च-चरिअमणुसिक्खि तिस्सा॥"
For Private And Personal Use Only