SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] વિક્રમાદિત્ય અને પ્રાચીન તીર્થના ઉદ્ધાર [ ૨૧૭ નજરે ચડયા. યુવતીની ચાલે વડી રહેલી સરિતા ક્ષિપ્રાનાં જળ, ઉજ્જૈની નગરીની દેશ પરદેશના અતિથિઐતે અનિશ નેતરી રહેલી ભાગેળ અને બાજી પર આવેલ મશાણ પણ જણાયાં. તરત જ હવામાં ઊડી રહેલ ભગવા ધ્વજ જોતાં અંતરમાંથી નાદ બડાર આવ્યા-અરે પેલે. મહાકાળ પ્રાસાદ તે! એ જ ? ત્યારે તેના પર આ ધ્વજ કયાંથી ? અત્ ધર્મની પતાકા ઊડતી હતી તે કયાં ગઈ? અવતી પાર્શ્વનાથનું ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ તી કાણે લાપ કર્યું ? સૂરિજીની દૃષ્ટિ જાણે ભૂતકાળને વીંધી રહી હતી કે~ આ સુહસ્તિસૂરિ આ જ નગરીમાં પધારે છે. નિશાકાળની શાળી ને શાંત પળે નલિની– શુક્ષ્મ વિમાનની રચના દર્શાવતા પ્રબંધ ગણવા માંડે છે. ધીમેા છતાં એ મધુર રવ સમીપસ્ય હવેલીના શયનગૃહમાં ખત્રીશ રમણીએ! સહુક્રીડા કરતા અવતી સુકુમાળ નામા એક શ્રેષ્ડીસુતના કર્ણપટ પર અથડાય છે. એને અં વિચારતાં અંતર થનગની ઊઠે છે. ક્રીડાને અધવચ મેલી, દાદરા ઊતરી, એ સૂરિના વસતી સ્થાનમાં ખડા થાય છે, એક ચિત્તે સાંભળી રહે છે. એને આનંદ સમાતા નથી. ઉત્સુકતા વધી પડે છે અને સહજ પ્રશ્ન થઈ જાયછે-“આચાય મહારાજ, આપે શું આ વિમાન જોયું છે? મારુ' મન પાકારે છે-હૃદય સાક્ષી પૂરે છે કે મેં પૂર્વે એ જોયું છે.” “વત્સ,હું તે માત્ર પૂર્વે થઈ ગયેલ ગણુધર મહારાજના પ્રબંધના સ્વાધ્યાય કરી રહ્યો છે. એમાં નિલનીગુવિમાનનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે.મેં જાતે જોયું નથી.” આ શબ્દો સાંભળ્યા ત્યારે તે શ્રેષ્ઠો પુત્ર અવતીને ઈંદ્ધાદિની વિધિ થઈ ચૂકી હતી તે જાતિસ્મૃતિની દુંદુભી અજી રહી હતી. એક જ કિંમ` જોર પકડી રહી હતી અને તે સત્વર પુનઃ એ વિમાનમાં પહેાંચવાની. એ સ્થાનના અવીય આનંદની તુલનામાં સંસારના વિલાસા કંઈ જ વિસાતમાં ન જણાયા. એક જ સવાલ એણે ઉચ્ચાર્યાં: “મહારાજ સાહેબ, એ વિમાનમાં સર્વર પહોંચવાના માર્ગ શે ?’’· ‘ઇબ્યતનુ, ભાગવતી દીક્ષા સર્વ કંઈ આપવા સમર્થાં છે. એનું નિરતિચાર પાલન કરનાર શિવસુંદરીના પ્રાસાદનાં બંધ દ્વાર ખોલાવી શકે છે, ત્યાં દેવલેાકના આ વિમાનમાં જવાની શી નવાઇ!’” “તે પછી, ગુરુદેવ, આપે। એ ભાગવતી દીક્ષા ! હું તૈયાર જ છું.” ભાઇ, ધીરજ ધર, રજની વીતવા દે. વૃદ્ધ માતા આદિની સમતિ મેળવીને, સંયમમાં કેવી કપરી વાટ છે એનેા બરાબર તેાલ કરીને, સવારે આવજે.” ‘‘સાહેબ, એક પળ હવે ઢીલ ન પેાસાય. સતિ લઇને આવ્યે સમજો. મારા અડગ નિશ્ચયને રાત્રિના અંધારાનાં આવરણ દૈવાં ! એને કપરી-કાંટાળી કે જીવન આહુતિ માંગનારી વાટના વિચાર કેવા ! બસ એક જ નિર્ધાર અને તે અફર. દીક્ષા લેવી ને એ વિમાને પહોંચવું.” બન્યું પણ એમ જ. સિદ્ધવૃત્તિ આડે અવરોધ ટકી ન શક્યા. માતા અને પત્નીએએ રજા આપી. આચાયે નિશાકાળ છતાં પ્રત્રજ્યા આપી, અને કાર્યોત્સર્ગ માટે પરવાનગી પણ આપી. યાગિતીના વાસ સમા, મંત્ર-તંત્રસિદ્ધિના અને એ પાછળ રોમાંચ ખડા કરે તેવી ભયભરી વાતેાના ધામ સમા મસાશુમાં સુકુમાલ વધુધારી અવંતી ખડક સમ ધૈ ધારી એકાકી ધ્યાનમગ્ન અન્યો. રાત્રિનાં અંધારાં એાસરી જતાં સવિતાનારાયણના મધુરાં કિરણેા પૃથ્વીતળ પર લંબાયાં. માતા સજ્જ થઈ સાધુપુત્રની શુશ્રુષા પૂછવા આવી તે જોયા માત્ર જંગલી પશુથી અભક્ષાયેલ દેહ ! આત્મા તેા કચારનેયે ઊડી ગયા હતા. ભગ્ન હૃદયે પહેાંચી સુહસ્તસૂરિ પાસે. આંખે દીઠેલું કર્યું. ગુરુએ નાતે દીઠુ' સંભળાવ્યું–“માતા દ્વારા લાડકવાયે। ઇપ્સિત વિમાનમાં પહોંચી ગયા.” વૃદ્ધા સફાળી ઊઠી ઘેર આવી. પુત્રવધુએ સમક્ષ વાત વર્ણવી. For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy