________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ અર્થાત “બાધિત” શબ્દનો પ્રયોગ જેટલું દુઃખ ઉપજાવે છે એટલું દુઃખ ખાંધે લીધેલા ભારથી નથી થતું.
મજુર તરીકે પાયે ઉચકનાર વ્યકિત આવો સણસણતો ઉત્તર આપે એટલું જ નહિ, પણ એમાં પોતાની વ્યાકરણની દૃષ્ટિએ ભૂલ બતાવે એ આશ્ચર્ય નાનું સૂનું ન લેખાય ! તરત જ સિદ્ધસેનજી સુખાસન ભાવી એમાંથી ઊતરી પડ્યા અને વૃદ્ધનો મુખાકૃતિ અવલેકી રહ્યા; તેમનું હૃદય પિકારી ઊઠયું કે ગુરુજી વિના આવી ભૂલ કહાડનાર અન્ય કોઈ ન જ સંભવે. પુનઃ ઊભયનાં નેત્રો મલ્યાં અને તરત જ અવંતીના એ વિશાળ માર્ગે પ્રખર પંડિતરાજ્યમાન આચાર્ય પેલા સુખાસન ઉપાડનાર વૃદ્ધના ચરણમાં નમી પડ્યા. જનતા આ અદ્દભુત દૃશ્ય જોઈ રહી. વૃદ્ધ પણ ધારણ કરેલે સ્વાંગ ઉતારી નાખ્યો અને શ્રમણના મૂળ વેશમાં–મુકુંદસૂરિ તરીકે પ્રકાશી ઊઠડ્યા! દિવાકરજીને શિરે હાથ રાખી, નમ્ર શબ્દ કહેવા લાગ્યા–“હલા શિષ્ય, હારા સરખા પ્રતિભાશાળી વિદ્વાન ને પરિગ્રહના પચ્ચખાણુ વાળાને આ પ્રકારના ઠાઠમાઠ ન શોભે ! નિગ્રંથ માટે એ નિષિદ્ધ છે. જ્ઞાનગોષ્ટિ ક ધર્મચર્ચા નિમિત્તે રાજસભામાં જવામાં ચ માત્ર વાંધો નથી, શ્રમણ એ નિમિત્ત ત્યાં રાજ પણ જાય છતાં એ પગપાળા જ શોભે, ત્યાંના મોહક વાતાવરણથી નિલેપ જ રહે ! સાધુપણાના આચારને જરાપણુ આંચ ન આવવી જાઈએ. હારા સરખા વિદ્વાનને આ નાનકડો પ્રમાદ આંખે આવે એટલા સારુ જ મેં આ રીતે ભાગ ભજવ્યો. પ્રમાદ થયો તેની આલોચના લઈ, નવો ન થાય એ માટે સાવચેત રહે ! હારા સરખા પ્રખર વિદ્વાનને મારે આ ઈશારે છે.” “ગુરુદેવ ! આ રીતે જવામાં જે કે હું શાસનની પ્રભાવને માનતો હતો, છતાં એ એક પ્રકારનો પ્રમાદ તો છે જ, મારું અંતર એ કબુલે છે અને એ માટે પ્રાયશ્ચિત્ત ઈચ્છે છે. પુનઃ એવી ખલન નહીં થાય એની ખાતરી આપે છે.” ગુરુ શિષ્ય રાજસભામાં પગપાળા જ ગયા. ઉપાશ્રયમાં સાથે જ પાછા ફર્યા અને થોડા સમય પછી અન્યત્ર વિહાર પણ સાથે જ કર્યો. આ પ્રસંગ પછી સિદ્ધસેન દિવાકરછ વિક્રમના દરબારમાં જુદા જુદા વખતે આવ્યાની તેમજ સ્વવિદ્વત્તાના ચમત્કારે ભૂપને રંજિત કરી શાસનનાં કાર્યો કરાવ્યાની ને મળી આવે છે. એ સર્વમાં અવગાહન ન કરતાં કેવળ એક જ ઉલ્લેખ કરવો જરૂરી ધાર્યો છે, અને તે મહાકાળ પ્રાસાદના પુનરુદ્ધારને.
સંઘે આપેલ પ્રાયશ્ચિત્તના ધન નિમિતે શ્રમણવેશ ત્યજી દઈ અવધૂત વેશે પરિભ્રમણ કરતા દિવાકરજી અવંતીમાં આવે છે; પરિચિત મુલકમાં પગલાં ભરતાં પૂર્વ સમયની કંઈ કંઈ ઝાંબીઓ ને સામે તરવરવા માંડે છે. પંડિતાઈથી શોભતું વિપ્ર જીવન યાદ આવે છે અને એ પાછળનું તેથી પણ વધુ તેજરવી એવું સાધુજીવન ઊડીને આંખે વળગે છે. ઉભયમાં રાજા વિક્રમ સહને મિત્રીસંબંધ કેંદ્રસ્થાને રહેલે દષ્ટિપથમાં નાચી રહે છે. સહજ પ્રશ્ન ઊડે છે કે -આજે આમ કેમ? પંડિતાઈને શોભાવતે વેશ કે સાધુતાને સમાન અંચળે આજે કયાં છે ? આજે તો એ ઉમર છ ન કરતાં કાઈ અનોખી દશા ને અનોખે સ્વાંગ ધાર્યો છે. સંઘે ફરમાવેલી શિક્ષા એ હૃદયે વધાવેલી ફરજ છે. અર્વન દેવના શાસનમાં સંધ અગ્ર પદે છે. એનું ગૌરવ જળવાવું જોઈએ. એના ફરમાન પ્રત્યે અંતરના બહુમાન જ શોભે ! આમ છતાં ચિરપરિચિત ભૂમિમાં કેવળ અજ્ઞાતદશાનો અંચળો ઓઢી, મૂકપણે વિહરવું મારા જેવાને શોભે ખરું? પ્રશ્નનો ઉત્તર મળે તે પૂર્વે ઉજજૈનીના આવાસ
For Private And Personal Use Only