________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક ] વિક્રમાદિત્ય અને પ્રાચીન તીર્થનો ઉદ્ધાર ૨૧૫ હઈ સંમતિ વિનાનો પ્રવેશ નહાતા ઇછતા, તેથી દરબારગઢની દેવડી પર ઊભા રહી તેઓએ પિતાની વિદ્વત્તાને ચમકારે દાખવતા ચાર શ્લોક રચી, દ્વારપાલના હાથમાં મૂક્યા અને જણાવ્યું કે મહારાજને પૂછજો કે આ લેક સહિત આવેલ અતિથિ દરવાજે ઊભેલ છે એ અંદર આવે કે બહારથી જ ચાલ્યો જાય? દ્વારપાલે લેક રાજવીના હાથમાં મૂકી મુનિશ્રીની વાત રજુ કરી. વિદ્યાસિક ભૂપાલ ચતુરાઈભરી રચનાથી આશ્ચર્ય પામ્યો અને કહેવડાવ્યું કે-સભામાં પધારે તો ઘણું જ ઉત્તમ, છતાં જે ત્વરા હોય તે ચાર લાખ સોનૈયાના દાનની ચિઠ્ઠી આ સાથે મૂકી છે તે આપ લેતા જાવ.
દિવાકર આ પ્રત્યુત્તર પછી સભામાં જાય છે. વર્ષો પૂર્વેના ભૂદેવમિત્ર કુમુદચંદ્રને શ્રમણવેશમાં નિહાળી અવનીપતિ ઘડીભર મંત્રમુગ્ધ બને છે. પરસ્પર વાર્તાલાપથી પૂર્વ ઇતિહાસના આંકડા સંધાય છે. ચાર શ્લેકમાં ગુંથેલ ચમત્કૃતિના દર્શન કરાય છે. એ શ્રવણ કરતાં નૃપ પિતાનું સારું રાજ્ય સૂરિજીના ચરણે ધરવા ઉઘુક્ત થાય છે. ત્યાં તો ગંભીર વાણું કર્ણપટ પર અથડાય છે-“રાજનું, હું તો અકિચન સાધુ ! મારે એ માયાનો પાશ ક૯પે નહીં. જે સાચે જ લક્ષ્મીને મેહ ઊતર્યો હોય તે જૈનધર્મમાં અગ્રણી પદે આવતા એવા જિનમંદિર દેવમૂર્તિ અને જ્ઞાનભંડાર સ્થાપનાનાં ક્ષેત્રોમાં એનો વ્યય કર; એ દ્વારા પરભવના પાથેયને સંચિત કર.” વિક્રમ રાજાએ તરત જ ભંડારીને આજ્ઞા આપી દીધી અને એના અનુસંધાનમાં થોડા જ સમયમાં અમુક ક્ષેત્રમાં જિનપ્રસાદે તૈયાર કરાવવામાં આવ્યા, એની વ્યવસ્થા જૈન સંઘને સુપરત થઈ. રાજાની વિનંતીથી રોજ રાજસભામાં જતા અને ધર્મ ચલાવતા દિવાકરજીએ સ્વવિદ્વત્તાના તેજે અન્ય પંડિનેને ઝાંખા પાડી, થોડા સમયમાં પ્રતિષ્ઠા સંપન્ન સ્થાન જમાવ્યું. સતત પ્રહસ્થને પરિચય, સમ્રાટ સહ મૈત્રીસંબંધ અને પૂર્વે ભગવેલી આબરભરી મહત્તા એ ત્રિવેણી સંગમના પ્રવાહમાં અહર્નિશ મજજન કરતા આ વિદ્વાન સૂરિ મહારાજ પ્રમાદવશ થયા અને ધર્મપ્રભાવના વધારવાના મિષે સુખપાલમાં બેસી આડંબરપૂર્વક બિરુદાવલી બોલાવતા રાજ્યસભામાં જવા લાગ્યા. વાતનો પ્રસાર વાયુવેગે થાય છે. આચાર્ય સિદ્ધસેનજીની ધમપ્રભાવનાની ખ્યાતિ સાથે આ વાત પણ ગુરુદેવ વૃદ્ધવાદીના કાને પહોંચી. ત્યાગી એવા જૈનધર્મી નિગ્રંથને સુખપાલમાં બેસવા પણ કેવું! એ તો યતિધર્મના આચારમાંથી પતન થવાપણું જ લેખાય ! પિતાના પટ્ટધરને હાથે આ કમ થવા દેવાય ? ગુરુજી વિહાર કરી દેડતા આવ્યા. છતાં વિદ્વાનની
ખલના સુધારવાનો માર્ગ પણ નિરાળે એટલે પ્રચ્છન્ન રહ્યા. સુખપાલ ઉપાડનારનો વેશ ધારણ કરી રાજસભામાં જવાની તૈયારી કરતા સિદ્ધસેનજીના ઉપાશ્રય સમીપ ખડા થયા. સમય થતાં જ દિવાકરજી આડંબર પૂર્વક પધાર્યા અને સુખપાલમાં બેઠક લઈ અનુચરોને સુખપાલ ઉપાડી ચાલવાની આજ્ઞા આપી. ત્રણ અનુચર ભે પેલા આગંતુક વૃદ્ધ પણ ચોથા તરીકે ભળી જઈ સુખપાલનો એક પાયા ઉપાડ્યો અને પોતાની ખાંધે ચઢાવ્યા. માર્ગમાં આગળ ચાલતાં વૃદ્ધના ખભા પર પાયે ઉંચો નીચો થવા લાગે એ જોઈ સુખાસનસ્થ દિવાકરજી બોલી ઊઠયા–
भूरिभारभराक्रान्ते खंधोऽयं तव बाधति ? અર્થાત–વજનની વધુ ભારથી હારી ખાંધને શું પીડા થાય છે ? જવાબમાં વૃદ્ધ પણ જણાવી દીધું કે
न तथा बाधते खंधो यथा “बाधति" बाधते
For Private And Personal Use Only