________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦–૧–૨
બહુમાન દાખવતા, પણ સાથેાસાથ અન્ય ધર્મના વિદ્વાને નાતરી તેમની સાથે જ્ઞાનચર્યા કરતા, નવું નવું જાણુતા અને એ સંપ્રત્યે તેમજ એમના સંપ્રદાય પ્રત્યે પણ ઉદાર વૃત્તિ તે બહુમાન દાખવતા. એ વેળા ‘ મારુ' તે જ સાચું' એમ માનવા કરતાં ‘સાચું તે મ્હારું'વાળુ' મતથ્ય રાજવીઓના મેટા ભાગમાં પ્રવતું . ખાસ દૃષ્ટિગોચર થાય છે. રાજાની અસર પ્રશ્નમાં ઊતરે છે, એ ઉક્તિ અનુસાર એ કાળની પ્રશ્ન પણ સંપ્રદાયભેદની હરીફાઈમાં નહાતી રાચતી એમ આસપાસના સંબંધ પરથી સહજ પરખાય છે.
વિક્રમનાં નવ રત્ને સંબંધમાં અભ્યાસીએ તરફથી જે મુદાસર નાંધા પ્રગટ થઈ છે એ જોતાં કહેવું જોઈએ કે એ નવે સમકાલીન નથી. આમ છતાં રાજા પોતે વિદ્યાને ઉપાસક, કળાનેા પૂજક મ`ત્ર-તત્રવિશારદ હાવાથી એની આસપાસ નામીચા વિદ્વાનેનું જજૂથ નમ્યું હતું એ નિ;શક છે, ગ્રડમડળીમાં શ।ભતાં સહસ્રરશ્મિની જેમ રાજસભાની મંડલીમાં એનું સ્થાન ગૌરવભર્યું હતું. એ કાળે માલવદેશની ગણુના મેાખરે થતી અને વિદ્યારસિકા તેમજ જ્ઞાનપિપાસુએ માટે ઉજ્જૈની કરૂપ લેખાતી. મહારાજા વિક્રમની સભામાં દ્વિજડિત કુમુદચંદ્રની પ્રતિભા એ વેળા મધ્યાહ્ને પહેાંચી હતી. સંસ્કૃત ગીરાના એ પ્રખર નિષ્ણાતે વાદ-વિવાદમાં સંખ્યાબંધ પડિતાને પરાજય પમાડી એવી તેા પ્રતિષ્ઠા જમાવી હતી કે એની સામે ઉભવાની કાઇની હિંમત ચાલતી નહીં. એની પ્રબળ શક્તિની સુગંધ એટલી હદે વિસ્તૃત થઈ ચૂકી હતી કે ઉજ્જૈન ની સભા અય ગણાતી. ત્યાં આવનાર પડિતે વાદ કરવાની વૃત્તિથી નહીં, પણ નવું શિખવાની વૃત્તિથી આવતા. પોતાની સભાના રત્ન સમાન આવા વિદ્વાને સાથે રાજવીને મૈત્રી સબંધ બંધાયા હતા એમ કહે. વામાં જરાય અતિશયેાકિત જેવું નથી. આ પ્રકારની અદ્વિતીય પ્રતિષ્ઠાના બળે કુમુદચંદ્રમાં પણ ગવ પ્રવેશવા માંડયા; વાદીને જીતવાની લાલસા સંતોષવા તે અવંતીની બહાર મે!ટા આડંબરપૂર્વક ભ્રમણ કરવા લાગ્યા. કથા પ્રસગ કહે છે તેમ માર્ગમાં એમના કાને ભૃગુકચ્છમાં રહેલા જૈનવિદ્રાન વાદકુશલ મુકુંદસૂરિ ઉર્ફે વૃદ્ધવાદીનું નામ પડયું એટલે એ મહાશયે પોતાનાં પગલાં એ નગરની દિશામાં વાળ્યાં. અચાનક એ શહેરની ભાગાળે ઉભય વિદ્વાને ના ભેટા થયા. એ મુલાકાતનું બ્યાન રસમય છે એટલુંજ નહિં પણ, વિદ્વત્તા સાથે સમયજ્ઞપણુ કેટલું આવશ્યક છે એનું ઉદાહરણ પૂરું પાડનાર છે. આપણે એની પૂરી ઉંડાઇએ ગયા વિના એટલું જાણી લઇએ કે દ્વિજ પંડિત કુમુદચંદ્રને સ્વપ્રતિજ્ઞા પૂર્તિ અર્થે પરાજ્ય સ્વીકારી એ વૃદ્ધવાદીના શિષ્ય બનવું પડયું. વૃદ્ધ ગુરુના પાસા સેવતા શિધ્ધ કુમુદચંદ્ર જૈનદનનાં વિશિષ્ટ તત્ત્વો ઉદાર ભાવનાઓ અને અનેકાંત જેવા ઉમદા સિદ્ધાંતને પ્રસારતી યુકિતને પૂર્ણપણે પચાવી ચૂકયા. આચાયે` એની યોગ્યતા પારખી સ્વપટ્ટધર પદે સ્થાપ્યા. આમ એક કાળના પંડિત કુમુદયદ્ર થાડાં વર્ષોંના ગાળામાં જૈનધર્મના આચાર્ય બની શ્રી સિદ્ધસેન દિવાકરના વિખ્યાત બિરુદથી અલંકૃત થયા. વિદ્વારક્ષેત્રામાં પગલાં પાડતાં, પોતાની અપ્રતિમ વિદ્વત્તા અને સ્યાદ્વાદ દઈનની ઉદાર અને ઉમદા શૈલીથી હજારાના દિલ આકતાં તેઓ વર્ષાના ગાળા પછી કરી ઉજ્જૈની પધાર્યા.
અવંતીનાચ સાથે દ્વિજ કુમુદચંદ્ર તરીકને તેમને સાધ ઘણા જૂતા હતા, એટલું જ નહિ પણ એ મૈત્રીના ગાઢબંધનથી ખેંચાયેલા હતા એ વાત પૂર્વે આપણે જોઈ ગયા છીએ. એમને માટે રાજદરબારમાં પ્રવેશ મુશ્કેલ નહેતા, છતાં આજે તેએ શ્રમણુના સ્વાંગમાં
For Private And Personal Use Only