________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ-વિશેષાંક ] વિક્રમાદિત્ય અને પ્રાચીન તીર્થને ઉદ્ધાર [ ૨૧૩ ધારણ કરતા હતા, એ વાતને મેળ નકથા તેમજ સિક્કા સાથે ખાય છે. ટાલમી (Ptolemy) લખે છે કે શક-રાજય કાઠિયાવાડ સુધી ફેલાયું હતું.
એ સંબંધમાં આગળ જણાવાય છે કે-આ શકેએ ઉજજેનના રાજા ગભિલ્લ કે જે વિક્રમાદિત્યનો પિતા થતો હતો તેને પરાજ્ય પમાડ અને ગાદી હસ્તગત કરી, પણ ત્યાં ચાર વર્ષથી વધુ ટકી શક્યા નહીં. વિક્રમાદિત્યે ચઢી આવી શકેને નષ્ટભ્રષ્ટ કરી મેલ્યા; અને ઈ. સ. પૂર્વે ૫૭ માં પિતા સંવત ચલાવ્યો. આ પછી ૧૩૫ વર્ષ વહી ગયાં ત્યારે શકેએ ઉજજેન પર ફરીથી પિતાને અધિકાર જમાવ્યો અને વિક્રમને બદલે શક–સંવત ચલાવ્યો. જેનથાના આ હેવાલને પુરાણોની વાતથી પુષ્ટિ મળે છે. પુરાણમાં જણાવ્યું છે કે–સાત ગર્દભિલ્લ રાજાઓ થશે અને એ પછી શક રાજા ૩૮૦ વર્ષ રાજ્ય કરશે.
सप्तगर्दभिल्ला भूयो भोक्ष्यन्तीमां वसुन्धराम् ।। शतानि त्रीणि अशोतिश्च शका ह्यष्टादशैव तु ॥
-મસ્યપુરાણુ પાટિજર; કલિયુગ રાજવંશ પૃ. ૪૬ જૈન સાહિત્યમાં પરમાત્મા મહાવીર દેવના નિર્વાણ અને વિક્રમાદિત્યના સંવત્સરના આરંભ સંબંધમાં જે રાજ્યપરંપરાને ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે તે આ પ્રમાણે–
ઈ. સ. પૂર્વે પર૭ મા-શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ સમયે અવન્તી (ઉજજૈન)માં રાજા પાલક ગાદીએ આવ્યો. એણે ૬૦ વર્ષ રાજ્ય કર્યું. એ પછી નંદવંશનું રાજ્ય ૧૫૫ વર્ષ રહ્યું, મૌર્ય વંશનું રાજ્ય ૧૦૮ વર્ષ, પુષ્યમિત્રનું ૩૦ વર્ષ, બલમિત્ર અને ભાનુમિત્રનું ૬૦ વર્ષ અને નહવાહનનું રાજ્ય ૪૦ વર્ષ રહ્યું. ત્યારપછી ગઈ ભિલ્લે ૧૩ વર્ષ રાજ્ય કર્યું. એ પછી શકરાજા આવ્યા જેમણે ચાર વર્ષ રાજ્ય કર્યું. આ કાળગણના અનુસાર શ્રી મહાવીરનિર્વાણ તિથિમાંથી (૬૦+૧૫૫+૧૦૮+૩૦૬૦+૪૦+૧૩+૪=૪૭૦) ૪૭૦ વર્ષ કમી કરતાં ઈ. સ. પૂર્વે ૫૭નો વિક્રમાદિત્યનો સમય આવી પહોંચે છે. શકોએ ઈ. સ. પૂર્વે ૬૦-૬૧માં માળવા પર આક્રમણ કરી ગર્દભિલને પરાજય પમાડ્યો, પણ તેઓ ચાર વર્ષથી વધુ ટકી શક્યા નહી. વિક્રમાદિત્યે પુનઃ તેમને હરાવી ગાદી પાછી મેળવી પિતાનો સંવત્સર પ્રવર્તાવ્યું. પુરાતત્ત્વવેત્તા સ્ટેનકાનોનું કહેવું છે કે આ જૈનકથા (કાલિકાચાર્ય-કથા) પર અવિશ્વાસ કરવાનું લેશ પણ કારણ મને જણાતું નથી. કેટલાક વિદ્વાનો ભારતવર્ષમાં પરંપરાગત ચાલી આવતી આવી કથાઓને અસત્ય માની બેસે છે અને વિદેશી લેખકોએ મનઃકલ્પિત વિચાર પરથી ગોઠવી દીધેલ અંકાડાને ખરા માની બેસે છે. પરંતુ આવી કથાઓની દરેક વાત જુદા જુદા ઐતિહાસિક સાધનો દ્વારા પુરવાર કરી શકાય તેવી હોય છે. | (સ્ટેનકેનો-ખોખી શિલાલેખ કેમ્પસ ઇં. ઇંડિકેરમ--જિલ્ડ-૨ ભા. ૧ પૃ. ૨૫-૨૭)
ઉપરની નોંધ પરથી રાજવી વિક્રમાદિત્યનું ઐતિહાસિક વ્યક્તિત્વ નિઃશંકપણે પુરવાર થઈ શકે છે, એ રાજવીની પરાક્રમગાથાની માફક વિદ્વત્તાની સુવાસ પણ ચોમેર વિસ્તરેલી હતી. વિક્રમ રાજાના જીવનપ્રસંગ સાથે સંકળાએલી, તેમના શૌર્યથી ઓતપ્રોત બનેલી. રસમય તેમજ અદ્દભુતતાને ઓપ પુરતી ઘણી ઘણી નાની મોટી વાર્તાઓ-દંતકથાઓ ઉપલબ્ધ થાય છે. એમાં વર્ણવાયેલ અવંતી પતિ અર્થાત્ મહારાજા વિક્રમાદિત્ય એ પરદુઃખભંજન—નીતિવાન–અને સર્વધર્મ પ્રતિ સમાન ભાવ ધારણ કરનાર રાજવી તરીકે પ્રકાશી ઊઠે છે. રાજ્યમાં પૂર્વજોનો વંશઉતાર ચાલ્યો આવતો જે ધર્મ હોય એ પ્રતિએ જરૂર
For Private And Personal Use Only