________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨]
- શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ “વિક્રમાદિત્ય'ના સાયથી જુદા જુદા સમય અને દેશમાં થયેલી એ વ્યક્તિઓને એક સાથે સાંકળી દેવામાં આવી હોય એમ બનવા જોગ છે. એ નવમાંના એક ક્ષપણુક અને બીજા જૈન મુનિ સાથે આપણને સંબંધ છે. કુમાર માસિકમાં ક્ષેપકનો અર્થ બૌદ્ધ સાધુ કરેલ છે તે ખાસ વિચારણીય છે. એને અર્થ જૈન સાધુ પણ થાય છે અને એ ઘણે અંશે અહીં બંધબેસતો પણ છે.
ઈ. સ. ના આરંભ પૂર્વે ૫૬ વર્ષ પર જે સંવત ઉજજૈનના રાજા વિક્રમાદિત્યે પ્રવર્તાવ્યો હતો એ સંબંધમાં અત્યાર સુધી શંકાના વમળ ઊડતાં હતાં. વિક્રમાદિત્ય ઐતિહાસિક વ્યક્તિ નથી એવી વાતો વિદ્વાનોનો મોટો ભાગ જોરશોરથી કરતો હતો. પણ જ્યારથી જૈનધર્મને “કાલકાચાર્યકથા ” નામનો ગ્રંથ પ્રકાશમાં આવ્યો ત્યારથી એટલું તો સ્પષ્ટ થયું છે કે મધ્ય ભારતમાં શકે એ વિક્રમસંવત્ શરૂ થયા પહેલાં પિતાનું રાજ્ય સ્થાપન કરેલું અને વિક્રમાદિત્ય પદવીવાળા એક હિંદુ રાજાએ એ શકાનો પરાજય કરી પુન: રાજ્ય સ્થાપ્યું તથા શકાને હાંકી કાઢયાં, એની યાદગીરીમાં પોતાના નામથી સંવત્સર શરૂ કર્યો. એ સંબંધમાં ‘કાલકાચાર્યકથા” જે પ્રકાશ પાડે છે એનો સાર નીચે પ્રમાણે તારવી શકાયઃ
ઈ. સ. પૂર્વે લગભગ ૫૭ વર્ષે ઉજજૈનના રાજા વિક્રમાદિત્યે જેનધમી શકોને માલવામાં હરાવ્યા, અને પિતાને સંવત ચાલુ કર્યો. તે ૧૩૫ વર્ષ સુધી ચાલુ રહ્યા પછી બીજે કવિજેતા થયે જેણે બીજ સંવત ચાલુ કર્યો. આ તે જ સંવત છે કે જે ઈ. સ. ૭૮ માં શરૂ થયો અને જેનું અંતર વિક્રમ સંવત સાથે ૧૩ ૫ વર્ષનું છે. ઈ. સ. ૪૦૫ના મંદસોરના શિલાલેખમાં વિક્રમ સંવતને માલવસંવત તરીકે ઓળખાવેલ છે. માલવ પ્રજામાં પ્રચલિત આ સંવત “માઢવUTSજાત' તરીકે ઉલ્લેખાયેલ છે. વળી જે શકનું રાજ્ય વિક્રમાદિત્યના વિજય પૂર્વે હતું તેઓ “શાહી” કે “શહાનુશાહી' અર્થાત્ “રાજા” કે “રાજાધિરાજ'ના બિરુદધારી હતા અને એ વાત શક રાજાઓના સિક્કા પર કોતરાયેલી ઉપાધિઓથી પુરવાર થાય છે. આમ આ કથા સંગીન ઐતિહાસિક પુરાવા રજુ કરે છે. એ વેળા પશ્ચિમ ભારતમાં અવારનવાર શકની ચઢાઈઓ થતી હતી, અને એને રોકનાર કોઈ બહાદુર હિંદુ રાજા હતે એવી આખ્યામાં પ્રસિદ્ધ પામેલી વાતથી પણ આને ટકે મળે છે. એ હિંદુ રાજા તે જ સંવત ચલાવનાર વીર વિક્રમાદિત્ય છે. વિશેષમાં નિમ્ન છે પણ ઉપરની વાતનું સમર્થન કરે છે. “ગાથાસપ્તશતી” નામાં પ્રાચીન પ્રાકૃત ગાથાઓનો સંગ્રહ આંદ્રવંશી “હાલ” રાજાના નામથી ઉપલબ્ધ છે. ગોદાવરીના તટ પર આવેલ પૈઠણ (પ્રતિષ્ઠાનપુર)માં એ હાલ રાજાની રાજધાની હતી. ડૉ રામકૃષ્ણ ભાંડારકરના મત પ્રમાણે એ “હાલ” રાજા ઈ. સ.ની પ્રથમ શતાબ્ધિમાં થયો છે. એ ઉપરાંત Cambridge History of Ancient India (p. 167 168)માં નિમ્ન નોંધ મળે છે. “We are perhaps justified in concluding that Vikramaditya legednd is to some extent historical charactor.
શ્રીયુત સી. વી. વૈદ્ય અને મહાપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રી ઈ. સ. પૂર્વે ૫૭ માં વિક્રમાદિત્ય થયાનું જણાવે છે. સ્ટેનકેને(Sten Konow )એ સાબિત કર્યું છે કે વિક્રમસંવત પહેલાં શાનું સિંધુનદના પ્રદેશમાં રાજ્ય હતું અને જે “શડાનુશાહી” ઉપાધિ
For Private And Personal Use Only