________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા વિક્રમાદિત્ય અને પ્રાચીન તીર્થના ઉદ્ધાર લેખક : શ્રીયુત માહુનલાલ દીપચંદ ચોકસી
જૈન સાહિત્યમાં રાજા વિક્રમાદિત્ય સંબંધી ઘણા પ્રકારનાં આલેખન મળી આવે છે. એ બધામાં સમર્થ આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર સાથેને પ્રસંગ મહત્ત્વનું સ્થાન રશકે તેમ છે. આ લેખને વિષય પણ એ મહુ!વાદી સત્તુ ઉજજૈનની ભૂમિપર બનેલ એક બનાવ પર સામાન્ય વિચારણા કરવાને છે. પણ જ્યારે આ મહારાજાના અસ્તિત્વ સંબંધમાં જ ભિન્ન ભિન્ન માન્યતા પ્રવર્તીતી ડાય અને એક કરતાં વધુ રાજ્યકર્તાઓનાં નામેા વિક્રમાદિત્યના અભિધાનથી અલંકૃત થઈ સાહિત્યના પાને પેાતાનું ગૌરવ પ્રસારતાં હોય, ત્યારે સૌ પ્રથમ આ લેખ સાથે કયા રાજવીને સંબંધ છે અને એ વિભૂતિએ કઈ ભૂમિને કયા કાળે અલંકૃત કરી હતી અથવા રાવીનું મૂળ નામ જુદુ હતું અને ‘વિક્રમાદિત્ય' એ ખિતાબ હતા કે ક્રમ−ઈત્યાદિ વિચારણામાં ઊતરવું અસ્થાને ન લેખાય. જેમ જેમ શેાધ ખાળનું ક્ષેત્ર વિસ્તાર પામતું જાય છે, અને એ સાથે ભારતવના એ વિષયના નિષ્ણાતે તે હાથે અત્યાર પૂર્વેનાં મંતવ્યો તેમજ અનુમાનેા પર ઘડાયેલી નોંધેઐતિહાસિક બનાવે સાથે બંધ બેસે તે રીતે તેની છણાવટ થતી જાય છે તેમ તેમ એ પર પ્રકાશ પથરાવા માંડયા છે; એટલું જ નહિ પણ પડેલાં નિશ્ચિત મનાતા અનુમાને કે મ તથ્યેામાંના કેટલાંક સાવ નિર્મૂળ હતાં. અથવા તે ઘા અંગે ભૂલભર્યા હતાં એમ પુરવાર પણ થઈ ચૂકયું છે. આ દિશામાં આજે જે રીતે ખેડાણ થઈ રહ્યું છે એ જોતાં એમ કલ્પી શકાય કે ઇતિહાસને લગતા કટલાયે બનાવે પર હજી સારા પ્રમાણમાં અજવાળુ પડશે. જૈન કથાનકેામાંના પ્રસંગોને તેમજ આગમ પ્રથામાં મળી આવતાં જુદા જુદા ઉલ્લેખાને એ દ્વારા એકંદરે લાભ જ થવાના છે.
આ લેખના નાયક વિક્રમાલિ એ કાર્ય કલ્પિત વ્યક્તિ નથી એ વાત આ લખાણના ગર્ભમાં પ્રવેશ કરવાથી વાચક સહજ જોઇ શકશે. અલબત્ત કનેાજ પ્રદેશમાં થઈ ગયેલા રાજાએ સમુદ્રગુપ્ત અને સ્કંદગુપ્ત પણ વિક્રમાદિત્ય તરીકે ઓળખાતા હતા એમ શિલાલેખી પુરાવાથી સાબિત થાય છે. પણુ સંવતનાં વર્ષોં સાથે એમના રાજ્યકાળના મેળ ખાતા ન હોવાથી, આજે જેમની બે હારમા વર્ષોંની સંવત્સરી ઉજવાવાની છે એ શકારિ વિક્રમાદિત્ય, કનેાજમાં નહી પણ માળવાની રાજધાની અવતી ઉર્ફે ઉજ્જૈનીમાં થઈ ગયેલ રાજયો જ સૌ પ્રથમ થયેલ છે, અને તેમના નામને જ આ સંવત્ પ્રવર્તે છે. પરદેશથી આવેલ છતાં હિંદને ઘર કરી રહેલ શકાને પરાજય કરી પ્રજાને તેમના ત્રાસમાંથી છેડવી એ નિમિત્તે ચાલુ થયેલ આ સંવત્ છે. આ લેખ પણ એ વાત નિશ્રિત રૂપમાં સાબિત કરતે આગળ વધે છે.
વિક્રમની સભાનાં નવરત્ન પરત્વેના પ્રશ્ન મૂંઝવે તેવા છે. એ અંગે ‘કુમાર ’ માસિકના ગત અંકા (૨૩૬-૨૩૭ તથા ૨૩૮–૨૩૯) માં જે ચિત્રા આવ્યાં છે અને જે નામા આલેખાયાં છે એ જોતાં તે સવ એક જ સમયમાં અથવા તેા કેવળ માલવ પ્રદેશમાં થયાં હોય એ સંભવિત નથી. સ્કંદગુપ્ત આદિના વૃતાન્તથી પણ આ મતથ્યને ટેકા મળે છે,
For Private And Personal Use Only